રાજકોટ : દુકાન માલિકે દુકાનનું શટર , CCTV બંધ કરી સગીરાને અડપલા કરી બીભત્સ માંગણી કરી


Updated: August 23, 2021, 11:04 PM IST
રાજકોટ : દુકાન માલિકે દુકાનનું શટર , CCTV બંધ કરી સગીરાને અડપલા કરી બીભત્સ માંગણી કરી
રાજકોટ : દુકાન માલિકે દુકાનનું શટર , CCTV બંધ કરી સગીરાને અડપલા કરી બીભત્સ માંગણી કરી

Rajkot news- પંદર વર્ષીય સગીરાને દુકાનના માલિકે તું કેમ રેગ્યુલર બેસવા નથી આવતી કહી અડપલા કરી બીભત્સ માંગણી

  • Share this:
રાજકોટ : રાજકોટ શહેરમાં (Rajkot) બેશરમીની હદ વટાવતો ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. પ્રોવિઝન સ્ટોરમાં ખીરુ લેવા ગયેલી પંદર વર્ષીય સગીરાને દુકાનના માલિકે તું કેમ રેગ્યુલર બેસવા નથી આવતી કહી અડપલા કરી બીભત્સ માંગણી કરી ( molested Sagira In Rajkot )હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઇ છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં (University Police Station) આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ 354(ક) તેમજ પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસે પણ પોતાની પૌત્રીની ઉંમરની દીકરી સાથે શારીરિક અડપલા કરનારને કાયદાનું ભાન કરાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાણાવટી ચોક પાસે સદગુરુ કોમ્પ્લેક્સમાં પટેલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં ખીરું લેવા ગયેલી દીકરી સાથે દુકાન માલિકે શારીરિક અડપલા કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ પણ વાંચો - અમદાવાદ : કાળુ કામ કરનારો કાળિયો પકડાયો, ચાર વર્ષની બાળકી સાથે કર્યું હતું ગંદુ કામ

સમગ્ર મામલે પીડિતાની માતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, રક્ષાબંધનના તહેવારની સાંજે મારી સગીર વયની દીકરી ઘર નજીક નાણાવટી ચોકમાં આવેલા સદગુરુ કોમ્પ્લેક્સમાં પટેલ પ્રોવિઝન સ્ટોરમાં ઢોસા બનાવવા માટેનું ખીરૂ લેવા ગઈ હતી. પરંતુ ખીરું લીધા વગર જ મારી દીકરી રડતા રડતા ઘરે આવતા મેં તેને ફરી ખીરું લેવા જવા કહ્યું હતું. મારી દીકરી દુકાને જવા તૈયાર નહોતી. મેં મારી દીકરીને ન જવા માટેનું કારણ પૂછતાં તેણે કહ્યું હતું કે તે અંકલ બહુ જ ખરાબ છે.

આ પણ વાંચો - નિવૃત્તિ સુધીમાં 23 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવા માટે દર મહિને કેટલું રોકાણ કરવું પડે? અહી જાણોમારી પુત્રી ખીરુ લેવા ગઈ ત્યારે પટેલ પ્રોવિઝન સ્ટોરના માલિક રીપલ ભાઈએ મારી દીકરીને તું હમણાં રેગ્યુલર બેસવા કેમ નથી આવતી કહીને દુકાનની અંદર તેને ખેંચી હતી. ત્યારબાદ દુકાનનું શટર બંધ કરીને સીસીટીવી પણ બંધ કરી દીધા હતા. મારી પુત્રીને બંધ કરીને તેઓએ શારીરિક અડપલાં પણ કર્યા હતા તો સાથે જ તેની પાસે બીભત્સ પ્રકારની માંગણી પણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીને પણ સંતાનમાં સગીર વયની એક દીકરી સાથે બે સંતાનોનો પિતા હોવાનું પણ સામે આવ્યું છે.
Published by: Ashish Goyal
First published: August 23, 2021, 10:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading