અમદાવાદ: રિવરફ્રન્ટ પર યુવકે મારી મોતની છલાંગ, પોલીસકર્મીને તરતા ન આવડતું હોવા છતાં પણ એક ટ્રિકથી બચાવ્યો જીવ


Updated: February 14, 2021, 12:22 PM IST
અમદાવાદ: રિવરફ્રન્ટ પર યુવકે મારી મોતની છલાંગ, પોલીસકર્મીને તરતા ન આવડતું હોવા છતાં પણ એક ટ્રિકથી બચાવ્યો જીવ
તેટલામાં જ ત્યાં લોકો હાજર હોવાથી પોલીસકર્મી યોગેશકુમારે લોકોને બૂમો પાડી ભેગા કર્યા અને ત્યાં હાજર એક મહિલાનો દુપટ્ટો માંગી તેની મદદથી આ યુવકને બચાવ્યો હતો.

તેટલામાં જ ત્યાં લોકો હાજર હોવાથી પોલીસકર્મી યોગેશકુમારે લોકોને બૂમો પાડી ભેગા કર્યા અને ત્યાં હાજર એક મહિલાનો દુપટ્ટો માંગી તેની મદદથી આ યુવકને બચાવ્યો હતો.

  • Share this:
અમદાવાદ : શહેર પોલીસની (Ahmedabad Police) એક સારી કામગીરી સામે આવી છે. સામાન્ય રીતે લોકો પોલીસથી ડરી જતા હોય છે પરંતુ અમદાવાદમાં એક એવી ઘટના બની છે. જેનાથી લોકો પોલીસને તેમના મિત્ર માને. શહેરનાં ફલાવર ગાર્ડન (flower Garden) પાછળ આવેલા રિવરફ્રન્ટ (Riverfront) પરથી એક યુવકે નદીમાં ઝંપલાવીને આપઘાતનો (try to suicide) પ્રયાસ કર્યો હતો. આ જોતા જ હાજર પોલીસકર્મીની નજર પડતા જ તેઓ બચાવવા તો દોડ્યા. પણ તે પોલીસને તરતા ન આવડતા તેઓ ચિંતિત થયા હતા. તેઓ જ્યાં સુધી પાણીમાં રહી શકે ત્યાં સુધી પાણી સુધી રિવરફ્રન્ટની બેઠક પરથી અડધા હવામાં અને પાણીમાં લટકી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો.  પરંતુ યુવક હાથમાં ન આવતા બૂમો પાડી આસપાસના લોકોને ભેગા કરીને એક યુવતી પાસેથી દુપટ્ટો લઇને ડૂબતા યુવાનને બચાવ્યો હતો. આ ઘટના બાદ રિવરફ્રન્ટ પર હાજર લોકોએ પોલીસની આ કામગીરી બચાવી હતી.

શનિવારે જોધપુર ગામમાં રહેતો એક 35 વર્ષીય યુવક રિવરફ્રન્ટ પર પહોંચ્યો હતો. ત્યાં ચાલતા ચાલતા તે અચાનક જ નદીમાં કુદ્યો હતો. ત્યાંથી હોકબાઈક પર પેટ્રોલિંગ કરતા લોકરક્ષક યોગેશકુમાર અરવિંદભાઈની નજર પડી હતી. તેઓ તાત્કાલિક બાઇક પરથી નીચે ઉતરી રિવરફ્રન્ટ પરની બેઠક પાસે આ યુવકને બચાવવા જતા હતા. યુવક નદીમાં તરફડીયા મારતો હતો પણ યુવકને કેવી રીતે બચાવવો તે આ પોલીસકર્મી યોગેશકુમારને સમજાતુ ન હતું. કારણકે તેઓને પણ તરતા આવડતું ન હતું.

'ગુંડાઓને ગુંડાગીરી છોડવી પડશે કાં ગુજરાત છોડવું પડશે': લેન્ડ ગ્રેબિંગ મામલે CM રૂપાણીની ચીમકી

બાદમાં તેઓએ હિંમત કરી અને બેઠક પર લાગેલા કઠેડા પકડી થોડા નદી તરફ ઝૂક્યા હતા પણ યુવક પાણીમાં થોડો આગળ નીકળતો હતો. તેટલામાં જ ત્યાં લોકો હાજર હોવાથી પોલીસકર્મી યોગેશકુમારે લોકોને બૂમો પાડી ભેગા કર્યા અને ત્યાં હાજર એક મહિલાનો દુપટ્ટો માંગી તેની મદદથી આ યુવકને બચાવ્યો હતો. યુવકને દુપટ્ટાનો છેડો આપી તેને ખેંચી લીધો અને બાદમાં લોકોની મદદથી તેને બહાર કાઢ્યો હતો.

Pics: અમદાવાદીઓએ 'માય બાઈક' રાઈડ કરીને અનોખી રીતે ઉજવ્યો Valentine's Day

બાદમાં રિવરફ્રન્ટ વેસ્ટ પીઆઇ વી. એમ. દેસાઈને આ અંગે જાણ કરાઈ હતી. પોલીસે યુવકની પૂછપરછ કરતા તેની 35 વર્ષની ઉંમર હોવાનું તેણે જણાવ્યું હતું. તે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેની કંપનીમાં કામ કરતી એક યુવતીને કોઈ હેરાન કરતું હતુ. તે યુવતીને લાગ્યુ હતું કે, આરોપ તેની પર થઈ રહ્યો છે. જેથી તે સતત માનસિક તણાવમાં આવી ગયો હતો. યુવતીએ તેની પાછળ પોલીસ લગાવી દીધી હોવાનું તે માનતો હતો. અને તે ચિંતાના કારણે જ તેણે ઘરમાં પણ બેએક દિવસ પહેલા સ્યુસાઈડનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે તેના પરિવારજનોને જાણ કરતા તેનો ભાઈ આવી પહોંચ્યો હતો. આખરે પોલીસે તેના ભાઈને યુવક સાથે મિલન કરાવી ખાખીની અસલ કામગીરી કરી હતી.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ નદીમાં કૂદીને એક મહિલાને બચાવી ઉત્તમ કામગીરી કરી હતી.
Published by: Kaushal Pancholi
First published: February 14, 2021, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading