ભીખ માંગવાના બહાને સુરત આવી લૂંટ કરતી મહારાષ્ટ્રની પારધી ગેંગનાં બે શખ્સો ઝડપાયા


Updated: April 20, 2021, 1:40 PM IST
ભીખ માંગવાના બહાને સુરત આવી લૂંટ કરતી મહારાષ્ટ્રની પારધી ગેંગનાં બે શખ્સો ઝડપાયા
લૂંટ કરતી પારધી ગેગનો સૂત્રધાર રાજ ઉફે બબલુ શેનફ્ડ શીદે અને તેનો સાગરિત રાહુલ રવિ ભોસલે અહીં પરિવાર સાથે ભીખ માંગવાના બહાને આવ્યા છે.

લૂંટ કરતી પારધી ગેગનો સૂત્રધાર રાજ ઉફે બબલુ શેનફ્ડ શીદે અને તેનો સાગરિત રાહુલ રવિ ભોસલે અહીં પરિવાર સાથે ભીખ માંગવાના બહાને આવ્યા છે.

  • Share this:
સુરતમાં પરિવાર સાથે ભીખ માંગવાના બહાને લુંટ કરવા આવેલા બેને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બંને સુરતમાં 22 દિવસ પહેલાં પરિવાર સાથે ભીખ માગવાના બહાને આવ્યા હતા અને સુરતમાં પણ લૂંટ કરવાના ઇરાદે ભિખારીના સ્વાંગમાં રેકી કરી ચૂક્યાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત આ બંને મહારાષ્ટ્રની ખુખાર ગેગ સાથે પણ સંકળાયેલા છે. વર્ષ 2020માં તેઓના સાગરીતો દ્વારા પોલીસ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ પણ થયો હતો.

સુરતમાં સતત વધી રહેલી લુંટની ઘટનાના પગલે sog પોલીસ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે અણુવ્રત દ્વારા નજીક ઓવરબિજ નીચેથી બે ઇસમોને ઝડપી લીધા હતા. મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લાના લાણી લવ્હાવી ગામનાં વતની લૂંટ કરતી પારધી ગેગનો સૂત્રધાર રાજ ઉફે બબલુ શેનફ્ડ શીદે(ઉ.વ.૨ ૭) અને તેનો સાગરિત રાહુલ રવિ ભોસલે(ઉ.વ.૨૫) અહીં ગત ર૮મીથી પરિવાર સાથે ભીખ માગવાના બહાને આવ્યા છે.

વડોદરામાં કોરોનાના વધતા કહેર વચ્ચે પવિત્ર રમઝાન મહિનામાં મસ્જિદને કોવિડ સેન્ટરમાં ફેરવાઇ

રાજ વિરૂદ્ધ ધાડ લૂંટના ગુનાઓ મહારાષ્ટ્રના જલગાંવ, અકોલા જિલ્લામાં નોંધાયા છે. સુરતમાં પણ તેઓ ભિખારીનો સ્વાંગ રચી રેકી કરી ચૂક્યા હોવાની માહિતી એ.એસ.આઇ. ઇમ્તીયાઝ અને હેડ કોન્સ્ટેબલ જગદીશને મળી હતી. અહીં મચેલી ભાગદોડ વચ્ચે બંનેને ઝડપી લેવાયા હતા. આ બંને ઈસમો મહારાષ્ટ્રમાં ખેતરમાં મકાન બાંધીને રહેતાં અથવા તો અવાવરૂં રસ્તા ઉપરથી પસાર થતાં રાહદારીને લૂટી લેતી ખૂંખાર પારધી ગેગના સૂત્રધાર છે અને મહારાષ્ટ્રના અકાોલા અને જલગાંવ જિલ્લામાં ધાડમાં વોન્ટેડ તથા બુલડાણામાં એલ.સી.બી. પોલીસ ઉપર હુમલાની ઘટનામાં પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું.

કોરોનાના કપરા કાળમાં રુપિયા ખંખેરવાને બદલે જામનગરનાં ડૉક્ટરે શરૂ કરી સેવા, બે અઠવાડિયા વિનામૂલ્યે કરશે OPD
૨૦૨૦ની શરૂઆતમાં બુલડાણા એલસીબીની ટીમ તેને પકડવા ગઇ હતી ત્યારે ગામમાં રહેતા તેમના સાગરિતોએ પોલીસ ઉપર હુમલો કરી દીધો હતો અને તેને છોડાવી ગયા હતા આ હૂમલો ઘણો ચકચારી બન્યો હતો. પોલીસ ઉપર હુમલાનો વીડિયો પણ વાયરલ થયો હતો. બુલડાણા એલ સીબી પોલીસને માહિતગાર કરવામાં આવતા સબ ઇન્સપેક્ટર નિલેશ શેળ્કે સહિતની ટીમ સુરત આવી પહોંચી હતી અને બને આરોપીઓનો કબજો મેળવ્યો હતો.
Published by: Kaushal Pancholi
First published: April 20, 2021, 1:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading