CRIME: યુવતીનો નંબર પોસ્ટ કરી કોઇએ લખ્યું "સેક્સ ચેટ ઓન્લી" - Instagram યુઝર્સ માટે ચેતવણી રૂપ કિસ્સો
Updated: December 31, 2021, 12:00 PM IST
અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર અશ્લિલ મેસેજ
Ahmedabad Crime News: ગત સપ્ટેમ્બર માસમાં આ યુવતીને એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો જેમા હાઈ લખ્યું હતું. બાદમાં એક સ્ક્રીન શોટ પણ આવ્યો હતો. જેમાં કોઈ ઇન્સ્ટાગ્રામ ID યુઝરે યુવતીનો નંબર લખી સેક્સ ચેટ ઓન્લી લખાણ લખેલી પોસ્ટ હતી
અમદાવાદ: શહેરની એક યુવતી કે જે પોલીસ હેડ ક્વાર્ટરમાં રહે છે અને મૂળ મહેસાણાની છે. તે અહીં તેના બહેન અને જીજાજી એવા પોલીસ પરિવાર સાથે રહે છે અને અભ્યાસ કરે છે. થોડા દિવસ પહેલા યુવતીને જાણવા મળ્યું કે તેના નંબરની સાથે કોઈ શખ્સ સેક્સ ચેટ ઓન્લી જેવી પોસ્ટ અને કૉમેન્ટ કરી તેને બદનામ કરી રહ્યો છે. જેથી આ અંગે તેણે સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. અરજી બાદ હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ અનેક લોકો સાથે આવી ઘટનાઓ બની હતી. ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ માટે ફરી એક વાર ચેતવણી રૂપ કિસ્સો હોવાનું સામે આવ્યું છે.
મૂળ મહેસાણા ની 24 વર્ષીય યુવતી શહેરના એક પોલીસ હેડ ક્વાર્ટરમાં રહે છે. તે તેના બહેન અને જીજાજી સાથે અહીં અમદાવાદમાં રહીને મહેસાણા ખાતે અભ્યાસ કરે છે અને અમદાવાદમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. ગત સપ્ટેમ્બર માસમાં આ યુવતીને એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો જેમા હાઈ લખ્યું હતું. બાદમાં એક સ્ક્રીન શોટ પણ આવ્યો હતો. જેમાં કોઈ ઇન્સ્ટાગ્રામ ID યુઝરે યુવતીનો નંબર લખી સેક્સ ચેટ ઓન્લી લખાણ લખેલી પોસ્ટ હતી. જે નમ્બર પરથી મેસેજ આવ્યો તેને આ યુવતીએ ફોન કરતા સામે વાળી વ્યક્તિએ આ યુવતીને જાણસારું આ મેસેજ કરી જાણ કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તપાસ કરતા વધુ આવી બીભત્સ કૉમેન્ટ પણ યુવતીના ધ્યાને આવી હતી. જેમાં અજાણી વ્યક્તિ કે જે enzo_.ji નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવી યુવતીનો નમ્બર કૉમેન્ટ માં મુકી સેક્સ ચેટ ઓન્લી લખી તેને બદનામ કરતો હતો.
જેથી યુવતીએ આ અંગે પોલીસને જાણ કરવાનું સમજી તેની મિત્ર સાથે સાયબર ક્રાઇમ પહોંચી હતી. જ્યાં પોલીસે આ યુવતીની અરજી નોંધ્યા બાદ હવે અરજી ગોમતીપુર માં ટ્રાન્સફર કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:
Margi Pandya
First published:
December 31, 2021, 11:58 AM IST