ભાવનગર: સરકારી શાળામાં ધો.1થી 5ના વર્ગો કરાયા શરૂ, કોને આપી મંજૂરી?

News18 Gujarati
Updated: October 18, 2021, 2:38 PM IST
ભાવનગર: સરકારી શાળામાં ધો.1થી 5ના વર્ગો કરાયા શરૂ, કોને આપી મંજૂરી?
વિદ્યાર્થીઓ

Bhavnagar News: ભાવનગરના હાદાનગર વિસ્તારમાં સરકારી શાળામાં ધોરણ 1થી 5નો અભ્યાસ શરૂ કરતા હોબાળો મચ્યો છે.

  • Share this:
ભાવનગર: કોરોના મહામારીના  (Corona Pandemic) કારણે હજુ ગુજરાતની શાળામાં પ્રાથમિક શિક્ષણ (primary school resume in Bhavnagar without any pewrmission) શરૂ કરવામાં આવ્યુ નથી. ત્યારે ભાવનગરની સરકારી સ્કૂલમાં છેલ્લા એક સપ્તાહ જેટલા સમયથી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. આખરે કોને પૂછીને બાળકોને શાળાએ બોલાવ્યા તે એક મોટો સવાલ છે. ભાવનગરના હાદાનગર વિસ્તારમાં સરકારી શાળામાં ધોરણ 1થી 5નો અભ્યાસ શરૂ કરતા હોબાળો મચ્યો છે.

હજી સરકારે પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાના આદેશ આપ્યા નથી

હાલ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ શરુ કરવા મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે શહેરના હાદાનગર વિસ્તારની શાળા નંબર 62માં ધોરણ 1થી 5નું અભ્યાસ કાર્ય શરુ કરાયા હોવાનું સામે આવ્યું છે. ખુદ સરકારી શાળામાં જ શૈક્ષણિક કાર્ય શરુ કરાતા જ આ નાના બાળકોને કોની મંજૂરીથી બોલાવવામાં આવ્યા તે મોટો સવાલ ઉઠી રહ્યો છે.

ભાવનગરની સરકારી શાળા


શાળા સાથે વિદ્યાર્થીઓના વાલીઓ પણ જવાબદાર

આ શાળામાં નાના બાળકોએ માસ્ક નથી પહેર્યા કે સોશિયલ ડિસ્ટન્સ પણ નથી જળવાઇ રહ્યું. નાના બાળકોને હજી સુધી કોરોના સામેના રક્ષણની રસી પણ આપવામાં નથી આવી. ગુજરાતમાંથી હાલ કોરોના એકદમ નાબૂદ થઇ ગયો હોય તેવું પણ નથી બન્યું.
વિદ્યાર્થીઓ


ત્યારે આ નાના બાળકો શાળાએ આવી તો ગયા છે. પરંતુ આ બાળકો બીમાર થશે કે કોઇને કોરોના સંક્રમણ થશે તો આ અંગે જવાબદાર કોણ રહેશે, તે પણ શાળાના સંચાલકોને પૂછવાનો પ્રશ્ન છે. જોકે, બીજી બાજુ પ્રશ્ન એ પણ છે કે, વાલીઓ પણ પોતાના બાળકોને સરકારની કોઇપણ ગાઇડલાઇ આવ્યા વગર શાળામાં મોકવી રહ્યા છે.સુરતના ધો.11ના વિદ્યાર્થી સંક્રમિત થતા શાળા બંધ કરી હતી

નોંધનીય છે કે, સુરતના અડાજણના હનીપાર્ક રોડ પર આવેલી એલ.પી.સવાણી સ્કૂલના (L P Savani School)ત્રણ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Students corona report positive)આવતા ચકચાર મચી ગઇ હતી. જે બાદ એક સપ્તાહ માટે સ્કૂલ બંધ કરાવી દેવામાં આવી હતી. આ સાથે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ (Covid-19 test)કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એલ.પી. સવાણી સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તપાસ દરમિયાન અન્ય બે વિદ્યાર્થીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. એક સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાંદેર ઝોનનું તંત્ર સફાળું જાગ્યુ હતુ.
Published by: Kaushal Pancholi
First published: October 18, 2021, 2:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading