Jagdish Thakor : જગદીશ ઠાકોર બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી


Updated: December 2, 2021, 8:41 PM IST
Jagdish Thakor : જગદીશ ઠાકોર બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી
ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે

Jagdish Thakor Gujarat congress pradesh pramukh -કોંગ્રેસ દિલ્હી હાઇ કમાન્ડ છેલ્લા અનેક મહિનાઓથી મંથન કરી રહી હતી, નામ જાહેર થતા જ કોંગ્રેસના કાર્યકર્તાની આતુરતાનો અંત આવ્યો

  • Share this:
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress)નવા સુકાની એટલે પ્રદેશ પ્રમુખ (Gujarat congress pradesh pramukh)તરીકે ઓબીસી સમાજના આગેવાન અને પૂર્વ સાસંદ જગદીશ ઠાકોરની (Jagdish Thakor)પંસદગી કરાઇ છે. આ સાથે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે તાપી જેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની (Sukhram Rathva)પસંદગી કરાઇ છે. છેલ્લા અનેક મહિનાથી કોંગ્રેસ (Congress)પાર્ટી અસમંજસ સ્થિતિમાં હતી કે કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતા કોણ બનશે. હવે કોંગ્રેસના (Gujarat Pradesh Congress Committee)કાર્યકર્તાની આતુરતાનો અંત આવ્યો છે.

ઓબીસી સમાજનો મોટો ચહેરો

ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો - અમદાવાદ : શરદી, ખાંસી અને તાવની બીમારીઓમાં 25 ટકાનો ઉછાળો, જાણો શું સાવધાની રાખવી

કોણ છે સુખરામ રાઠવા 

ગુજરાત નેતા વિપક્ષ તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા પંસદગી કરાઇ છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા જયારે વર્ષ 2012 અને 2017માં પાવીજેતપુર બેઠક ઉપર થી ચૂંટણી લડ્યા હતા. પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જેન્તી રાઠવા સામે 4273 મતોથી હાર્યા હતા. જ્યારે 2017માં 3052 મતોથી ભાજપના જેન્તી રાઠવા સામે જીત મેળવી હતી. વર્ષ 1985થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે.આ પણ વાંચો - અમદાવાદમાં આ વર્ષે કાંકરિયા કાર્નિવલ યોજવો કે નહીં, AMCએ કર્યો મહત્વનો નિર્ણય

કોંગ્રેસ દિલ્હી હાઇ કમાન્ડ છેલ્લા અનેક મહિનાઓથી મંથન કરી રહી હતી કે ગુજરતમાં કોંગ્રેસનુ સુકાન કોને સોપવામા આવે. કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણના પગલે પંસદગીમાં પેચ ફસાયો હતો. કોંગ્રેસના બે ગ્રુપ આમને સામને આવી ગયા હતા. આખરે અનેક અટકળો પછી કોંગ્રેસને નવા સુકાની મળ્યા છે.

બે દિવસ પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાહુલ ગાંધીને ટ્વિટ કરીને માંગણી કરી હતી કે, ગુજરાતમાં ભાજપે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ બદલી નાખ્યા છે, ત્યારે ગુજરાતમાં પ્રજાના હિતમાં કામ કરી શકે એવી લડાયક નેતાગીરી ઊભી કરવાની જરૂર છે.
Published by: Ashish Goyal
First published: December 2, 2021, 7:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading