કચ્છ : રાપરના કૉંગ્રેસના મહિલા ધારાસભ્યના પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ


Updated: September 30, 2021, 12:06 AM IST
કચ્છ : રાપરના કૉંગ્રેસના મહિલા ધારાસભ્યના પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
આરોગ્ય વિભાગ તરફથી સંતોકબેન અરેઠિયાના પતિ ભચુભાઈ અરેઠિયાના સંપર્કમાં આવેલા લોકોને શોધીને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા.

આરોગ્ય વિભાગ તરફથી સંતોકબેન અરેઠિયાના પતિ ભચુભાઈ અરેઠિયાના સંપર્કમાં આવેલા લોકોને શોધીને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા.

  • Share this:
ભૂજ : રાજ્યમાં કોરોના (Coronavirus)એ ભરડો લીધો છે. સામાન્ય લોકોની સાથે સાથે જાહેર જીવનમાં રહેલા લોકો અને નેતાઓના રિપોર્ટ્સ પણ પોઝિટિવ આવી રહ્યા છે. અત્યાર સુધી ભાજપ અને કૉંગ્રેસ (Congress and BJP Leaders)ના અનેક નેતા અને ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે. હવે કચ્છના રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયા (Congress MLA Santokben Arethiya)ના પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા ધારાસભ્યના પતિનો ભૂજ ખાતે કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આરોગ્ય વિભાગ તરફથી સંતોકબેન અરેઠિયાના પતિ ભચુભાઈ અરેઠિયાના સંપર્કમાં આવેલા લોકોને શોધીને તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે. (આ પણ વાંચો : મુંબઈમાં હવે રહેવા માટે સુરક્ષિત નથી: અમૃતા ફડણવીસ

રાજ્યમાં 24 કલાકમાં Coronaના 1,009 નવા કેસ

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 64,684 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાથી 47,561 દર્દી ડિસ્ચાર્જ અને 2,509ના મોત નિપજ્યાં છે. સોમવારે નવા 1009 કેસ નોંધાયા છે, જ્યારે 22 દર્દીના મૃત્યું થયા છે. સોમવારે 974 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 8,34,104 ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ કોરોનાના 14,614 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 દર્દી વેન્ટિલેટર પર અને 14,531 દર્દીની હાલત સ્થિર છે.

(આ પણ વાંચો : પેન્ગોંગ લૅક પાસે ગ્રીન ટૉપ પરથી ચીને પોતાના સૈનિકો હટાવવાનો કર્યો ઇન્કાર)

સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવા બદલ ગુનો દાખલ થયો હતો

મે મહિનાના અંતમાં સંતોકબેનના પતિ ભચુભાઈ સહિત કૉંગ્રેસના આગેવાનો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. સંતોકબેનના પતિ સહિત કૉંગ્રેસના આગેવાનોએ રાપર નગરપાલિકામાં પાણી મામલે રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન તેઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું ન હતું. જે બાદમાં મુખ્ય અધિકારીએ ફરિયાદ આપતા ગુનો દાખલ થયો હતો. કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવા બદલ રાપર પોલીસે ધારાસભ્યના પતિ, શહેર કોંગ્રેસ પ્રમુખ, નગરપાલિકાના વિપક્ષી નેતા, તાલુકા પંચાયતના સભ્ય સહિતના લોકો સામે આઈપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: user_1
First published: August 4, 2020, 1:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading