મત્સ્ય ઉદ્યોગ અધિકારી 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

News18 Gujarati
Updated: June 26, 2018, 12:01 PM IST
મત્સ્ય ઉદ્યોગ અધિકારી 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

  • Share this:
એન્ટી કરપ્શન બ્યુરો(એ.સી.બી)ને વધુ એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા પકડવામાં સફળતા મળી છે. એ.સીબીએ ગુજરાતનાં મત્સ્ય ઉદ્યોગ વિભાગનાં નાયબ નિયામકને સોમવારે રૂ 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

આ કિસ્સા વિશે એસ.સી.બીમાંથી મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગિરકે, મત્સ્ય ઉદ્યોગના નાયબ નિયામક, મહેન્દ્ર કરશનભાઇ ચૌધરી (અસારવા, અમદાવાદ) સામે લાંચ માગે છે એવી ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદનાં આધારે લાંચનું છટકુ ગોઠવ્યું હતું.

એ.સી.બીના સુત્રોના જણાવ્યા અનુસાર, આરોપી મહેન્દ્ર ચૌધરીએ રૂ 15 લાખની લાંચની માંગણી કરી હતી અને આ લાંચના ભાગરૂપે રૂ 1 લાખની લાંચ લેતા આરોપી ઝડપાઇ ગયો હતો. એ.સી.બીઓ લાંચનું છટકુ ગાંધીનગર પાસે સરગાસણ ચોકડી પાસે ગોઠવ્યું હતુ. આ છટકામાં આરોપી 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.

આ કેસની વિગત એવી છે કે, આ કામના ફરીયાદીનો ફિસરિઝનો કુલ લીઝ કોન્ટ્રાક્ટ ૫ + ૫ વર્ષનો અપાવવા માટે કુલ રૂ 7 લાખ લાંચ પેટે લીધા હતા. બાદમાં સદર કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા માટે વર્ષ દીઠ રૂ.૧૫ લાખ ની વધારાની લાંચના નાણાંની માગણી કરી હતી. જે અન્વયે ફરિયાદી એ થોડા થોડા કરી આપવાની બાહેધરી આપી હતી. આ કેસમાં 15 લાખ રૂપિયા પૈકી પૈકીનાં રુપિયા 1 લાખનાં લાંચના નાણાંની રકમ સ્વીકારી સોમવારે લાંચની રકમ લેતા પકડાઇ ગયો હતો.

આ ટ્રેપ કે.આર.ડાભી, (ગાંધીનગર એ.સી.બી.પોલીસ સ્ટેશન) તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ કેસના સુપરવિઝન અધિકારી જયદીપસિંહ જાડેજા
(અધિક નાયબ નિયામક, ગાંધીનગર એકમ) દ્વારા કરવામાં આવ્યું હતું.
Published by: Vijaysinh Parmar
First published: June 26, 2018, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading