બોટાદ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યની તીક્ષ્ણ હથિયારના ઘા મારી  કરાઇ હત્યા, કેનાલ પાસેથી મળ્યો મૃતદેહ


Updated: January 17, 2022, 7:22 AM IST
બોટાદ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યની તીક્ષ્ણ હથિયારના ઘા મારી  કરાઇ હત્યા, કેનાલ પાસેથી મળ્યો મૃતદેહ
રાત્રીના સમયે તીક્ષ્ણ હથિયારના ઘા મારેલી હાલતમાં લાશ સેથળીથી રેફડા જવાના કેનાલના રસ્તે મળી આવતા ચકચાર મચી જવા પામી છે

Crime news: પોલીસ દ્વારા લાશને પીએમ માટે બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ હત્યાને લઈ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

  • Share this:
પ્રકાશ સોલંકી, બોટાદ : તાલુકાના (Botad) સેથળી ગામ પાસે પસાર થતી કેનાલ પાસે સેથળીથી રેફડા જવાના કાચા રસ્તેથી બોટાદ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યની  હત્યા (murder) કરેલી હાલતમાં  લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. હત્યા અંગેની જાણ બોટાદ પોલીસને (Botad Police) થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ લાશને પીએમ માંટે બોટાદ સોનાવાલા હોસ્પિટલ (Botad Sonawala Hospital) લાવવામાં આવી હતી. હત્યાનું કારણ હાલ અકબંધ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોટાદ તાલુકાના સેથળી ગામના રહેવાસી ઘનશાયમભાઈ બાબુભાઇ ઝુલાસના ઉવ.50  નામના શખ્સની 16 જાન્યુઆરી 2022ના રાત્રીના સમયે તીક્ષ્ણ હથિયારના ઘા મારેલી હાલતમાં લાશ સેથળીથી રેફડા જવાના કેનાલના રસ્તે મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હત્યાના બનાવ અંગેની જાણ બોટાદ પોલીસને થતા બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, એલ.સી.બી.એસ.ઓ.જી તેમજ સીટી પોલીસ સહિત મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

હત્યા કોને કરી છે, શા માટે કરી છે તે અંગેના તાપસના દોર શરૂ કરવામાં આવ્યા છે. તેમજ પોલીસ દ્વારા લાશને પીએમ માટે બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ હત્યાને લઈ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ હત્યા અંગેની જાણ પરિવારજનોને થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારજનોએ ફરિયાદની નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો - બોટાદ : મોટાભાઈએ લાકડાના ફટકા મારી નાનાભાઈની કરી હત્યા, માતાનું ધાવણ લાજ્યું!

સેથળી ગામ પાસેથી જે હત્યા કરેલી લાશ મળી આવી છે તે, લાશ ઘનશ્યામભાઈ ઝુલાસનાની છે અને ઘનશ્યામ ભાઈ ઝુલાસના બોટાદ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે તેવું હાલ જાણવા મળ્યુ છે. બોટાદ પોલીસ દ્વારા હત્યાને લઈ અલગ અલગ ટીમો બનાવામાં આવી છે અને કોના દ્વારા આ હત્યા કરવામાં આવી છે અને હત્યા પાછળનું શુ કારણ છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Rajkot news: પોલીસ ભરતી કૌભાંડમાં બંટી-બબલી ઝડપાયા, શું હતી ભુમિકા અને કેવી રીતે આચર્યું કૌભાંડ?નોંધનીય છે કે, થોડા સમય પહેલા, વિરમગામ શહેરમાં જાહેર રોડ પર અગાઉની અદાવત બાબતે બોલાચાલી થતા મારમારીની ઘટના પણ સામે આી હતી. છ શખ્સો દ્વારા ધારીયા, લોખંડની પાઇપો, લાકડીઓ વડે હુમલો કરતાં એક શખ્સને ગંભીર ઇજાઓ થતા વિરમગામની ખાનગી શિવ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ઇજાગ્રસ્ત શખ્સ વિરમગામ શહેર ભાજપનો હોદ્દેદાર હોવાનું જાણવા મળ્યું છે.
Published by: Kaushal Pancholi
First published: January 17, 2022, 7:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading