પાટીલે હળવી શૌલીમા ગુજરાતનું રાજકારણ ગરમાવ્યું, કહ્યુ 'ડેર માટે અમે ખાસ જગ્યા રાખી છે'

News18 Gujarati
Updated: November 18, 2021, 3:42 PM IST
પાટીલે હળવી શૌલીમા ગુજરાતનું રાજકારણ ગરમાવ્યું, કહ્યુ 'ડેર માટે અમે ખાસ જગ્યા રાખી છે'
સી. આર. પાટીલ અને અમરીશ ડેરની ફાઇલ તસવીર

'મારી પાર્ટીના ઘણાં લોકો તેઓના ખાસ મિત્રો છે, તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. આપણે બસમાં જઇએ ત્યારે રૂમાલ મૂકીને જગ્યા રોકી લઇએ છીએ કેમ અમે તેમની માટે ખાસ જગ્યા રાખી છે.'

  • Share this:
અમરેલી: ગુજરાતની વિભાનસભા ચૂંટણી (Gujarat Election) પહેલા રાજકારણમાં નવાજૂની સર્જાવવાના એંઘાણ દેખાઇ રહ્યા છે. અમરેલીના બાબરીયા ધારમાં આહીર સમાજના સમૂહ લગ્ન પ્રસંગ યોજાયો હતો. ત્યાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C. R. Patil) કોંગ્રેસના અમરીશ ડેર (Amrish der) પર ચર્ચાસ્પદ નિવેદન આપ્યુ હતુ. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતુ કે, ‘અમરીશ ડેરને મારે ખખડાવવા છે, એ મારો અધિકાર છે, તેઓ અમારા છે.’ જોકે, આવા નિવેદન બાદ પ્રદેશ કોંગ્રેસે (Gujarat Congress) પણ પલટવાર કર્યો હતો. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, સત્તા પર બેઠેલા લોકોને ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના નેતાઓ ગમતા નથી, એટલે ભાજપ હંમેશા કોંગ્રેસમાંથી લોકોને લઇ જવાના પ્રયત્ન કરે છે.

'અમરીશ ડેર અમારા છે'

બાબરીયામાં પ્રદેશ અધ્યક્ષે હળવી પળોમાં જણાવ્યુ હતુ કે, ‘અમરીશ ડેરને મારે ખખડાવવા છે, એ મારો અધિકાર છે, તેઓ અમારા છે.’ વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે, ‘મારી પાર્ટીના ઘણાં લોકો તેઓના ખાસ મિત્રો છે, તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. આપણે બસમાં જઇએ ત્યારે રૂમાલ મૂકીને જગ્યા રોકી લઇએ છીએ કેમ અમે તેમની માટે ખાસ જગ્યા રાખી છે. નોંધનીય છે કે, એ પહેલાં સી.આર પાટીલની જીભ લપસી હતી. તેઓએ ધારાસભ્ય ડેરને ખેર કહ્યાં હતાં. પરંતુ બાદમાં તેઓએ હારે હતાં એટલે થોડી થોડી ભૂલ થઈ જાય કહીને રમૂજ ફેલાવી હતી.

કોંગ્રેસે પલટવારમાં શું કહ્યુ?

પાટીલના નિવેદન બાદ પ્રદેશ કોંગ્રેસે પણ પલટવાર કર્યો હતો. જેમા અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, પ્રદેશ કોંગ્રેસે પણ પલટવાર કર્યો હતો. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, સત્તા પર બેઠેલા લોકોને ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના નેતાઓ ગમતા નથી, એટલે ભાજપ હંમેશા કોંગ્રેસમાંથી લોકોને લઇ જવાના પ્રયત્ન કરે છે. સત્તા પર બેઠેલા લોકોને ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના નેતાઓ ગમતા નથી, એટલે ભાજપ હંમેશા કોંગ્રેસમાંથી લોકોને લઇ જવાના પ્રયત્ન કરે છે. ભાજપના સંગઠનથી, નેતાથી આજે પ્રજા વચ્ચે જઇને વોટ માંગી શકાય તેમ નથી. કોરોનાની બીજી લહેર પછી પ્રજા તેમને સ્વિકારી શકે તેવી સ્થિતિ નથી. એટલે આવી વાહિયાત વાતો કરે છે. અમરીશભાઇ અમારા સાથી છે.ઉર્જા મંત્રી મૂકેશ પટેલે અમરીશ ડેરને મળ્યા હતા

ગુજરાત સરકારના ઉર્જા મંત્રી મૂકેશ પટેલની કોંગ્રેસના જાફરાબાદના ધારાસભ્ય અમરીશ ડેર સાથે ખાનગી મુલાકાત પણ ચર્ચાનો વિષય બની હતી. જાફરાબાદ રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરના ફાર્મ હાઉસ પર ભાજપ સરકારના ઉર્જા મંત્રી સાથે વાત થઇ હતી. બંધબારણે કોંગી ધારાસભ્ય ડેર સાથે મુલાકાત થતા ચર્ચાની અટકળો વધી હતી અને આજે તો પાટીલે જાહેર કાર્યક્રમમાં જ ડેરને ભાજપમાં આવવા માટે આંમંત્રિત કરી દીધા છે.
Published by: Kaushal Pancholi
First published: November 18, 2021, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading