રાજકોટ : દુકાનોમાં વેપારી કે ગ્રાહક માસ્ક વગર જોવા મળશે તો 7 દિવસ માટે દુકાન સીલ કરાશે


Updated: April 17, 2021, 4:09 PM IST
રાજકોટ : દુકાનોમાં વેપારી કે ગ્રાહક માસ્ક વગર જોવા મળશે તો 7 દિવસ માટે દુકાન સીલ કરાશે
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરાશે

  • Share this:
રાજકોટ : માસ્ક વગરના ગ્રાહકને માલ વેચતા વેપારી જોવા મળશે કે વેપારી માસ્ક વગર દેખાશે કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયાનું જણાશે તો વ્યવસાયિક એકમ સાત દિવસ માટે સીલ કરાશે. રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરાશે તેવી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જાહેરાત કરી છે.

રાજકોટ શહેરને કોરોના સંક્રમણથી બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા વ્યવસાયિક એકમના સ્થળોએ ફરજીયાત માસ્કનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આવશ્યક પગલાં લેવામાં આવશે. વ્યવસાયિક એકમો કે જ્યાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્ક પહેરે તે ખુબ જ જરૂરી છે અન્યથા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાની દહેશત રહે છે. આ બાબતને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગમાં રહેશે.

આ પણ વાંચો - સુરત : ભાઠેના વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, ફક્ત 100 રૂપિયાની લેતી-દેતીમાં યુવકની હત્યા

આ ચેકિંગ દરમ્યાન જો વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા દેખાશે કે પોતે પણ માસ્ક નહી પહેર્યું હોય અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવેલ નહીં હોય તો જે-તે વ્યવસાયિક એકમ સાત દિવસ સુધી સીલ કરી દેવાની કાર્યવાહી મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મહત્વનું છે કે જે રીતે રાજકોટની બજારોમાં હજુ પણ ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેને જોતાં આખરે મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિર્ણય લેવાની ફરજ પડી છે રાજકોટની સોનીબજાર, ગુંદાવાળી સહિતની બજારોમાં હજુ પણ લોકો ખરીદી કરવા માટે નીકળી રહ્યા છે અને ભારે ભીડ પણ જોવા મળે છે. ઘણા બધા લોકો પણ હજુ માસ્ક પહેર્યા વગર જ નીકળી પડ્યા છે તો બીજી તરફ ઘણા બધા દુકાનદારો પણ માસ્ક પહેરતા નથી. ત્યારે હવે મનપા દ્વારા કડક પગલાં લેવામાં આવશે અને આવા દુકાનદારો કે જે નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમની સાત દિવસ માટે દુકાનો બંધ કરાવી દેવામાં આવશે.
Published by: Ashish Goyal
First published: April 17, 2021, 4:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading