અમદાવાદ : અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન મેળવા નિર્મોહી અખાડામાં આંતરિક કલહ

News18 Gujarati
Updated: December 3, 2019, 11:15 PM IST
અમદાવાદ : અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન મેળવા નિર્મોહી અખાડામાં આંતરિક કલહ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના પ્રેમ દરવાજા મંદિરના મહંત સીતારામદાસજીએ પંચ નિર્મોહી અખાડાના અધ્યક્ષ મહંત રાજેન્દ્રદાસનો વિરોધ કર્યો

  • Share this:
અમદાવાદ : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ ની રચના કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નિર્મોહી અખાડાના આંતરિક કલેહનો મામલો ચરમસીમા પર આવ્યો છે. કેન્દ્ર સરકારે ત્રણ મહિનામાં મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવાની છે. ત્યારે રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન મેળવવા નિર્મોહી અખાડાના મહંતોનો આંતરિક ઝઘડો હવે જગ જાહેર થયો છે. અમદાવાદના મહંત સીતારામદાસજીએ પંચ નિર્મોહી અખાડાના અધ્યક્ષ મહંત રાજેન્દ્રદાસનો વિરોધ કર્યો છે.

અમદાવાદના પ્રેમ દરવાજા મંદિરના મહંત સીતારામદાસનો સ્પષ્ટ આક્ષેપ છે કે રાજેન્દ્રદાસએ પંચ નિર્મોહી અખાડાના બની બેઠેલા અધ્યક્ષ છે. તેમનું કહેવું છે કે પંચ નિર્મોહી અખાડાના અધ્યક્ષએ માત્ર રામાનંદી મહંત અખિલ ભારતીય પાંચ નિર્મોહી અખાડાના અધ્યક્ષ બની શકે. પરંતુ વર્તમાન સમયમાં મહંત રાજેન્દ્ર દાસ એ શ્યામ નદી નિર્મોહી છે. તે પોતાના પૈસા અને બાવળના જોરે અખાડાના અધ્યક્ષ બની પોતાની સત્તાનો દૂરઉપયોગ કરી રહ્યા છે. હવે તે રામ મંદિર ટ્રસ્ટમાં પણ સામેલ થવા માગે છે.

આ પણ વાંચો  - અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન PM અને ગૃહ મંત્રીના હસ્તે થશે

રામ જન્મ ભૂમિ મામલે અખિલ ભારતીય પંચ નિર્મોહી અખાડાના આંતરિક કલહ મામલે કરવામાં આવેલ આ પત્રકાર પરિષદમાં નિર્મોહી અખાડાના સરસપુર મંદિરના મહંત લક્ષ્મણ દાસ પણ સામેલ થવાના હતા.પરંતુ છેલ્લી ઘડીએ તેમણે પત્રકાર પરિષદથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝ 18 દ્વારા આ સમગ્ર મામલે જ્યારે તેમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે આ અખાડાનો આંતરિક કલહ છે.

પંચ નિર્મોહી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્રદાસે ગુરુ ગાદી પરંપરા ભંગ કરી ગુજરાતના જુદા જુદા આશ્રમોની જમીન બળજબરી પૂર્વક પચાવી પાડવાના પણ આક્ષેપ થયા છે. ત્યારે જોવાનું એ રહશે કે આગામી દિવસોમાં પંચ નિર્મોહી અખાડાનો આ આંતરિક કલહ કેવું સ્વરૂપ ધારણ કરે છે.
Published by: Ashish Goyal
First published: December 3, 2019, 11:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading