સાચવજો! બજારમાં ફરતી થઇ છે નકલી બે હજારની ચલણી નોટો, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આ રીતે કર્યો પર્દાફાશ

News18 Gujarati
Updated: May 24, 2022, 9:29 AM IST
સાચવજો! બજારમાં ફરતી થઇ છે નકલી બે હજારની ચલણી નોટો, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આ રીતે કર્યો પર્દાફાશ
આ વસ્તુઓને વેચીને અસલી પૈસા લઇને તેનાથી જ બીટકોઇનની ખરીદી કરવામાં આવતી હતી.

Ahmedabad News: ઝડપાયેલ આરોપી દીલિપે પૂછપરછમાં આપેલી માહિતીને આધારે જાણવા મળ્યું છે કે, લાખ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપી ને 10 હજાર રૂપિયા મળતા હતા.

  • Share this:
અમદાવાદ: હાલ રાજ્યમાં બે હજારની નકલી (fake two thousand notes) ચલણી નોટો ફેરવવાનું કૌભાંડ (fake currency scam) ઝડપાયું છે. જેમાં 42 નોટો બેંકમા પહોચી ગઈ અને બેંકના કેશિયરને જાણ પણ ન થઈ હોવાનું ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે. આ સાથે આવી જ કુલ 98 નોટો કબ્જે કરી પોરબંદરના (Porbandar) યુવકની ધરપકડ કરી છે. જોકે, માસ્ટર માઇન્ડ હજી ફરાર છે. આ કેસમાં માનવામાં આવે છે કે, નકલી ચલણી નોટો પાકિસ્તાનમાં (fake currency from Pakistan) છપાયેલી છે. આ ચલણી નોટોથી મોબાઇલ ફોન, ગોલ્ડ સહિતની મોંઘી વસ્તુની ખરીદી યુવકોને સારા કમિશનની લાલચ આપીને આ કૌભાંડ ચલાવવામાં આવતું હતુ. આ વસ્તુઓને વેચીને અસલી પૈસા લઇને તેનાથી જ બીટકોઇનની (fake notes to bitcoin) ખરીદી કરવામાં આવતી હતી.

કૌભાંડમાં વિદ્યાર્થીઓને આ રીતે ફસાવતા હતા

આ કૌભાંડમાં અન્ય એક ચોંકાવનારી બાબત એ છે કે, ઓનલાઇન એપ્લિકેશનથી વિદ્યાર્થીઓને સર્વિસ બોય તરીકે રાખીને નકલી ચલણી નોટો કુરિયર અથવા ઓનલાઇન પોર્ટર દ્વારા મોકલવામાં આવતી હતી. આ આખું ષડયંત્ર ફોન પર જ ચાલતું હતુ. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ હજી આ કૌભાંડના મુખ્ય સૂત્રધારને શોધી રહી છે.

છેલ્લા 6 મહિનાથી બનાવટી નોટોને બજારમાં ફરતું કરવાનુ નેટવર્ક ચાલતુ હતુ


નકલી નોટોથી કિંમતી વસ્તુઓ ખરીદતા

અમદાવાદ ક્રાઇમબ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ દિલીપ કેશવાલા છે. જે એન્જીનીયરીંગનો વિદ્યાર્થી છે. દિલીપ પાસેથી 2000ના દરની 56 બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. તે અગાઉ તેણે 42 બનાવટી નોટોની મદદથી મોબાઇલ ફોન અને સોનું ખરીદ્યા હોવાનુ સામે આવ્યુ છે. જે 42 નોટો બેંકમાંથી ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરી છે. એટલે કે, કુલ 1.96 લાખની બનાવટી નોટો અલગ અલગ જગ્યાએથી કબ્જે કરી છે. પોલીસ તપાસમા સામે આવ્યુ કે, આ તમામ નોટો હાઈ ક્વોલિટીની છે. મોટા ભાગનાં સિક્યુરિટી ફિચર્સ પણ છે. જેને લઈ આ નોટોનું પાકિસ્તાન કનેક્શન હોવાની શંકા વ્યક્ત કરવામા આવી છે.ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડર કંપનીથી આખું કૌભાંડ ચલાવતા

2000ની નકલી નોટો બજારમાં ફરતી કરવા માટે સૂત્રધારે ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડર કંપની ઉભી કરી હતી. જેમાં તે કોલેજમાં અભ્યાસ કરતા યુવકોને નોકરીમાં રાખીને ફસાવતો હતો. ઓનલાઇન પોર્ટર કે કુરિયરની નોટો મોકલી બજારમાં ફરતી કરતા હતા.

લાખ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરીને 10 હજાર મળતા

આ કૌભાંડમાં બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપીએ ડમી સીમકાર્ડની મદદથી ઓનલાઈન સર્વિસના બહાને સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવવામા આવતું હતુ. તે ગ્રુપમાં રહેલા સભ્યોને પાર્સલમાં બનાવટી નોટો મોકલવામાં આવતી. તે નોટોના આધારે મોંઘા મોબાઇલ અને સોનું ખરીદવામાં આવતુ હતુ. બાદમાં સસ્તી કિંમતે આ વસ્તુ વેચી દઈ અસલી નોટો આંગડિયા પેઢીમાં અને ત્યાંથી બિટકોઈનના સ્વરૂપમાં વોલેટમાં મોકલવામાં આવતા હતા.



આ નાંણાં ક્યાંથી ક્યાં જતા હતા તે અંગેની ઉંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. જોકે ઝડપાયેલ આરોપી દીલિપે પૂછપરછમાં આપેલી માહિતીને આધારે લાખ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપી ને 10 હજાર રૂપિયા મળતા હતા.
Published by: Kaushal Pancholi
First published: May 24, 2022, 9:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading