કોની બેદરકારી? રાજકોટની હોટલના ચોથા માળેથી નીચે પટકાતા દોઢ વર્ષની દીકરીનું મોત


Updated: December 2, 2021, 1:31 PM IST
કોની બેદરકારી? રાજકોટની હોટલના ચોથા માળેથી નીચે પટકાતા દોઢ વર્ષની દીકરીનું મોત
આ હોટલમાં બની કરૂણાંતિકા

Rajkot news: માંગલિક પ્રસંગ અર્થે પૂના ખાતેથી માતા પુત્રી બંને રાજકોટ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • Share this:
રાજકોટ: શહેરમાં (Rajkot) વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી એક હોટલના ચોથા માળેથી દોઢ વર્ષની માસૂમ બાળકી (baby girl fall from forth floor cctv) જમીન પર નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજયાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર દોડી ગયા બાદ જરૂરી પંચનામાની કાર્યવાહી ભક્તિનગર પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. તેમજ કાર્યવાહી પૂર્ણ થતા માસૂમ બાળકીની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પીએમ પૂર્ણ થયા બાદ બાળકીની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી છે.

હોટલમાં માંગલિક પ્રસંગ ચાલી રહ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોંડલ રોડ પર પાઈન વીંટા નામની હોટલ આવેલી છે. હોટલમાં માંગલિક પ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન નિત્યા ગોહિલ નામની દોઢ વર્ષની દીકરી ચોથા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર ખાબકતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

બાળકીની સીસીટીવીમાંથી લીધેલી તસવીર


આ પણ વાંચો : થરાદ: પેટ્રોલપંપ પર મધરાત્રે રિવોલ્વરની અણીએ 5.70 લાખની લૂંટ, જુઓ CCTV ફૂટેજ

માંગલિક પ્રસંગમાં મૃતક બાળકી માતા સાથે પુનાથી આવી હતીજાણવા મળતી વિગત મુજબ, મૃતક નિત્યા ગોહેલના પિતાનું નામ દિપેશભાઈ ગોહેલ છે જ્યારે કે તેની માતાનું નામ માનસીબેન ગોહેલ હોવાનું સામે આવ્યું છે. માતા માનસીબેન જ્યારે મોબાઇલ ફોનમાં વ્યસ્ત હતા ત્યારે દીકરી ચોથા માળેથી નીચે ખાબકતા તેનું મોત નીપજ્યું હતું. માંગલિક પ્રસંગ અર્થે પૂના ખાતેથી માતા પુત્રી બંને રાજકોટ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.  સમગ્ર બનાવ અંગે પિતાને જાણ થતાં પિતા દિપેશભાઈ પુનાથી રાજકોટ આવવા રવાના થઇ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે.

ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં માતા-પિતાની બેદરકારીના કારણે તેમના વાહ્લા સંતાનોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય. આમ, ખાનગી હોટલમાં યોજાનાર માંગલિક પ્રસંગમાં માસુમ બાળાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
Published by: Kaushal Pancholi
First published: December 2, 2021, 1:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading