બારડોલી: નેશનલ હાઇવે પર ધાડપાડું ગેંગ ત્રાટકી અને પોલીસ પણ પહોંચી, પછી થઇ જોવા જેવી
Updated: June 19, 2022, 5:04 PM IST
પોલીસને જોઈ ચાર જેટલા લોકો અલગ-અલગ ત્રણ બાઈક પર ફરાર થઇ ગયા હતા
આ કેસમાં કામરેજ પોલીસ અન્ય આરોપીને પકડવા તનતોડ મેહનત કરી રહી છે, જો પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો હાઈવે પર થયેલી અનેક ધાડના ગુના ઉકેલાઈ જવાની શક્યતા છે. હાલ તો કામરેજ પોલીસે ધાડપાડુ ગેંગનાં એક આરોપી ઝડપી વધુ પૂછપરછ કરી અન્ય ત્રણ જેટલા ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
કેતન પટેલ, બારડોલી: કામરેજ (Kamrej Village) નેશનલ હાઈવે 48 (National Highway 48)ને અડીને આવેલું ગામ છે અને આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધાડ પડતી હોવાની ઘટનાઓ બની રહી હતી, જેને લઇ પોલીસ (Kamrej Police) પણ સાબદી થઇ હતી. જોકે ગઈકાલે કામરેજ પોલીસ હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગ (Police Patrolling)માં હતી તે દરમ્યાન નવી પારડી ગામ (Paradi Village)ની સીમમાં હોટેલ રાજ સામે ટ્રક ચાલક સાથે કંઇક અજુગતું થઇ રહ્યું હોવાનું પોલીસની ટીમને જણાતા પોલીસે ટ્રક નજીક ધસી ગઈ હતી.
જોકે પોલીસને જોઈ ચાર જેટલા લોકો અલગ-અલગ ત્રણ બાઈક પર ફરાર થઇ ગયા હતા, જ્યારે ટ્રકની અંદર ડ્રાઈવર સાથે મારપીટ કરી રહેલો એક ઇસમ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે આ ધાડપાડુ ગેંગના એક ઇસમને ઝડપી પાડી પૂછપરછ કરતા ટ્રક ચાલકને લુટી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. ઝડપાયેલા આરોપી રોહિત વસાવાની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી.
આ પણ વાંચો- પીએમ મોદીના મિત્ર 'અબ્બાસ'નું વડનગરમાં છે ઘરઝડપાયેલા આરોપી રોહિત વસાવા તેમજ અન્ય ચાર આરોપી રોહિત જોગરાણા, મેહુલ ડાંગર, દીપક રાઠોડ તેમજ ચાકો ભરવાડ હાઈવે પરથી પસાર થઇ પશુ ભરેલી ટ્રકોને નિશાન બનાવતા અને જબરજસ્તી રોકતા હતા અને ટ્રક ચાલક તેમજ ક્લીનરને છરા તેમજ અન્ય હથિયાર બતાવી ધાડ કરી ફરાર થઇ જતા હતા. જોકે ગઈકાલે કામરેજ પોલીસની સતર્કતાના કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો અને એક આરોપી પણ ઝડપાઈ ચુક્યો છે.
આ પણ વાંચો- ઘરમાં પડેલા બે લાખ રૂપિયાની લાલચમાં પુત્રએ ગળું કાપી માતાની હત્યા કરી નાંખી
હાલમાં આ કેસમાં કામરેજ પોલીસ અન્ય આરોપીને પકડવા તનતોડ મેહનત કરી રહી છે, જો પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો હાઈવે પર થયેલી અનેક ધાડના ગુના ઉકેલાઈ જવાની શક્યતા છે. હાલ તો કામરેજ પોલીસે ધાડપાડુ ગેંગનાં એક આરોપી ઝડપી વધુ પૂછપરછ કરી અન્ય ત્રણ જેટલા ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:
rakesh parmar
First published:
June 19, 2022, 5:04 PM IST