અમરેલી: 'માતાજી' તરીકે ઓળખાતા સાધ્વીની હત્યા, આશ્રમમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા

News18 Gujarati
Updated: November 22, 2021, 8:43 AM IST
અમરેલી: 'માતાજી' તરીકે ઓળખાતા સાધ્વીની હત્યા, આશ્રમમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા
સાધ્વીની ફાઇલ તસવીર

રાજુલાથી એક કિલોમીટરના અંતરે આવેલા ખાખબાઈ ગામ પાસે નમો નારાયણ આશ્રમ આવેલો છે.

  • Share this:
અમરેલી: જિલ્લામાં સાધ્વીની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજુલાના ખાખબાઈ ગામ નજીક આવેલા ઓમ નારાયણ આશ્રમના સાધ્વી રેખાબેનની હત્યા થઇ હોવાનું સામે આવી રહ્યુ છે. સાધ્વી તરીકે કામ કરતા મહિલાની આશ્રમમાં જ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. આ સાધ્વી માતાજી તરીકે ઓળખાતા હતા. સ્થાનિક પોલીસની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજુલાથી એક કિલોમીટરના અંતરે આવેલા ખાખબાઈ ગામ પાસે નમો નારાયણ આશ્રમ આવેલો છે. જ્યાં રેખાબેન નામના સાધ્વી પૂજારી તરીકે કાર્યરત હતા. ગઈકાલે તીક્ષ્ણ ઘા મારીને હત્યા કરાયેલો તેમનો મૃતદેહ આશ્રમમાંથી મળી આવ્યો હતો. આ સમાચાર સાંભળતા જ ગામલોકોમાં ગમગીની છવાઇ છે. આ સમાચાર સાંભળ્યા બાદ મોટી સંખ્યામાં ગામ લોકો આશ્રમમાં આવી ગયા હતા.

આશ્રમમાં ઘણાં સમયથી કાર્યરત સાધ્વીની હત્યાનો ભેદ ખોલવા માટે અમરેલી એલસીબી, એસઓજી સહિતની પોલીસ કામે લાગી છે. હત્યામાં કોઈ નજીકનો જ વ્યકિત સંડોવાયો હોવાની પણ આશંકા સેવવામા આવી રહી છે. આરોપી ઝડપાયા બાદ હત્યા પાછળના કારણનો ખુલાસો થશે.અમરેલીમાં માતાએ બે પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કર્યુ

અમરેલીમાં ગઇકાલે અન્ય એક ચકચાર મચાવતી ઘટના સામે આવી હતી. એક પરિણીતાએ પોતાના ઘર પર જ બે માસૂમ પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. મૃતક પરિણીતાની ઉમર 40 વર્ષ જ્યારે એક પુત્રીની 14 અને એકની 3 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. ચલાલામાં આવેલી હરિધામ સોસાયટીમાં રહેતા ભરતભાઈ દેવમુરારિ ચલાલામાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે. તેઓ જ્યારે પોતાની ઘંટી પર હતા ત્યારે જ તેને તેના પાડોશીઓ દ્વારા પોતાના મકાનમાં આગ લાગી હોવાની જાણ કરવામા આવી હતી.

ભરત દેવમુરારિ તાબડતોડ પોતાના ઘર પહોંચ્યા હતા. આગના પગલે ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. ઘરમાંથી સોનલબેન ભરતભાઈ દેવમુરારિ (ઉ.વ.40 વર્ષ), પુત્રી હિતાલી (ઉ.વ.14 વર્ષ) અને પુત્રી ખુશી (ઉ.વ.3) સળગેલી હાલતમાં મળી આવ્યા હતા.
Published by: Kaushal Pancholi
First published: November 22, 2021, 8:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading