અમદાવાદ : 12.92 લાખની ચીલ ઝડપનો CCTV Video, આંખના પલકારામાં 'સમડી'એ થેલો ઝૂંટવી લીધો


Updated: August 8, 2021, 6:43 PM IST
અમદાવાદ : 12.92 લાખની ચીલ ઝડપનો CCTV Video, આંખના પલકારામાં 'સમડી'એ થેલો ઝૂંટવી લીધો
બાપુનગરમાં સમડીઓએ ખેલ પાડ્યો આંખના પલકારામાં 12.92 લાખની ચીલ ઝડપ

Ahmedabad News : આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ ને આવેલ વ્યક્તિ ઓફીસના પાર્કિંગ માં એક્ટિવા પાર્ક કરે તે સમયે આ ઘટના બની જુઓ વીડિયો

  • Share this:
અમદાવાદ : પૂર્વ વિસ્તારમાં (Ahmedabad East) ગુનેગારો (Criminals) બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક હત્યાના બનાવ બાદ હવે લાખ્ખોની ચીલ ઝડપનો (Cash Snatching) બનાવ સામે આવે છે. કારખાનાંની ઉઘરાણીના રૂપિયા આંગડિયા પેઢીમાંથી લઈ ને ઓફીસ પહોંચતા જ કર્મચારીના હાથ માંથી બેગ છીનવી ગઠિયાઓ ફરાર થઈ ગયા છે.  કુલ 12.92 લાખની માતબર રમકની ચીલ ઝડપ (Cash Snatching) સીસીટીવી વીડિયો (CCTV Video)માં કેદ થઈ જવા પામી છે. પૈસાનો થેલો કાઢીને લોક કરી રહેલો માણસ કઈ પણ સમજે તે પહેલાં જ સમડીઓ થેલો ઝૂંટવી અને ફરાર થઈ ગઈ છે.

ચકચારી બનાવની વિગતો એવી છે કે અમદાવાદ શહેરના
બાપુનગરમાં (Bapunagar) આવેલ મણીયારી ગલીમાં આવેલ ઈરાની એન્ટરપ્રાઇઝ લિમિટેડ નામના કારખાનામાં નોકરી કરતા અવિનાશ નાઈક ગઇકાલે મોડી સાંજે તેમના મેનેજરના કહ્યા પ્રમાણે બાપુનગર આંગડિયા બજારમાં આવેલ એન.આર. આંગડિયા પેઢીમાંથી રૂપિયા 2 લાખ 92 હજાર અને રમેશ કાંતિલાલ આંગડિયા પેઢીમાંથી રૂપિયા 10 લાખ એમ કુલ 12 લાખ 92 હજાર (12.92 Lakhs Cash) રૂપિયા ભરેલી બેગ એક્ટિવા ની ડેકીમાં મૂકીને કારખાના પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો : સુરત : બ્રેઇન ડેડ રત્નકલાકારે મરતાં મરતાં ચાર જિંદગી બચાવી, 2 કલાક 40 મિનિટમાં ચેન્નાઇ ફેફસા પહોંચાડી પ્રત્યાર્પણ કરાયું

જ્યાં રૂપિયા ભરેલી બેગ ડેકી માંથી કાઢીને એક્ટિવા ના હૂકમાં ભરવેલ દવાની કોથળી લેવા માટે ગયા હતા.  એટલામાં એક મોટર સાયકલ પર બે ઈસમો આવ્યા હતા. અને તેમના એક્ટિવાથી ત્રીસેક મીટર દૂર એક ઈસમ મોટર સાયકલ પર બેસી રહ્યો જ્યારે બીજો ઇસમ આવીને ફરિયાદીના હાથમાંથી રૂપિયા ભરેલ બેગ છીનવીને પલાયન થઈ ગયા હતા.સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા માટે ના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયેલી જોવા મળી છે.

આ પણ વાંચો : પાલનપુર : સર્કિટ હાઉસના કથિત Viral Video અને Photos મુદ્દે પરબત પટેલે આપ્યું નિવેદન, આક્ષેપો ફગાવ્યા

જો કે નવાઈની વાત તો એ છે કે છેલ્લા એક મહિના માં પૂર્વ વિસ્તારમાં હત્યા ના 8 જેટલા બનાવો પણ બનવા પામ્યા છે. અને હવે લાખ્ખોની ચીલ ઝડપ ક્યાંકને ક્યાંક પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત કરી રહ્યા છે. પોલીસ વિવિધ ટીમ બનાવીને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટલિજન્સના આધારે આ કેસની તપાસ કરી રહી છે આગામી દિવસોમાં આ કેસમાં કેવી રીતે સફળતા મળે છે તેના પર સૌની નજર રહેશે.
Published by: Jay Mishra
First published: August 8, 2021, 6:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading