લોકગાયિકા ગીતા રબારીએ ઘરે Corona વેકસીન લેતા થયો મસમોટો વિવાદ, આરોગ્ય વિભાગનાં કર્મચારીને નોટિસ

News18 Gujarati
Updated: June 13, 2021, 11:04 AM IST
લોકગાયિકા ગીતા રબારીએ ઘરે Corona વેકસીન લેતા થયો મસમોટો વિવાદ, આરોગ્ય વિભાગનાં કર્મચારીને નોટિસ
DDOને ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગનાં કર્મચારીને નોટિસ (Notice) આપીને આ અંગેનો ખુલાસો માંગ્યો છે.

DDOને ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગનાં કર્મચારીને નોટિસ (Notice) આપીને આ અંગેનો ખુલાસો માંગ્યો છે.

  • Share this:
ક્ચ્છ: પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારી (Geeta Rabari) કોરોનાની રસી લઇને વિવાદમાં સપડાયા છે. શનિવારે ગાયિકા ગીતા રબારી અને તેમના પતિએ પોતાના ઘરે જ કોરોનાની રસી (Corona Vaccine) લીધાની પોસ્ટ મૂકી હતી. જે બાદ ઘણો જ વિવાદ થયો હતો. જેના કારણે તેમણે એ પોસ્ટ ડિલીટ કરવી પડી હતી. કચ્છ DDOને ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગનાં કર્મચારીને નોટિસ (Notice) આપીને આ અંગેનો ખુલાસો માંગ્યો છે.

એકબાજુ લોકોને કોરોના રસી માટે સ્લોટ બૂક કરાવાવમાં ભારે મથામણ કરવી પડી રહી છે ત્યારે બીજી બાજુ નામદાર લોકોને તેમના ઘરે જ રસીની સુવિધા મળતી હોવાની તસવીરો વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો હતો. ગાયિકા ગીતા રબારીએ રસી ઘરે લીધાની પોસ્ટ પોતાના સોશિયલ મીડિયામાં મૂકી હતી તો તેમના પતિએ વ્હોટ્સપ સ્ટેટસમાં આના ફોટા મૂક્યા હતા. જેન સ્ક્રીન શોટ લોકોએ પાડી અને વાયરલ કર્યા હતા.આ વાયરલ તસવીરો જોતા લોકોએ સ્થાનિક આરોગ્ય વિભાગ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ ગયાં હતાં, જેથી સી.ડી.એચ.ઓ. ડૉ. જનક માઢકની પૂછપરછ બાદ જવાબદાર સામે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને રવિવારે બપોર 12 વાગ્યા સુધી ખુલાસો કરવા નોટિસ ફટકારવામાં આવી છે.

માધાપર પીએચસીનાં ડોક્ટર સીજુ કીર્તિનાં જણાવ્યા પ્રમાણે, ગીતા બેને ધોરીથી તેમનું ઓનલાઇન સર્ટિકિટેક બૂક કરાવ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ તેઓ ધોરી જઇ શકે તેમ ન હતા. એટલે તેમણે અમારા બેનને વિનંતી કરી કે, તમારી પાસે કોઇ વેસ્ટમાં વધતા હોય તો મને મૂકી આપો. અમને ઉપરથી સૂચના છે કે, વેસ્ટમાં કોઇ રસી જાય તે પહેલા કોઇને બોલાવીને ઓન ધ સ્પોટ રસી આપી શકાય.આમને તો ધારીમાં ઓલરેડી રસીનું રજીસ્ટ્રેશન હતું પરંતુ માધાપર ખાતે તો માત્ર આપી છે. તેમને ઘરે જઇને રસી કેમ આપી તેના જવાબમાં તેમણે પણ પોતાનો બચાવ કરી લેતા જવાબ આપ્યો કે, આમને ઘરે જઇને કેમ મૂકવામાં આવી તે અંગે જાણ નથી એ તો સિસ્ટરને ખબર.
Published by: Kaushal Pancholi
First published: June 13, 2021, 10:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading