ગુજરાતના આ કથાકારે MPમાં જઈ કળા કરી! મહિલાઓ દોડી પોલીસ સ્ટેશન, ભાવનગરથી થઈ ધરપકડ


Updated: May 19, 2022, 8:05 PM IST
ગુજરાતના આ કથાકારે MPમાં જઈ કળા કરી! મહિલાઓ દોડી પોલીસ સ્ટેશન, ભાવનગરથી થઈ ધરપકડ
છેતરપિંડી કેસમાં કથાકાર પ્રભુ મહારાજ ઉર્ફે અજીતસિંહ ચૌહાણની ધરપકડ

ગુજરાત (Gujarat) ના ભાવનગર (Bhavnagar) ના કથાકાર (Kathakar) પંડિત પ્રભુ મહારાજ (prabhu maharaj) ઉર્ફે અજિતસિંહ ચૌહાણે (ajitsinh chauhan) ફેબ્રુઆરી 2021માં ઈન્દોર (Indore) ના સૂર્યદેવ નગરમાં કથાનું આયોજન કર્યું હતું

  • Share this:
Fraud Kathakar : ઇન્દોર (Indore) ની 3 હજાર મહિલાઓ સાથે ભાવનગર (Bhavnagar) જિલ્લાના કથાકારે છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે તપાસ કરી હતી અને કથાકાર અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે. આ ઘટના સામે આવતા અનેક શ્રધ્ધાળુઓના હોશ ઉડી ગયા છે. આ મામલે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઈન્દોરની દ્વારકાપુરી પોલીસે શહેરની 3,000થી વધુ મહિલાઓને છેતરનાર ગઠિયાની ધરપકડ કરી છે. તેણે કથાના નામે 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. કથાકાર સામે મહિલાઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા કથાકારની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછમાં ઘણા ખુલાસા થવાની સંભાવના છે

3000 મહિલાઓ સાથે છેતરપીંડી

આ બનાવની વિગતો મુજબ ઈન્દોરના દ્વારકાપુરી પોલીસે કથા કહેવાના નામે મહિલાઓ સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરી ભાગી જનાર કથાકારની ધરપકડ કરી હતી. કથાકારનું નામ પ્રભુ મહારાજ ઉર્ફે અજીતસિંહ ચૌહાણ છે. તે ભાવનગર જિલ્લાના પોટાડા ગામનો રહેવાસી છે.

40 લાખની ઠગાઈ

પ્રભુ મહારાજ (prabhu maharaj) ઉર્ફે અજિતસિંહ ચૌહાણે (ajitsinh chauhan) ફેબ્રુઆરી 2021માં ઈન્દોરના સૂર્યદેવ નગરમાં કથાનું આયોજન કર્યું હતું. તેમાં તેણે જાહેરાત કરી હતી કે, ટૂંક સમયમાં જ હરિદ્વારમાં તેની બીજી કથા હશે. આ દરમિયાન હજારો મહિલાઓએ પંડિતજી પાસે 1000થી 5000ની રકમ જમા કરાવી હતી. મહિલાઓએ કથામાં જવા માટે ભાડુ અને ત્યાં રહેવાના પૈસા પણ ચૂકવ્યા હતા. આ રીતે કથાકાર પાસે કુલ 40 લાખ રૂપિયા એકઠા થયા હતા.આ પણ વાંચોઆગામી 11 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું ચિંતન: હવે BJP 20 કરશે મોટી સભા, જુઓ સંપૂર્ણ પ્લાન

કથાકાર ગુજરાતમાં ઝડપાયો

કથાકાર કથા કરે તે પહેલા કોરોના ફેલાઈ ગયો હતો. લોકડાઉન લાદી દેવાયું હતું. તેથી કથા થઈ નહોતી. ત્યારે મહિલાઓએ પ્રભુ મહારાજ પાસે પોતાના પૈસા પરત માંગ્યા હતા. પણ કથાકાર પૈસા આપવામાં આનાકાની કરવા લાગ્યા હતા. ત્યારબાદ મહિલાઓએ પોલીસનો આશરો લીધો હતો. મહિલાઓએ ફરિયાદ કરી તો પોલીસે તપાસ કરતાં ગુજરાતમાં કથાકાર મળી આવ્યા હતા અને તેમના કબજામાંથી લાખો રૂપિયા પણ મળી આવ્યા હતા. આ મામલે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
First published: May 19, 2022, 8:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading