'ગુંડાઓને ગુંડાગીરી છોડવી પડશે કાં ગુજરાત છોડવું પડશે':  લેન્ડ ગ્રેબિંગ  મામલે CM રૂપાણીની ચીમકી


Updated: February 14, 2021, 10:39 AM IST
'ગુંડાઓને ગુંડાગીરી છોડવી પડશે કાં ગુજરાત છોડવું પડશે':  લેન્ડ ગ્રેબિંગ  મામલે CM રૂપાણીની ચીમકી
જામનગરમાં મુખ્યમંત્રીની  જાહેર સભામાં કહ્યું હતું કે, 'ગમે તેની મિલકતમાં લુખ્ખાઓ ઘુસી જતા હતા પરિણામે લેન્ડ ગ્રેબિંગનો (Land grabbing) કાયદો બનાવવામાં આવ્યો છે.

જામનગરમાં મુખ્યમંત્રીની  જાહેર સભામાં કહ્યું હતું કે, 'ગમે તેની મિલકતમાં લુખ્ખાઓ ઘુસી જતા હતા પરિણામે લેન્ડ ગ્રેબિંગનો (Land grabbing) કાયદો બનાવવામાં આવ્યો છે.

  • Share this:
કિંજલ કારસરીયા, જામનગર: જામનગરનાં (Jamnagar) ચાંદી બજારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) અને પ્રદેેેેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની (C.R.Patil) મહાનગરપાલિકાની ચૂંટણીને (Local Body Election) લઈને જાહેર સભા યોજાઇ હતી. જામનગરમાં મુખ્યમંત્રીની  જાહેર સભામાં કહ્યું હતું કે, 'ગમે તેની મિલકતમાં લુખ્ખાઓ ઘુસી જતા હતા પરિણામે લેન્ડ ગ્રેબિંગનો (Land grabbing) કાયદો બનાવવામાં આવ્યો છે. ગુંડાઓ કાંતો ગુંડાગીરી છોડે અથવા તો ગુજરાત છોડે તેવી ચીમકી પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે  ચાંદી બઝારના ચોકમાં આપી હતી.'

'કોંગ્રેસનાના ઉમેદવારની  ડિપોઝિટ ડુલ થવાની છે.'

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આગામી 21 મેએ મતદાન થવાનું છે. ત્યારે ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટેની લોકોને અપીલ  કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની જાહેરસભા જામનગરમાં યોજાઇ હતી. અલગ અલગ બે સ્થળે યોજાયેલી સભામાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 'કોંગ્રેસે ઉઠતી દુકાન જેવો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે પરંતુ કોંગ્રેસનાના ઉમેદવારની  ડિપોઝિટ ડુલ થવાની છે.'Photos: ભાવનગરમાં શિક્ષકોનો મતદાન જાગૃતિ માટેનો અનોખો પ્રયાસ, ચાર કલાકની મહેનતે બનાવ્યું EVM સેન્ડ આર્ટ

'શું કોંગ્રેસ એવો નિર્ણય કરી શકે કે ત્રણ ટર્મથી સતત હારતા હોય તેને ટિકિટ ન આપવી?'જામનગરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 'કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં  વિકાસ માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. છેવાડાના માનવીનો વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર પર સતત પ્રયત્નશીલ છે. સદા કૉંગ્રેસને લોકોએ સેવાનો અવસર આપ્યો હતો પરંતુ ત્યારે અવસરને તને આફતમાં ફેરવી નાખ્યો હતો જ્યારે ભાજપે લોકોની સતત સેવા કરી છે. ભાજપે એવો નિર્ણય લીધો હતો સતત ત્રણ ટર્મથી ચૂંટાતા હોય તેઓને ટિકિટ ન આપવી. આ તકે તેમણે એવો કટાક્ષ પણ કર્યો હતો કે, શું કોંગ્રેસ એવો નિર્ણય કરી શકે કે ત્રણ ટર્મથી સતત હારતા હોય તેને ટિકિટ ન આપવી?ઇન્ડોનેશિયન યુવતી ગુજરાતી યુવક સાથે પ્રેમલગ્ન કરી 8 વર્ષથી રહેતી હતી ગેરકાયદેસર, બનાવ્યા હતા તમામ ફેક પુરાવા

CM રૂપાણીએ નલ સે જલ યોજના, સૌચાલય મુક્ત શહેર અને ગામ, નર્મદા યોજના, આયુષ્માન ભારત, અમૃતમ યોજના, વગેરે યોજનાનો ચિતાર આપ્યો હતો અને જામનગર,ના તમામ ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જિતાડવા લોકોને અપીલ કરી હતી.'જનસંઘના સમયથી ચાંદી બજારના ચોકમાં સભાઓ થાય છે'

આ સભામાં જનમેદની સંબોધતાંને  પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું હતું કે, જનસંઘના સમયથી ચાંદી બજારના ચોકમાં સભાઓ થાય છે. આજની આ સભામાં લોકોની ઉપસ્થિતિ જોઇને એવું લાગે છે કે, જો થોડા દિવસ પહેલા આ સભા કરવામાં આવી હોત તો  કૉંગ્રેસના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવાની જ માંડી વાળત. સૌથી વધુ કૉંગ્રેસની ડિપોઝિટ જામનગરમાંથી ડુલ થવાનો  રેકોર્ડ બનાવવો છે.  વડાપ્રધાને વિકાસની નવી વ્યાખ્યા આપી છે. ગુજરાતમાં તેના પગલે વિકાસની કેડી  કંડારી છે. અન્ય રાજ્યો પણ પોતાના રાજ્યમાં  ગુજરાત જેવો વિકાસ કરવો છે તેમ કહે છે. તેમ કહી ગુજરાતના વિકાસ મોડલના  બે મોઢે વખાણ કરી રહ્યા છે આગામી ચૂંટણીમાં છઠ્ઠી વખત ભાજપ દ્વારા શાશન ધૂરા સંભાળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ સભામાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, શહેર  ભાજપ પ્રમુખ વિમલ કગથરા, ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Published by: Kaushal Pancholi
First published: February 14, 2021, 10:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading