રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 42 હજારથી વધુ કર્મચારીઓને થશે લાભ

News18 Gujarati
Updated: August 17, 2022, 4:33 PM IST
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 42 હજારથી વધુ કર્મચારીઓને થશે લાભ
2006 પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે

2006 પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે.

  • Share this:
ગાંધીનગર: રાજ્ય સરકારનો કર્મચારી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે. નાણાં વિભાગના વર્ષ 2017ના ઠરાવ અંતર્ગત આ કર્મચારીઓને પણ તમામ લાભો મળશે,અંદાજે ૪૨ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અધિકારી - કર્મચારીઓના હિત માટે અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ દ્વારા વર્ષ 2017માં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ 2006 પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. હવે વર્ષ 2006 પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કોમનવેલ્થ ગેઇમ્સમાં મેડલ્સ વિજેતા ગુજરાતી ખેલાડીઓ પર ધનવર્ષા, 80 લાખના પુરસ્કાર એનાયત

તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં વર્ષ 2006 પહેલા ફિકસ પગારની નિતી અન્વયે નિમણુંક પામેલા કર્મચારીઓની ફિકસ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના 18 જાન્યુઆરી, 2017ના ઠરાવ મુજબ દર્શાવેલ બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી અંદાજે 42,000થી વધુ વર્ષ 2006 પહેલા નિમણુક પામેલા કર્મચારીઓને લાભ થશે. હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે.

તેમણે કહ્યું કે, આ નિર્ણયથી 576 પંચાયત સહાયક/ તલાટી, 1019 રહેમ રાહે નિમણુંક પામેલા કર્મચારીઓ, 331 સ્ટાફ નર્સ, 2400 લોક રક્ષક અને 38,285 શિક્ષકો મળી કુલ 42,035 કર્મચારીઓને લાભ થશે.
Published by: Azhar Patangwala
First published: August 17, 2022, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading