ભુજમાં ખાખી શર્મશાર: પોલીસ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી, અનેકવાર ગુજાર્યુ દુષ્કર્મ

News18 Gujarati
Updated: October 9, 2021, 1:59 PM IST
ભુજમાં ખાખી શર્મશાર: પોલીસ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી, અનેકવાર ગુજાર્યુ દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Bhuj News: અન્ય સાથે લગ્ન કરી લીધા બાદ જતીને યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

  • Share this:
કચ્છ: ભુજમાં ખાખી શર્મશાર થયાની ઘટના સામે આવી  છે. જતીન ચૌહાણ નામના પોલીસ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલ પર  અનેકવાર બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. કોન્સ્ટેબલે લગ્નની લાલાચ આપીને વિવિધ જગ્યાઓએ લઇ જઇને શરીર સુખ માણ્યુ હતુ. જોકે, પોલીસ કોન્સ્ટેબલે યુવતી સાથે વિશ્વાસઘાત કરીને અન્ય સાથે લગ્ન કરી લીધા છે જે બાદ યુવતીને ધમકાવતા કહ્યું હતુ કે, કોઇને કહીશ તો  જાનથી મારી નાંખીશ. આ અંગે ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે હાલ પોલીસ કોન્સ્ટેબલ જતીન ચૌહાણ પર ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે.

યુવાને પ્રેમનું નાટક કરીને યુવતીને ફસાવી

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભૂજ પોલીસ લાઇનમાં રહેતા જતીન બધાભાઇ ચૌહાણે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમનું નાટક કર્યુ હતુ. જે બાદ લગ્નની લાલચ આપીને પોલીસ ક્વાર્ટર,ખાવડા પોલીસ લાઈન,અમદાવાદ, રાજકોટ અને ભાવનગર લઇ જઇને મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. જે બાદ કોન્સ્ટેબલે અન્ય યુવતી સાથે લગ્ન કરીને પ્રેમિકા યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. લગ્ન કરી લીધા બાદ જતીને યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જોકે, યુવતીએ ગભરાયા વગર તેને છેતરનાર પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો - રાજકોટમાં સામૂહિક આપઘાત: માતાએ પોતાના બે વ્હાલસોયા દીકરાઓ સાથે કર્યું અગ્નિસ્નાન, ઘરકંકાસ જવાબદાર!પોલીસ કોન્સ્ટેબલ ફરાર

હાલ આ પોલીસ કોન્સ્ટેબલ યુવાન ફરાર છે. પોલીસે તેની સામે ગુના દાખલ કરીને તપાસ હાથ ધરી છે. હાલ આ ખબરથી પોલીસ બેડામાં પણ ચકચાર મચી છે.

આ પણ વાંચો - આને કહેવાય નસીબ! જામનગરની નિરાધાર બાળકીને મળ્યા અમેરિકાના મા-બાપ, દીકરીને દતક લીધી

યુવતીને અમદાવાદ એરપોર્ટ પર બોલાવી કર્યું દુષ્કર્મ

મુંબઈમાં રહેતી યુવતીને અમદાવાદ એરપોર્ટ પર નોકરી આપવાનું કહીને મુંબઈના અંધેરીમાં રહેતા 25 વર્ષીય વિશાલ રાજપૂત અમદાવાદ લાવ્યો હતો. બાદમાં હોટલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યુ હતું. જેથી યુવતી પરત મુંબઈ જતી રહી હતી બાદમાં દુષ્કર્મ ગુજારનાર યુવકના વિરુદ્ધમાં મુંબઈના નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના અમદાવાદમાં બની હોવાથી નાલાસોપારા પોલીસે અમદાવાદ એરપોર્ટ પોલીસને કેસ ટ્રાન્સફર કરતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ આદરી છે.
Published by: Kaushal Pancholi
First published: October 9, 2021, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading