રાજકોટ : પત્નીએ પ્રેમી સાથે મળીને પતિ કિશોર રાદડિયાની હત્યાનો પ્લાન બનાવ્યો, પછી આવ્યો ટ્વિસ્ટ


Updated: November 14, 2021, 11:05 PM IST
રાજકોટ : પત્નીએ પ્રેમી સાથે મળીને પતિ કિશોર રાદડિયાની હત્યાનો પ્લાન બનાવ્યો, પછી આવ્યો ટ્વિસ્ટ
આખી ઘટના પ્રેમ પ્રકરણની છે (પ્રતિકાત્મક તસવીર)

Rajkot news- કિશોર રાદડિયાની પત્ની હિનાને આશિષ સાકરિયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો

  • Share this:
મુનાફ બકાલી, ધોરાજી : રાજકોટ જિલ્લાના (Rajkot district)વીરપૂરના (Virpur)મેવાસામાં પ્રેમિકાએ તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યાનો પ્રયાસ (Attempted murder)કર્યો છે. હવે બંને પ્રેમી પંખીડા જેલમાં હવા ખાઈ રહ્યા છે. વીરપુર તાલુકાના મેવાસા ગામમાં ગત તારીખ 11 ના રોજ ગામમાં રહેતા કિશોર ધીરુભાઈ રાદડિયા (ઉંમર-34) તેના ઘરે બપોરે સુતા હતા. ત્યારે જામકંડોરણાના મોટા ભાદરા ગામનો રહેવાસી આશિષ અરવિંદભાઈ સાકરિયા અને તેનો મિત્ર પ્રતીક વિરડીયા તેના ઘરે આવ્યા હતા અને કિશોરની પત્ની હિના સાથે મળીને કિશોરના હાથ પગે બાંધીને ગળું દબાવીને મારવાનો પ્રયાસ કરતા હતા. કિશોરને મારીને પંખા સાથે લટકાવી દેવાની વાત કરતા હતા.

જોકે હિનાનો પતિ કિશોર ગમે તેમ કરીને ઘરમાંથી બહાર આવીને બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને હુમલાખોર આશિષ અને પ્રતીકને પકડીને તેને માર માર્યો હતો જેમાં આશિષ ઇજાગ્રસ્ત થયો હતો. ગામના લોકોએ પોલીસને જાણ કરીને હિના, આશિષ અને પ્રતિકને પોલીસ હવાલે કર્યા હતા.

આખી ઘટના પ્રેમ પ્રકરણની છે. રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકાના મેવાસા ગામે રહેતા કિશોર રાદડિયાની પત્ની હિનાને જામકંડોરણા તાલુકા ના મોટા ભાદરા ગામે રહેતા આશિષ સાકરિયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તે સતત મોબાઈલમાં વોટ્સએપ ઉપર મેસેજ કરતા રહેતા હતા. જેની જાણ હિનાના પતિ અને તેના કુટુંબીઓને થતા તેમણે આશિષને મેવાસા બોલાવીને સમજાવ્યો હતો કે તું શા માટે બીજાનું ઘર ભાગવા ઉભો થયો છો, તું આ સંબંધ તોડી નાખ અને અહીં બધું સમાપ્ત કર.

આ પણ વાંચો - 6 મહિનામાં સગીરા સાથે 400 લોકોએ કર્યો બળાત્કાર, પોલીસકર્મી પણ સામેલ, ગર્ભવતી થઇ પીડિતા

આશિષને મેવાસા બોલાવ્યો હતો અને બંનેને સમજાવ્યા હતા. સમજાવવાની વાત બંનેને ગમી ન હતી. જેનો બંનેને ખાર હતો. જેને લઈએને હિનાએ આશિષને મેસેજ કરીને બપોરના સમયે મેવાસા બોલાવ્યો હતો અને સમગ્ર પ્લાન કર્યો હતો. જેમાં હિનાએ આશિષ ને કહ્યું કે હું કિશોરના પગ પકડી રાખીશ અને તું ગળું દબાવીને મારી નાખજે પછી કિશોરને ચૂંદડીથી ગળે બાંધીને તેને પંખે લટકાવી દેશું.

કિશોરને મારી નાખવાનો પ્લાન કિશોરની પત્ની હિનાએ ઘડીને તેના પ્રેમી આશિષને બોલાવ્યો હતો. જોકે હિના અને આશિષ તેના પ્લાનમાં સફળ થયા ન હતા અને પાડોશીના હાથે પકડાઈ ગયા હતા. હાલ તો હિના તેનો પ્રેમી આશિષ અને તેમને સાથ આપનાર પ્રતીક વિરડીયા હત્યાના પ્રયાસમાં જેલની હવા ખાઈ રહ્યાં છે.
Published by: Ashish Goyal
First published: November 14, 2021, 11:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading