રાજ્યમાં ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના, અધિકારો માટે ખાસ ધ્યાન અપાશે

News18 Gujarati
Updated: February 19, 2019, 7:44 AM IST
રાજ્યમાં ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના, અધિકારો માટે ખાસ ધ્યાન અપાશે

  • Share this:
ટ્રાન્સજેન્ડર સમુદાયના કલ્યાણ માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના - બોર્ડ દ્વારા આ સમુદાયની સામાજિક સુરક્ષા તેમજ આવશ્યક જરૂરિયાતોની પૂર્તિ માટે આવાસ, શિક્ષણ, રોજગાર અને આવક વૃદ્ધિ સહિતના મુદ્દાઓ પર ભાર મૂકાશે.

દેશમાં ટ્રાન્સજેન્ડરને ત્રીજા વર્ગ તરીકે ઓળખ આપવામાં આવી છે. હવે ટ્રાન્સજેન્ડર સમુદાયના કલ્યાણ માટે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું કે ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડ દ્વારા આ સમુદાયની સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન રાખવામાં આવશે.

અહીં ક્લિક કરી વાંચોઃ શું તમે જોયો, પાક. આવેલા સાઉદ્દી પ્રિન્સનો 21 લાખ કરોડનો લક્ઝરી મહેલ, તસવીરો

સુપ્રીમ કોર્ટ દ્વારા એપ્રિલ 2014માં અપાયેલા ચુકાદામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને ત્રીજા વર્ગમાં ઓળખ આપવામાં આવી છે. જે અનુસંધાને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના સંદર્ભે તજજ્ઞ સમિતિની રચના કરી હતી. આ સમિતિના અહેવાલના આધારે સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને સુરક્ષા સહિતના વિવિધ વિષણ પર અભ્યાસ કરી જરૂરૂ યોજનાઓના ઘડતર અને તેના સુચારું સંચાલન માટે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે રાજ્ય સરકારે બોર્ડ રચવાની સૂચના આપતા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 15 ફેબ્રુઆરી-2019થી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેના કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી છે.
Published by: Sanjay Vaghela
First published: February 18, 2019, 10:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading