અમદાવાદમાં ટોકનની (અ)વ્યવસ્થા: રસી માટે પૂર્વ વિસ્તારમાં લોકોને વહેલી સવારથી કલાકો રાહ જોવી પડે છે


Updated: August 1, 2021, 4:19 PM IST
અમદાવાદમાં ટોકનની (અ)વ્યવસ્થા: રસી માટે પૂર્વ વિસ્તારમાં લોકોને વહેલી સવારથી કલાકો રાહ જોવી પડે છે
ન્યુઝ૧૮ ગુજરાતી પહોચ્યું ત્યારે જાણવા મળી વેક્સિન માટેની ટોકન સિસ્ટમ, જેને કારણે પૂર્વ વિસ્તારના નાગરિકો પરેશાન છે.

ન્યુઝ૧૮ ગુજરાતી પહોચ્યું ત્યારે જાણવા મળી વેક્સિન માટેની ટોકન સિસ્ટમ, જેને કારણે પૂર્વ વિસ્તારના નાગરિકો પરેશાન છે.

  • Share this:
અમદાવાદ: શહેરના (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં નાગરિકોને કોરોના વેક્સિન (Corona vaccine) લેવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. નાગરિકોને વેક્સિન લેવી હોય તો સવારે ૬ વાગે ટોકન (token) લેવા માટે ઉભુ રહેવું પડે છે. પૂર્વ વિસ્તારમાં વેક્સિનની અછતનો સુર ઉઠ્યો છે. ઓફલાઈન માટે ટોકન પૂરા થઈ ગયા હોવાના બોર્ડ સુચિત કરે છે કે, જ્યારે પણ અહી ટોકન મળે છે ત્યારે મંદિરના પ્રસાદની જેમ વહેંચાઇ જાય છે. જો સરકાર પાસે વેક્સિન હોય તો આટલો મોટો વિરોધાભાસ કેમ? શા માટે વેક્સિન માટે બેવડી નીતિ અપનાવવામાં આવે છે? નાગરિકો કેમ થઈ રહ્યા છે પરેશાન? આ તમામ સવાલોના જવાબ જાણવા ન્યુઝ૧૮ ગુજરાતી પહોચ્યું ત્યારે જાણવા મળી વેક્સિન માટેની ટોકન સિસ્ટમ. જેને કારણે પૂર્વ વિસ્તારના નાગરિકો પરેશાન થઇ રહ્યા છે.

અમરાઈવાડી, મણિનગર, નિકોલ, નરોડા, ઇસનપુર સહિત અનેક વિસ્તારમાં લોકો નિકોલ વોર્ડમાં આવેલા મંગળ પાંડે હોલમાં વેક્સિન લેવા આવે છે. પરંતુ જ્યારે આવે ત્યારે તેમને ટોકન જ નથી મળતા. ઓફ્લાઇન ટોકન પતી ગયા બાદ ઓનલાઈન ટોકન માટે પણ લોકો પરેશાન થાય છે.આ અંગે નિકોલ વિસ્તારમાં રહેતા પંકજભાઈનું કહેવું છે કે, તેમને ટોકન લેવા માટે લોકોએ સવારે ૬ વાગે ઊભા થઈને લાઈનમાં ઉભુ રહેવું પડે છે જે બાદ ૭ વાગે ટોકન મળે છે અને ટોકન બાદ વેક્સિન લેનારને ૧૦ વાગે સુધી અહી જ બેસવું પડે છે. જ્યારે મેડિકલ ટીમ વેક્સિન લઇને આવે છે ત્યારે રસી આપવાની કામગીરી શુરૂ થાય છે.

તો સ્થાનિક રમેશભાઈના કહેવા પ્રમાણે તેઓ મેટલની દુકાનમાં કામ કરે છે, છેલ્લા 4 દિવસથી ટોકન લેવા આવે અને પાછા જાય છે. દુકાનમાં કામ કરતા હોવાથી તેમને 10થી 11ની વચ્ચે દુકાનમાં જવું જરૂરી છે. તો રસી કયા સમયે લેવી?

 આ વ્યવસ્થા છે કે અવ્યવસ્થા?

ન્યુઝ ૧૮ ગુજરાતી જ્યારે સ્થળ પર પહોંચ્યું ત્યારે અમારા અહેવાલના લાઈવ ટેલિકાસ્ટ બાદ ધારાસભ્ય જગદીશ પંચાલ પણ લોકો વચ્ચે પહોંચ્યા અને લોકો પાસેથી માહિતી મેળવી અને ટોકન સિસ્ટમ શા માટે રાખવામાં આવી છે તેનો ખુલાસો કર્યો. જોકે વાતો વચ્ચે એક વાત સ્પષ્ટ હતી કે, લોકોને ટોકન લેવામાં તકલીફ હતી.

આ બધાની વચ્ચ લોકોમાં પણ ચર્ચા હતી કે, ધારાસભ્યના શબ્દો અને બોલતા દ્રશ્યો બંને હકીકતથી વિપરીત છે, આ લોકોમાં ઉગ્ર ચર્ચા તો એ હતી કે, પશ્ચિમ વિસ્તાર કરતા પૂર્વ વિસ્તારમાં રસીના ડોઝની અછત છે જેથી લોકો અન્યાયની લાગણી અનુભવે છે.
Published by: Kaushal Pancholi
First published: August 1, 2021, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading