રાજકોટ : ગોંડલ નાગડકા રોડ ઉપર ધોળા દિવસે 3 લાખની લૂંટ, પોલીસે નાકાબંધી કરી


Updated: November 17, 2021, 8:15 PM IST
રાજકોટ : ગોંડલ નાગડકા રોડ ઉપર ધોળા દિવસે 3 લાખની લૂંટ, પોલીસે નાકાબંધી કરી
પોલીસે નાકાબંધી કરી

Rajkot news- રોડ ઉપર ઉભેલા બે શખ્સોએ ધોકો બતાવી ધાક ધમકીઓ આપી રોકડા રૂપિયા તેમજ બાઈકની લૂંટ ચલાવી નાસી ગયા

  • Share this:
રાજકોટ : ગોંડલ (Gondal)શહેરના નાગડકા રોડ ઉપર કોટન સ્પીન મીલના એકાઉન્ટન્ટનું બાઈક રોકી ધાક ધમકાવી બે શખ્સોએ રોકડા 3 લાખ રૂપિયા અને બાઇકની લૂંટ (Robbery)ચલાવતા પોલીસે હરકતમાં આવી છે. પોલીસે (police)નાકાબંધી કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નાગડકા રોડ ઉપર આવેલ હિતેશભાઈ ગજેરાના રાઘવ કોટન સ્પીન મીલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ભાવિનભાઈ કનૈયાલાલ માયાણી (રહે. બંધિયા) વાળા પોતાના સ્પેલન્ડર બાઈક GJ03 HQ 0618 ઉપર સ્પીનીગ મીલના 3 લાખ રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી ઉપાડી મીલ તરફ આવી રહ્યા હતા. આ સમયે નાગડકા રોડ ઉપર ઉભેલા બે શખ્સોએ તેમને રોકી ધોકો બતાવી ધાક ધમકીઓ આપી રોકડા રૂપિયા તેમજ બાઈકની લૂંટ ચલાવી નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સીટી પીઆઇ મહેશ સંગાડા, એલસીબી, એસઓજી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને નાકાબંધી કરી હતી.

આ પણ વાંચો - અમદાવાદમાં વધુ એક વૃદ્ધની હત્યા, લોહીના ખાબોચિયા ભરાયા, મર્ડર પહેલા દાગીના ખરીદવા માટે ફોન કરનાર કોણ?

બનાવ અંગે રાઘવ કોટન સ્પીનના માલિક હિતેશભાઈ ગજેરાએ વાતચીતમાં જણાવ્યું હતુ કે ભાવિન માયાણી છેલ્લા ચાર વર્ષથી નોકરી કરી રહ્યા છે અને રોજિંદા રોકડા નાણાં અને બેન્કિંગ વહીવટનું કામ કરતા હતા. આજે જ્યારે તેઓ બેંકમાંથી રોકડા રૂપિયા લઈને આવી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને ભાવિનભાઈએ બાઈક ન રોકતા ધક્કો મારી પછાડી આરોપીઓએ લૂંટ ચલાવી હતી.

લૂંટના બનાવના પગલે સીટી પીઆઇ મહેશ સંગાડા, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. ઘટનાસ્થળ નેશનલ હાઇવેથી નજીક હોય નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપવા ચક્રો ગતિમાન કરાયા હતા.

આ પણ વાંચો - સુરત : પતિએ તેની પત્નીને ઢોર માર મારતા સામાજિક મહિલા કાર્યકરે પતિને જાહેરમાં લાફા માર્યાઅમદાવાદનો ગજબ ચોર

રાજ્યભરમાં ઘરફોડ ચોરીના અનેક બનાવો સામે આવ્યા અને આરોપીઓને પૂછપરછ કરતા અનેક નવી મોડસ ઓપરેન્ડી પણ બહાર આવી છે. જોકે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એક એવા ચોરની ધરપકડ કરી છે કે જે છેલ્લા ત્રણ મહિનાથી ચોરીનો પ્લાન ઘડી રહ્યો હતો. તેના માટે તેણે ત્રણ મહિના ડાયટ પર રહીને છ કિલો વજન ઉતાર્યું હતું. પોલીસે મૂળ રાજસ્થાનના મોતીસિંહ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ રૂપિયા 37 લાખનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Published by: Ashish Goyal
First published: November 17, 2021, 8:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading