વજુભાઈ વાળાએ રાજનીતિમાં સક્રિય રહેવાનાં આપ્યા સંકેત, કહ્યું- 'હું ભાજપનો કાર્યકર છુ અને પાર્ટી કહેશે તે કરીશ'

News18 Gujarati
Updated: July 24, 2021, 12:45 PM IST
વજુભાઈ વાળાએ રાજનીતિમાં સક્રિય રહેવાનાં આપ્યા સંકેત, કહ્યું- 'હું ભાજપનો કાર્યકર છુ અને પાર્ટી કહેશે તે કરીશ'
ફાઇલ તસવીર

  • Share this:
રાજકોટ: રાજ્યમાં જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે અનેક કામો થવા લાગે છે. ત્યારે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પરના પ્રાઈમ લોકેશનમાં ભવાની માતાજીના મંદિરના નિર્માણ સાથે રાજપૂતોની તમામ પેટાજ્ઞાતિઓને એક કરવાની દિશામાં સક્રિય બન્યા છે. આ માટે વિવિધ જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો સાથે બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો હોવાનું સામે આવી રહ્યું છે. આ મંદિર 35 એકરની જમીનમાં બનાવવામાં આવશે.

'પાર્ટી કહેશે તેમ કરીશ'

વજુભાઇ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં અનેક ખુલાસાઓ કર્યાં છે. તેમણે જણાવ્યું કે, અમારા પાર્ટીનાં નેતાએ આપેલું પ્રજાને આપેલું વચન પરિપૂર્ણ થાય તે માટે અમે પાર્ટીનાં કાર્યકર્તાઓ કામ કરીશું. પાર્ટીનાં કાર્યકર્તાઓ જે કહે એમ ન થાય પરંતુ પાર્ટી જેમ કેમ તેમ કાર્યકર્તાઓ કરે તો અસંતોષ ક્યાંથી આવે.

સીએમ રૂપાણી માટે શું બોલ્યા?

આગામી મુખ્યમંત્રી અંગે તેમને પૂછતા જવાબ આપ્યો કે, 2022નાં મુખ્યમંત્રી કોણ હશે તે પાર્ટી નક્કી કરશે. સીએમ રૂપાણી માટે કોઇ વિરોધ નથી, તેમણે કોઇ કાર્યકર્તાને તરછોડ્યો હોય તેમ પણ ક્યારે બન્યુ નથી. ભાજપને સંતોષ થયો છે તેવા અમારા મુખ્યમંત્રી ચાલુ છે અને ચાલુ રહેશે.

'ભગવાન રામનો પણ વિરોધ થયો હતો'પેટ્રોલનાં ભાવ વધારા અને વિરોધપક્ષનાં વિરોધ અંગે તેમણે જવાબ આપતા કહ્યું કે, તે તો કેન્દ્રનો નિર્ણય છે. હું તો પાર્ટીનો કાર્યકર્તા છું, મારી પાસે અત્યારે કોઇ ખાતું નથી. ગમે તેની સત્તા હોય તો તેનો વિરોધ થવાનો છે, ભગવાન રામનો પણ વિરોધ થયો હતો. વિરોધ પક્ષનું કામ વિરોધ કરવાનું છે. હું હવે સંગઢનમાં છું શાસનમાં નથી. આ બધા સવાલો શાસનને લગતા છે. પાર્ટી જે કામ આપશે તે મારે કરવાનું છે.2013માં મંદિર બનાવવાનો વિચાર કર્યો હતો

કારડિયા રાજપૂત સમાજનાં નેતા વજુભાઈ વાળાનું વ્યક્તિત્વ નિર્વિવાદી રહ્યું છે. તેમણે કારડિયા રાજપૂત સમાજમાં 2013ની સાલમાં મંદિરનો વિચાર રજૂ કર્યો હતો, પરંતુ ત્યાર બાદ આ યોજના પર કોઈ પ્રગતિ થઈ શકી નથી. ત્યારબાદ વજુભાઈને પણ રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ આ મુદ્દે ફરીથી સક્રિય થયા છે.100 કરોડનાં ખર્ચે બનશે મંદિર

કારડિયા રાજપૂત સમાજના આગેવાન મહેશ રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભવાની માતાજીના વિશાળ મંદિર માટે સાયલા તાલુકાના લખતરી ગામની રાજકોટ-અમદાવાદ હાઈવે ટચ જમીન ખરીદી લેવામાં આવી છે. આ માટે ટ્રસ્ટની પણ રચના થઈ ગઈ છે. હવે સમાજમાંથી ફાળો એકત્ર કરી આસ્થાના પ્રતીક સમાન ભવાની માતાજીનું મંદિર મૂર્તિમંત કરવાનું આયોજન છે. આ મંદિર માટે અંદાજિત 100 કરોડનો ખર્ચ નિર્ધારવામાં આવ્યો છે.
Published by: Kaushal Pancholi
First published: July 24, 2021, 12:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading