અમદાવાદ: શહેરમાં પોલીસકર્મીને કોરોના પોઝિટિવનો આવ્યો પ્રથમ કેસ, શું ધ્યાન રાખવું?


Updated: April 12, 2020, 9:04 PM IST
અમદાવાદ: શહેરમાં પોલીસકર્મીને કોરોના પોઝિટિવનો આવ્યો પ્રથમ કેસ, શું ધ્યાન રાખવું?
કોઈ લક્ષણ ન દેખાયા છતાંય એક પોલોસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસબેડામાં ડરનો માહોલ ઉભો થયો છે.

કોઈ લક્ષણ ન દેખાયા છતાંય એક પોલોસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસબેડામાં ડરનો માહોલ ઉભો થયો છે.

  • Share this:
અમદાવાદ: લોકડાઉન વચ્ચે માસ્ક ફરજિયાત થતા અમદાવાદ શહેર પોલિસે કાર્યવાહી તો કરશે જ. પણ હવે કાલુપુર પોલીસસ્ટેશનની એક ચોકીમાં ફરજ બજાવતા પોલીસકર્મીને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેથી હવે તેના સંપર્કમાં આવેલા અને તેના પરિવારને કોરોન્ટાઇન કરી તેમનું પણ મેડિકલ કરાવાશે. તો સાથે સાથે શહેર પોલીસ કમિશનરે પોલીસકર્મીઓએ ધ્યાન રાખવાના સૂચનો બહાર પાડયા છે. બીજીતરફ વોટ્સએપમાં લોકડાઉન ભંગની અનેક ફરિયાદ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસે 2942 ગુના નોંધીને 7936 લોકોની ધરપકડ કરી છે. તો હવે કોઈ લક્ષણ ન દેખાયા છતાંય એક પોલોસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસબેડામાં ડરનો માહોલ ઉભો થયો છે.

અત્યાર સુધીમાં અમદાવાદ પોલીસે 2942 ગુના નોંધી 7936ની ધરપકડ કરી છે. કલમ 144, 188ના ભંગ બદલ 2743 ગુના નોંધી 7477 લોકોની ધરપકડ કરાઇ છે. એપેડેમીક ડીસીઝ એકટ મુજબ 191 ગુના નોંધાયા અને કુલ 413 લોકોની ધરપકડ કરાઈ, જેમાં ગઈકાલે 73 ગુના નોંધી 170 ની ધરપકડ કરાઈ છે. હંગામો કરનાર લોકો સામે 3 ગુના નોંધી 37 લોકોને પકડ્યા છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ 5 ગુના નોંધી 9 ની ધરપકડ કરાઈ છે. ડ્રોન દ્વારા 36 ગુના નોંધી 124થી વધુ લોકોને પકડ્યા છે. પીસીઆર વાન અને પ્રહરી વાનથી 7 ગુના નોંધાયા છે. 262 વાહનો ડિટેઇન કરી રૂ. 5.65 લાખ દંડ વસુલાયો છે. આ તમામ કસેમાં હેર કટિંગ સલૂન માં ભીડ ભેગી કરવા બદલ 2 ગુના દાખલ કરાયા જ્યારે ટી સ્ટોલ અને પાન મસાલા વેંચતા લોકો વિરુદ્ધ 5 ગુનાઓ દાખલ કરાયા છે.

લોકડાઉન વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન માસ્ક ફરજિયાત થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી. આ દરમિયાન કાલુપુર પોલીસ કોન્સ્ટેબલ કોરોના પોઝીટીવ આવતા પોલીસ બેડામાં દહેશત ફેલાઈ છે. સતત પેટ્રોલિંગ અને બંદોબસ્તમાં રહેતી પોલીએની સુરક્ષાને લઈને પોલીસ સ્ટેશનમાં સેનેતાઈઝર ટનલ અને સેનેતાઈઝર મોબાઈલ વાન દ્વારા સુરક્ષિત કરશે. બીજીતરફ પોલીસસ્ટેશન અને પોલીસના વાહનોને પણ સેનિતાઈઝ કરાયા છે.

શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કેટલાક સૂચનો બહાર પાડયા છે. જેમાં પોલીસે માસ્ક અને મોજા તથા સેનિતાઈઝર સાથે રાખવા જણાવ્યું છે. તો કોઈ વ્યક્તિને સ્પર્શ ન કરવા પણ કહેવાયું છે. પોલીસે પોતાના સાધનો પણ સેનિતાઈઝ કરવા સૂચન કર્યું છે. ફરજ પરથી ઘરે જઈને ગરમ પાણીથી સ્નાન કરવું જરૂરી હોવાનું તેઓએ જણાવ્યું છે.

માસ્ક ફરજીયાત થઈ જતા અને કોરોના વાયરસથી જાગૃત કરવા પોલીસ હવે પોસ્ટર પણ લગાવશે. કાલુપુર પોલીસ સ્ટેશનની એક ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને કોરોના પોઝીટીવ આવતા હવે પોલીસ જવાનને સલામતીને લઈને એક સૂચન જાહેર કર્યું છે. જેનું ફરજિયાત પાલન કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જેનાથી પોલીસ જવાનોને કોરોનાની મહામારીથી બચાવી શકાય.
First published: April 12, 2020, 9:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading