Kutch: અબડાસાની ખેડૂતપુત્રી ઇઝરાયલમાંથી ખેતીનો કોર્સ કરી કચ્છને બનાવશે હરિયાળું


Updated: June 22, 2022, 12:31 AM IST
Kutch: અબડાસાની ખેડૂતપુત્રી ઇઝરાયલમાંથી ખેતીનો કોર્સ કરી કચ્છને બનાવશે હરિયાળું
અબડાસાના ખેડૂતની પુત્રી વિશ્વભરના 24 વિદ્યાર્થીઓમાંથી એક

ઇઝરાયલની મહાવિદ્યાલય દ્વારા સમર કોર્સ માટે સમગ્ર વિશ્વમાંથી 24 લોકોને પસંદ કરવામાં આવ્યા જેમાં કચ્છ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીને પસંદ કરવામાં આવી છે.

  • Share this:
Dhairya Gajara, Kutch: શિક્ષણ ક્ષેત્રે કચ્છ માટે અતિ મહત્વની એવી કચ્છ યુનિવર્સિટી (Kutch University) વખતે ને વખતે પોતાની સિદ્ધિઓથી કચ્છને વિશ્વ સ્તરે નામના અપાવે છે. યુનિવર્સિટીના દરેક વિભાગ દરરોજ કોઈને કોઈ નવી સિદ્ધિ હાંસલ કરી કચ્છને ગૌરવ અપાવે છે. ત્યારે હાલમાં જ યુનિવર્સિટીના પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન (Earth and Environment Science) વિભાગની વિદ્યાર્થિની ઇઝરાયેલની (Israel Summer Course) એક યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતરાષ્ટ્રીય સમર કોર્સ (International Summer Course)માટે વિશ્વભરમાંથી પસંદ થયેલા 24 વિદ્યાર્થીઓમાંથી એક બની છે.

ઇઝરાયેલના નેગેવની બે-ગુરિયન યુનિવર્સિટી દ્વારા જુલાઈ મહિનામાં “સસ્ટેનેબલ એગ્રીકલ્ચરલ સોલ્યુશન્સ" પર એક આંતરરાષ્ટ્રીય સમર કોર્સ યોજવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિશ્વભરમાંથી માત્ર 24 સહભાગીઓ પસંદ કરાયા છે જેમાંથી બે જ સ્કોલર ભારતના છે અને તે પૈકી એક કચ્છ યુનિવર્સિટીના પી.એચ.ડી. સ્કોલર મોનિકા શર્માની પસંદગી કરવામાં આવી છે.

મોનિકા શર્મા અબડાસાના એક ખેડૂતની પુત્રી છે. મોનિકાએ ખરેખર શુષ્ક પ્રદેશોની વાસ્તવિક ગ્રામીણ કૃષિ સમસ્યાઓ જોઈ છે અને ખેડૂતો દરરોજ જે મુશ્કેલીઓ અનુભવે તેનાથી વાકેફ છે. કાયમી સમસ્યાઓ નાબૂદ કરવાનું વિચારીને યુનિવર્સિટીના અર્થ અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગમાં ડો, સોરઠીયા અને ગાઇડ સંસ્થાના ડાયરેકટર ડૉ. વિજયકુમાર, ડૉ. કાર્તિકેયનના માર્ગદર્શન હેઠળ સંશોધન વિદ્યાર્થી તરીકે જોડાઈ હતી.

આ પણ વાંચો - Kutch: કચ્છ યુનિવર્સિટી અર્થશાસ્ત્ર વિભાગનું સંશોધન પત્ર પ્રતિષ્ઠિત અમેરિકી યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરાયું

આ કોર્સ વિદ્યાર્થીઓને મૂળભૂત અને અદ્યતન જ્ઞાન અને ટેકનોલોજી તેમજ વિશ્વભરમાં ખોરાક અને પાણીના ઉપયોગને સુધારવા માટે કૃષિ પદ્ધતિઓ સંબંધિત એક સંકલિત શૈક્ષણિક પરિપ્રેક્ષ્ય પ્રદાન કરશે. કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગના અધ્યક્ષ ડો. એમ.જી. ઠક્કરે મોનિકાના પ્રયાસ માટે પ્રોત્સાહન, મદદ અને શુભેચ્છા પાઠવી હતી તેમજ જણાવ્યું હતું કે, પશ્ચિમ કચ્છમાં પાણીની આત્યંતિક કટોકટી માટે મોનિકા ચોક્કસપણે તેની સાથે નવીનતમ વિશ્વગ્ર લાવશે. 25 અલગ અલગ લેકચરર આ આંતરરાષ્ટ્રીય સમર કોર્સમાં પોતાના એક્સપર્ટ તરીકે લેક્ચર આપશે.
Published by: kiran mehta
First published: June 22, 2022, 12:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading