અમદાવાદ : મોડી રાતે રિક્ષામાં ખુલ્લી તલવાર લઈ ચિચિયારીઓ પાડવી પડી ભારે, થઇ જોવા જેવી


Updated: September 24, 2020, 10:36 AM IST
અમદાવાદ : મોડી રાતે રિક્ષામાં ખુલ્લી તલવાર લઈ ચિચિયારીઓ પાડવી પડી ભારે, થઇ જોવા જેવી
પ્રતિકાત્મક તસવીર

તપાસ કરતા આરોપી પાસેથી ધારદાર ખુલ્લી તલવાર પણ મળી આવી છે. 

  • Share this:
કેટલાક લોકો મોડી રાત્રે જાહેર રસ્તાઓ પર નીકળીને બૂમો ચિચિયારીઓ પાડીને વિકૃત આનંદ મેળવતા હોય છે. ગત મોડી રાત્રે ઉસ્માનપુરા ચાર રસ્તા નજીક આવો જ વિકૃત આનંદ મેળવતા બે લોકોને પોલીસે ઝડપી પડયા છે. જોકે, તપાસ કરતા આરોપી પાસેથી ધારદાર ખુલ્લી તલવાર પણ મળી આવી છે.

શાહપુર વિસ્તારના લોકો ઈનકમ ટેક્ષ બ્રિજની નીચે સૂવા માટે આવતા હોવાથી અવારનવાર બનાવો બને છે. જેથી વાડજ પોલીસ તેઓને ત્યાંથી દૂર કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન ઉસ્માનપુરા સર્કલ તરફથી એક રિક્ષામાં બે લોકો પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા. તેઓ બૂમો, ચિચિયારીઓ પાડી રહ્યા હતા. જેથી પોલીસે બંનેને અટકાવ્યા હતાં અને બંનેની પૂછપરછ કરી રિક્ષામાં તપાસ કરી હતી.

જોકે, રિક્ષામાં પાછળની સીટ પરથી ખુલ્લી ધારદાર તલવાર મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ બંને આરોપીઓની તલવાર રાખવા બાબતે પૂછપરછ કરતા બંને ઈસમો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી ને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ જુઓ - આરોપી ભરત રાવત ન્યુ રાણીપ વિસ્તારનો છે, જ્યારે વિશાલ ચૌહાણ જૂના વાડજનો રહેવાસી હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ માં ઇ.પી.કો. કલમ ૧૮૮, ૧૧૪ અને જી પી એકટ કલમ ૧૩૫ (૧) મુજબ કાર્યવાહી કરી છે.આ પણ વાંચો - લાલબત્તી સમાન કિસ્સો : ATMમાં રોકડ ઉપાડવા જાવ તો આવી ભૂલ ન કરશો, નહીં તો ઠગો કરી દેશે ખાતુ ખાલી
Published by: Kaushal Pancholi
First published: September 24, 2020, 10:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading