રાજકોટ: TMT ગ્રુપ પર દરોડામાં 30 કરોડની ખોટી વેરાશાખ મળી, ચાલુ તપાસે ડાયરેક્ટરને થયો છાતીમાં દુખાવો

News18 Gujarati
Updated: November 22, 2021, 11:18 AM IST
રાજકોટ: TMT ગ્રુપ પર દરોડામાં 30 કરોડની ખોટી વેરાશાખ મળી, ચાલુ તપાસે ડાયરેક્ટરને થયો છાતીમાં દુખાવો
GST વિભાગે સિલીંગની પણ કામગીરી કરી

Rajkot News: દરોડાની આ કાર્યવાહીમાં ઉત્કર્ષ ગ્રુપનાં ચાર્ટડ એકાઉન્ટન્ટ હિમાંશુ ચોમલને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી.

  • Share this:
રાજકોટ: ભાવનગરમાં બહાર આવેલા કરોડોનાં બોગસ બિલીંગ કૌભાંડનાં પગલે સ્ટેટ જીએસટીની ટીમે રાજકોટ અને બામણબોરમાં ટીએમટી બાર્સ ઉત્પાદક ઉત્કર્ષ ગ્રુપની ફેકટરી અને ડિરેકટરોનાં રહેણાંક સહિતના સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી છે. રાજકોટમાં ઉત્કર્ષ TMT ગ્રુપ પર સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં TMT ગ્રુપ પાસે રૂપિયા 30 કરોડની ખોટી વેરાશાખ મળી હોવાનું સામે આવ્યુ છે. શહેરના ઇન્ગોટ્સ અને TMT બાર્સ ગ્રુપના ડાયરેક્ટરના નિવાસસ્થાન સહિત 11 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડાની કાર્યવાહી દરમિયાન જ ઉત્કર્ષ ગ્રુપના ડાયરેક્ટર નિરજ જયદેવ આર્યાને છાતીમાં દુખાવો થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ GST વિભાગે સિલીંગની પણ કામગીરી કરી હોવાનું સામે આવ્યું છે.

ગ્રુપનાં ચાર્ટડ એકાઉન્ટન્ટ હિમાંશુ ચોમલને ત્યાં પણ તપાસ

મહત્ત્વનું છે કે, ભાવનગરમાં બોગસ પેઢીઓ ઉભી કરી કરોડો રૂપિયાનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું હતુ. આ કેસમાં અફઝલ સવજાણી અને એક મહિલા સહિત કેટલાક શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટા ખુલાસા થયા હતા. તેને પગલે, રાજકોટ, બામણબોરમાં આવેલી ઉત્કર્ષ ગ્રુપની સંડોવણી બહાર આવી હતી જેના પગલે સ્ટેટ જીએસટીની અમદાવાદથી ટીમે તારીખ 19મીએ ઉત્કર્ષ ગ્રુપ સાથે જોડાયેલી કંપનીઓની રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ, જીઆઈડીસી બામણબોર, યુનિ.રોડ રાજકોટ, રૈયા રોડ અને સરકિટ હાઉસ નજીકનાં રહેઠાણ, રાજકોટ, ચાંદખેડા, સટેલાઈટ અમદાવાદ સહિત દસ સ્થળોએ દરોડા પાડયા હતા. દરોડાની આ કાર્યવાહીમાં ઉત્કર્ષ ગ્રુપનાં ચાર્ટડ એકાઉન્ટન્ટ હિમાંશુ ચોમલને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

30 કરોડની ખોટી વેરાશાખ મળી

તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ હિસાબી ડોક્યુમેન્ટ્સ તથા ઉત્કર્ષ ગ્રુપ દ્રારા આશરે રૂ. 30 કરોડ અને આર્યા મેટાકાસ્ટ કંપની દ્રારા આશરે રૂ. 2 કરોડની ખોટી વેરાશાખ લેવામાં આવી હોવાનું બહાર આવ્યુ છે.

ડાયરેક્ટરને થયો છાતીમાં દુખાવો

સ્ટેટ જીએસટીએ દરોડાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન ઉત્કર્ષ ગ્રુપનાં મુખ્ય કર્તાહર્તા નિરજ જયદેવ આર્યાને છાતીમાં એકાએક દુખાવો શરૂ થયો હતો. આ અંગેની ફરિયાદ જીએસટી વિભાગનાં અધિકારીને કરતા અધિકારીએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને નિરજ આર્યાને રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
Published by: Kaushal Pancholi
First published: November 22, 2021, 11:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading