ભાજપના આંતરિક વિખવાદની ચર્ચાઓ વચ્ચે, જામનગરમાં પાટીલે મીડિયા સમક્ષ આવવાનું પણ ટાળ્યુ

News18 Gujarati
Updated: November 21, 2021, 9:21 AM IST
ભાજપના આંતરિક વિખવાદની ચર્ચાઓ વચ્ચે, જામનગરમાં પાટીલે મીડિયા સમક્ષ આવવાનું પણ ટાળ્યુ
જામનગરમાં સી.આર. પાટીલ

ચૂંટણી પહેલા ભાજપમાં રાજકોટમાં જે વિવાદ સામે આવ્યો ત્યારબાદ જ જામનગરમાં પણ સ્નેહ મિલન પહેલા જ સ્નેહમિલન કાર્યક્રમની શહેર-જિલ્લાની અલગ પત્રિકાને લઈ ને અનેક સવાલો ઉઠયા હતા.

  • Share this:
કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં (Jamnagar) ભાજપનો (Gujarat BJP) શહેર અને જિલ્લાનું સ્નેહમિલન કાર્યક્રમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની (C R Patil) ઉપસ્થિતિમાં ગઈકાલે સાંજે યોજાયો હતો. આ સ્નેહમિલન દરમિયાન સી.આર પાટીલે ભાજપના ઉપસ્થિત કાર્યકર્તાઓને આગામી ચૂંટણી પૂર્વે જ જોમ અને જુસ્સો ભર્યો હતો. જોકે, ગુજરાતના અન્ય જિલ્લાઓની જેમ જામનગરમાં પણ ભાજપનો અંદરોઅંદરનો વાદવિવાદ હોય તેવા હજુ પણ પહેલાં જ શહેર અને જિલ્લાની બે પત્રિકાના વિવાદ અને તેમાં પણ જામનગરના ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ કૃષિ મંત્રીની બાદબાકીને લઈને તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી હતી. ત્યારે સ્નેહમિલન બાદ સી.આર. પાટીલે મીડિયા સાથે વાત કર્યા વગર કાર્યક્રમ પતાવી નીકળી ગયા હતા. જ્યારે ભાજપમાં રાજકોટ બાદ જામનગરમાં પણ સખડ-ડખડ ચાલે છે કે શું? તેના પર સવાલ ઉભા રહી ગયા છે.

જામનગરમાં દિવાળીના તહેવારો બાદ ભારતીય જનતા પાર્ટીના શહેર અને જિલ્લાના સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલ આવી પહોંચ્યા હતા. જામનગરમાં ટાઉનહોલથી સાત રસ્તા ઓશવાળ સેન્ટર સુધી વિશાળ બાઇક રેલી સાથે સી આર પાટીલનું આગમન થયું હતું અને ઓશવાળ સેન્ટરમાં શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓને ભાજપના સ્નેહમિલનમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સંબોધન કર્યું હતું. કાર્યકર્તાઓને આગામી ચૂંટણી પહેલા જ પેઇજ કમિટિથી પરચો બતાવવા આહ્વાન કરી કોંગ્રેસ પર પણ ચાબખા માર્યા હતા.

જામનગરના ઓશવાળ સેન્ટરમાં જિલ્લા-શહેર ભાજપનું સ્નેહમિલન દરમ્યાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું અદકેરું સન્માન કરાયું હતું અને આ વેળાએ પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરનું ચૂંટાયેલા અપમાન કરે તે કોઇકાળે સહન ન કરી શકાય.

સીઆર પાટીલે જામનગરમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો વચ્ચેના સંકલનમાં ઘણું બધું શાનમાં કહી કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો ભર્યો છે. ભાજપના કાર્યકરોને સચિવાલયમાં ચા-પાણી અને જમાડવાનું પણ ચૂંટાયેલા મંત્રીઓએ કરવું પડશે, એમ માર્મિક ટકોર કરતા કહ્યું હતું કે, મંત્રીઓ નવી કેડર ઉભી કરવા બદલાય છે.

જામનગરના ઓશવાળ સેન્ટરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ભાજપમાં મનામણા-રિસમણાની પ્રથા નથી. તેમ કહી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભાજપની પેઇઝ કમિટીનો પરચો કોંગ્રેસને ખબર છે. કોંગ્રેસમાં ઇન મીનને તીન છે. એમાં પેઇઝ કમિટી ના બને તેમ કહી સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસને ટોણો પણ માર્યો હતો. 2014 અને 19માં મોદી સરકારે કોંગ્રેસને બસમાં બેસાડી દીધી છે. અને એ પણ પંચર થઈ ગઇ છે. ડિસેમ્બર 2022માં અશ્વ ફરી આવવાનો છે તેમ કહી સી.આર પાટીલે ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકર્તાઓમાં સોંપ્યું હતું.

આ પણ વાંચો - ગુજરાતમાં માવઠાને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું, વાવેતર થશે મોડા, ખેડૂતો ચિંતાતુરપેઇઝ સમિતિને પેઇઝને જ જીતાડવા અપીલ કરી કહ્યું હતું કે, દરેક બુથમાં 150 સભ્યો કરવા છે.જામનગરને વેકસીનની જેમ દરેકમાં પહેલા રહેવાની આદત પાડવા સીઆર પાટીલે ખાસ હળવી શૈલીમાં ટકોર કરી હતી. અને કહ્યું હતું કે , ભાજપનો કાર્યકર્તા જીતવા નિકળ્યો છે અને જીતીને બતાવીશું. જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરોને સ્નેહમિલન માં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સંબોધન કરી વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર લોકોને સન્માનિત પણ કર્યા હતા.

જામનગરમાં શહેર અને જિલ્લા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષિપ્રધાન રાઘવજી પટેલ, મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત પ્રદેશ ભાજપ ના જોન પ્રભારી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના પ્રભારી વંદનાબેન મકવાણા, જયંતીભાઈ કવાડિયા, અભયસિંહ ચૌહાણ, ધારાસભ્ય હકુભા જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય જનતા પાર્ટીના આ સ્નેહમિલન માટે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ની આગેવાનીમાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઊઠાવી હતી.

ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

ચૂંટણી પહેલા ભાજપમાં રાજકોટમાં જે વિવાદ સામે આવ્યો ત્યારબાદ જ જામનગરમાં પણ સ્નેહ મિલન પહેલા જ સ્નેહમિલન કાર્યક્રમની શહેર-જિલ્લાની અલગ પત્રિકાને લઈ ને અનેક સવાલો ઉઠયા હતા. ત્યારે સ્નેહમિલન કાર્યક્રમ તો સબ સલામત હૈ તેવા દાવા સાથે પૂરો તો થઈ ગયો. પરંતુ મીડિયા સમક્ષ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે જામનગરમાં કાંઈ પણ કહેવાનું ટાળીને પડદો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.
Published by: Kaushal Pancholi
First published: November 21, 2021, 9:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading