વડોદરા: યુવાન બેંક કર્મીએ મોં પર ઓક્સિજન માસ્ક અને કોથળી પહેરી કર્યો આપઘાત

News18 Gujarati
Updated: October 14, 2021, 10:47 AM IST
વડોદરા: યુવાન બેંક કર્મીએ મોં પર ઓક્સિજન માસ્ક અને કોથળી પહેરી કર્યો આપઘાત
પ્રતીકાત્મક તસવીર

Vadodara news: આશિષ સંઘવાન 6 મહિના અગાઉ વડોદરા આવ્યો હતો. તે હાલમાં મકરપુરા જીઆઇડીસીમાં આવેલી એસબીઆઈ બેંકમાં ટ્રેઇનિ તરીકે કામ કરતો હતો

  • Share this:
વડોદરા: શહેરના (vadodara) ગોત્રી વિસ્તારમાં કૃષ્ણદીપ ટેનામેન્ટમાં (krushnadeep Tenament) ભાડેથી રહેતા મૂળ હરિયાણાના માત્ર 24 વર્ષના બેંક કર્મચારી આશિષ નંધવાને (Bank employee suicide) આપઘાત કરતા ચકચાર મચ્યો છે. આ યુવાને આપઘાતનો આંકચારૂપ રીત અપનાવી હતી. તેણે ઓક્સિજનની બોટલથી જાતે જ ઓક્સિજનનો માસ્ક મોંઢા પર લગાવી આત્મહત્યા કરી છે. હાલમાં આ યુવાન મકરપુરા જીઆઇડીસીમાં આવેલી એસબીઆઈની બ્રાન્ચમાં ટ્રેઇનિંગમાં હતો.

નવતર રીતથી પોલીસ પણ હેરાન થઇ હતી

આ અંગે મળતી માહિતી પ્રમાણે, કર્મચારીએ ઓક્સિજનનો બોટલ લાવી માસ્ક લગાવી અને મોઢા પર કોથળી પહેરી આપઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હરિયાણાના પાડવાના ગામના મૂળ વતની 24 વર્ષના આશિષ અનિલકુમાર નંધવાને ગોત્રી વિસ્તારમાં મહાવીર ટેનામેન્ટ પાસેના કૃષ્ણદીપ ટેનામેન્ટમાં મકાન ભાડે રાખી રહેતો હતો. તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો હતો અને એક મહિનાથી મકરપુરા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે ટ્રેનિંગમાં હતો. છેલ્લા ત્રણ દિવસથી તે ટ્રેનિંગમાં જતો નહી હોવાથી તેના સાથી કર્મચારીએ મકાનના માલિકને ફોન કરી તપાસ કરવા જણાવ્યું હતું.

ઓક્સિજન લેવાનું માસ્ક મોંઢા પર લગાવેલુ હતુ

મકાન માલિકે જ્યારે યુવાનને આપેલા ભાડે મકાનના ઘરના દરવાજા પાસે ગયો ત્યારે દુર્ગંધ આવતી હતી. જેથી સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘરનો દરવાજો તોડીને તપાસ કરતા બેડરૂમમાં બેડ ઉપર આશિષ મૃત હાલતમાં મળ્યો હતો. તેની પાસે ઓક્સિજનની બોટલ હતી. ઓક્સિજન લેવાનું માસ્ક મોંઢા પર લગાડેલું હતું અને કોથળી પણ પહેરી હતી. તેનું શરીર પણ ફૂલી ગયુ હતુ. પોલીસે રૂમમાં તપાસ કરતા એક અંતિમચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં બે લાઇન જ લખી હતી કે, હું મારી જાતે જ આપઘાત કરું છું, આ માટે કોઇ જવાબદાર નથી.

6 મહિના પહેલા વડોદરા આવ્યો હતોમૂળ હરિયાણાનો આશિષ સંઘવાન 6 મહિના અગાઉ વડોદરા આવ્યો હતો. તે હાલમાં મકરપુરા જીઆઇડીસીમાં આવેલી એસબીઆઈ બેંકમાં ટ્રેઇનિ તરીકે કામ કરતો હતો. પોલીસના કહેવા પ્રમાણે તેને 10મી તારીખે જ UPSCની પરીક્ષા આપી હતી. ત્યારબાદ 11મી તારીખથી કોઈના સંપર્કમાં નહતો.

આ પણ વાંચો - વડોદરામાં પત્ની- દીકરી ડબલ મર્ડર કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, પતિનો એકતરફી પ્રેમ જવાબદાર?

નોંધનીય છે કે, લક્ષ્મીપુરા પોલીસે મૃતકની અંતિમચિઠ્ઠી અને મોબાઇલ કબજે કર્યો હતો. પોલીસે આપઘાતમાં એફએસએલની પણ મદદ લીધી હતી. તારીખ 11મીની રાત્રે યુવકે આપઘાત કર્યો હોવાનું પોલીસ માની રહી છે.
Published by: Kaushal Pancholi
First published: October 14, 2021, 10:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading