ભાઈ સાથે ઝઘડો અને બેકારીના કારણે યુવકે શરૂ કર્યો ડ્રગ્સનો ધંધો, અમદાવાદ પોલીસે આ રીતે ઝડપી પાડ્યો


Updated: May 2, 2022, 1:55 PM IST
ભાઈ સાથે ઝઘડો અને બેકારીના કારણે યુવકે શરૂ કર્યો ડ્રગ્સનો ધંધો, અમદાવાદ પોલીસે આ રીતે ઝડપી પાડ્યો
Sog મૂળ આરોપી સુધી પહોંચવા માટે કાર્યવાહી શરૂ કરી છે

Sog મૂળ આરોપી સુધી પહોંચવા માટે કાર્યવાહી શરૂ કરી છે

  • Share this:
અમદાવાદ: ગુજરાતની (Gujarat) અંદર જાણે ડ્રગઝ (Drugs seized in Gujarat) માફિયાઓની સિન્ડિકેટ સક્રિય થઈ હોય તેમ એક બાદ એક ડ્રગઝના કાળા કારોબારમાં જોડાયેલા ડ્રગઝ ડીલરોને શહેર પોલીસ (Ahmedabad Police ) ઝડપી રહી છે. એસઓજીએ (SOG) મેફેડ્રોનના જથ્થા સાથે પકડેલા બે આરોપી બાદ હવે વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં આવેલ આરોપીનું નામ છે લોકેશ પાટીદાર. જે મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી છે અને તેની હાલ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

એમ.ડી ડ્રગઝ સાથે એસઓજીએ થોડા દિવસ પહેલા બે આરોપીની 238.400 ગ્રામના જથ્થા સાથે ધરપકડ કરી હતી. જે મહેશ અને લાલ શંકર નામના આરોપીની પૂછપરછમાં લોકેશનું નામ ખુલતા તેની હવે ધરપકડ કરાઈ છે.
ત્યારે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે લોકેશની એમ.ડી ડ્રગઝની સઘન પુછપરછ કરતાં આ એમ.ડી ડ્રગઝનો જથ્થો લાલા ચૌધરી નામના શખસ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી રહ્યો છે.

લાલા ચૌધરી રાજસ્થાનના બાડમેરનો છે અને અગાઉ તે નારોલમાં રહેતો હતો અને ડ્રગ્સનો કારોબાર કરતો હતો. એટલું જ નહીં પકડાયેલા આરોપી લોકેશે મુંબઈ ચાની કિટલી ધરાવી વેપાર કરતો હતો. પણ તેમાં ભાઈ સાથે અણબનાવ બનતા તે ધંધો બંધ કર્યો. આજે બાદમાં તેણે એક ઓફિસ રાખી હતી.જેમાં કરેલા કરારમાં તેની સાથે ઠગાઈ થતા તે લોકડાઉન દરમિયાન આર્થિક સંકળામણમાં આવી ગયો અને લાલા પાસેથી માલ લઈ બે લોકોને ખેપ મારવા મોકલી આપ્યા હોવાની કબુલાત કરી છે.

એસઓજી ક્રાઇમ બ્રાન્ચે 238.400 ગ્રામ એમ.ડી ડ્રગઝ કેસમાં હાલ ત્રણ લોકોને પકડી લીધા છે. પણ હવે મુખ્ય આરોપી લાલા ચૌધરી ક્યારે પકડાય છે તે જોવાનું રહેશે. અત્યારસુધી પોલીસ માત્ર કેસ કરી વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચવામાં સમય લગાવતી હતી પણ હવે પોલીસ ડ્રગ્સની બદી દૂર કરવા મૂળ આરોપી સુધી પહોંચી આ ચેઇન તોડવા પ્રયત્નશીલ બની ગઈ છે. ત્યારે મુખ્ય આરોપી પકડાયા બાદ એ જોવુ રહ્યું કે, આ ડ્રગઝના કાળા કારોબારના મૂળ ક્યાં સુધી પહોચે છે.
Published by: Kaushal Pancholi
First published: May 2, 2022, 1:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading