ગોંડલ પોલીસ મથક સામે મહિલાએ કર્યું હતું અગ્નિસ્નાન, મરતા પહેલા જવાનને આપી હતી ચિઠ્ઠી


Updated: April 26, 2021, 10:28 AM IST
ગોંડલ પોલીસ મથક સામે મહિલાએ કર્યું હતું અગ્નિસ્નાન, મરતા પહેલા જવાનને આપી હતી ચિઠ્ઠી
પ્રતીકાત્મક તસવીર

પાડોશીઓએ કંચનબેન અને તેના પતિ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરાવ્યો હતો. જે બાબતે તેમને ત્રણ મહિનાનો જેલવાસ પણ થયો હતો

  • Share this:
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પટાંગણમાં ગત શુક્રવારે સવારે કંચનબેન જયંતીભાઈ ગોહેલ નામની મહિલાએ અગ્નિસ્નાન કરી લીધું હતું. ત્યારે સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજયું છે. અગ્નિસ્નાન પૂર્વે કંચનબેન નામની મહિલાએ ફરજ પર હાજર રહેલા જવાનને એક ચિઠ્ઠી પણ આપી હતી.

ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન શુક્રવારના રોજ બંધીયા ગામના કંચનબેન જયંતીભાઈ ગોહેલ નામની મહિલાએ અગ્નિ સ્નાન કર્યું હતું. અગ્નિસ્નાનનો બનાવ સામે આવતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર મહિલા પોલીસ સહિતનો કાફલો બહાર દોડી આવ્યો હતો. પોલીસ અધિકારીઓને જવાનોએ આગ બુઝાવી હતી અને ત્યાર બાદ સારવાર અર્થે મહિલાને ગોંડલ હૉસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા બર્ન્સ વિભાગમાં કંચનબેન પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.

Ground Report: અમદાવાદમાં કોરોના દર્દીઓનાં સરકારી આંકડા અને ઓક્સિજનની માંગ વચ્ચે છે મોટો તફાવત

વર્ષ 2014માં કંચનબેન અને તેના પતિને પાડોશમાં રહેતા કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. જે બાબતે પાડોશીઓએ કંચનબેન અને તેના પતિ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરાવ્યો હતો. જે બાબતે તેમને ત્રણ મહિનાનો જેલવાસ પણ થયો હતો. ત્યારે કંચન બેન એક સપ્તાહ પૂર્વે જેલમાંથી છૂટ્યા બાદ પણ પાડોશના લોકો તેમને મેણાં ટોણાં મારતા હોય જેના કારણે તેમને લાગી આવતાં તેમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં જઈ અગ્નિ સ્નાન કરવાની ફરજ પડી હતી.

મોટી આફત ટળી! સુરતમાં કોવિડ હૉસ્પિટલના ICUમાં આગ લાગતા 10 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા

ત્યારે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા આપઘાતની ફરજ પાડનાર 11 જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે પૈકી અત્યાર સુધીમાં 7 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે કે 4 જેટલા શખ્સોની શોધખોળ હજુ પણ ચાલુ છે.ત્યારે પોલીસ સૂત્રોનું માનીએ તો ઝડપાયેલા આરોપીઓના RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમની વિધિવત ધરપકડ કરવામાં આવશે. તેમજ ગુનાના કામે સાંયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવશે તેમજ આડોશ પાડોશના લોકોના નિવેદન પણ નોંધવામાં આવશે.
Published by: Kaushal Pancholi
First published: April 26, 2021, 10:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading