હ્યુમન ટ્રાફિકિંગના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, બિહારથી ગુજરાતમાં બાળમજૂરી માટે લવાયેલા 32 બાળકોને રેસ્ક્યૂ કરાયાં


Updated: September 18, 2020, 5:17 PM IST
હ્યુમન ટ્રાફિકિંગના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, બિહારથી ગુજરાતમાં બાળમજૂરી માટે લવાયેલા 32 બાળકોને રેસ્ક્યૂ કરાયાં
બાળકોની તસવીર

કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષનાં બિહારનાં 32 બાળકો મળી આવ્યાં હતાં.

  • Share this:
અમદાવાદ: ગુજરાતમાં બાળમજૂરી કરવા બિહારથી બાળકોની હ્યુમન ટ્રાફિકિંગનો (Human trafficking) પર્દાફાશ થયો છે. સીઆઈડી ક્રાઈમ (CID crime) અને ચાઈલ્ડ એનજીઓએ (child NGO) અમદાવાદમાં 32 બાળકોને છોડાવ્યા છે.  હ્યુમન ટ્રાફિકિંગના રાજયવ્યાપી કૌભાંડને લઈને સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે.

બિહારથી ગુજરાતમા બાળકોને બાળમજૂરી માટે લાવી રહ્યા હોવાની બાતમી મળતા ગુજરાતની સીઆઈડી ક્રાઈમ અને વિવિધ ચાઈલ્ડ એનજીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ અને હ્યુમન ટ્રાફિકિંગનો પ્રર્દાફાશ કર્યો છે.  ઘટનાની વિગત એવી છે કે બચપન બચાવો એનજીઓને (bachapan bachao NGO) બાતમી મળી હતી કે બિહારથી સગીરવયના બાળકોને જુદા-જુદા રાજ્યોમાં બાળ મજૂરી માટે લઈને આવી રહ્યા છે.

અમુક રૂપિયા લઈને પરિવારના સભ્યો નાનાં બાળકોને ગુજરાત મોકલી રહ્યાં છે અને રાતની ટ્રેનમાં બાળકો અમદાવાદ પહોંચવાનાં છે. જેને ધ્યાનમાં રાખીને સીઆઇડી ક્રાઇમે વિવિધ NGOઓ સાથે મળી વોચ ગોઠવી કાલુપુર રેલવે સ્ટેશને આ ઓપરેશન પાર પાડીને 32 બાળકોને છોડાવ્યા હોવાનું ચાઈલ્ડ કેરના કર્મચારી ઇમરાનભાઈ અને સંચાલક દામિની બહેને જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-ધ્રોલમાં ધોળા દિવસે દિવ્યરાજ સિંહ જાડેજાની હત્યા કરનાર બે આરોપી ઝડાપાયા, કેમ કરી હતી હત્યા?

મહત્વનુ છે કે કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષનાં બિહારનાં 32 બાળકો મળી આવ્યાં હતાં. આર્થિક તંગીને કારણે પરિવારના સભ્યો બાળકોને દલાલ મારફત મોકલી રહ્યાં છે અને આ દેશવ્યાપી નેટવર્ક હોવાનું પ્રાથમિક તપાસમા ખુલ્યુ છે.

આ પણ વાંચોઃ-PHOTOS: બિહાર ચૂંટણીમાં છવાઈ બ્લેક ડ્રેસ વાળી છોકરી, વિદેશથી ભણીને આવી છે, CM બનવાનું છે સપનુંઆ પણ વાંચોઃ-સુરતઃ 'તારે અહીં રહેવું હોય તો પૈસા આપવા પડશે' કોસાડમાં દાદુ નામના 'ગુંડા'એ યુવકના ગળા ઉપર તલવાર મૂકી ખંડણી માંગી

બાળકો પાસેથી મળી આવેલા આધાર કાર્ડ અને ઓળખ કાર્ડ પણ નકલી હોવાની શંકા વ્યકત કરવામા આવી છે. આ બાળકોને કયા મજૂરી માટે લઈ જઈ રહયા હતા અને કયા કયા દલાલો આ હ્યુમન ટ્રાફિકિંગમા સંડોવાયેલા છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.


સીઆઈડી ક્રાઈમ અને વિવિધ ચાઈલ્ડ એનજીઓએ મધ્યપ્રદેશના રતલામમાંથી 3 બાળક, વડોદરામાંથી 7 બાળક, રાજસ્થાનમાંથી 9 બાળકો અને અમદાવાદમાંથી 32 બાળકોને રેસ્કયુ કર્યા.  આ બાળકોને રાજકોટ, જામનગર, સુરત અને અમદાવાદ મજૂરી માટે લઈ જઈ રહયા હોવાનું ખુલ્યું છે. હાલમા તમામ બાળકોના કોરોના ટેસ્ટ કરાવીને ચાઈલ્ડ કેરને સોંપવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ચાઈલ્ડ ટ્રાફિકિંગનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામા આવશે.
Published by: ankit patel
First published: September 18, 2020, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading