અંકિત ઘોનસીકર, વડોદરા : આજે ગુજરાતનો સ્થાપના (Gujarat Day 2022) દિવસ છે. ત્યારે ગરવી ગુજરાત ગીત (Garvi Gujarat Song) જે ગુજરાત સ્થાપના દિવસ (Gujarat Foundation Day 2022) એટલે કે, ૧ મેને ધ્યાનમાં રાખીને ખાસ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં આ પ્રકારનો આ પહેલો પ્રયોગ કરવામાં આવ્યો છે. નિખિલ, પ્રણવ અને શૈલેષના ટ્રાયોએ ગુજરાતમાં પહેલો પ્રયોગ કરીને આ ગીત બનાવ્યું છે.
નિખિલ, પ્રણવ અને શૈલેષના ટ્રાયોએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, શહેરના ૪૦ ગાયકોએ ભેગા મળીને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગીત બનાવ્યું છે. આ એકાપેલા ગીત બનાવવામાં પાંચ સાદા ગીત બનાવવા જેટલો સમય લાગે એકાપેલા વિદેશમાં પ્રચલિત એક સંગીત વીડિયોનો પ્રકાર છે. જેને અનુસરીને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શહેરના ૪૦ સિંગરોને ભેગા કરીને ગરવી ગુજરાત એકાપેલા ગીત બનાવ્યું છે. જેને યુટ્યૂબ પર લોન્ચ કર્યુ છે. આ ગીતમાં કોઈ પણ પ્રકારના મ્યુઝિક સાધનનો ઉપયોગ થયો નથી. એટલે કે આ ગીતમાં ફક્તને ફક્ત મોઢાના અવાજથી જ ઇન્સ્ટ્રુમેન્ટ, રિધમ, સાઉન્ડ ઈફેક્ટ અને હાર્મોની વગેરે ક્રિયેટ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, આ ગીતના શબ્દો મોનાલી દળવી જોશીએ લખ્યા છે. જયારે દક્ષેશ પટેલ અને માનસ વોરા બંને રિધમમિસ્ટે ગીતને લયબદ્ધ કર્યું છે. ગીતનો વીડિયો શૂટ જૈનમ શાહ, હેત પટેલ તથા વીડિયો એડિટિંગ ચિરાયુ સૂર્વે દ્વારા કરાયું છે. આ ગીતને પૂરું કરવા માટે અમે ૩૫ દિવસ સુધી અંદાજિત રોજે ૫-૬ કલાક સુધી સતત કાર્ય કર્યું હતું. એકાપેલા પ્રકારનું ગીત બનાવવામાં જેટલો સમય લાગે છે તેટલા સમયમાં પાંચ સામાન્ય ગીત બની જતા હોય છે.
ગુજરાત એકાપેલા સોંગના ગાયક ક્ષિતિજ બેન્કર, મોનાલી દળવી-જોશી, પરિતોષ ગોસ્વામી, વૈભવ માંકડ, જીગર જોશી, સનત પંડ્યા, ગૌતમ ડબીર, અચલ મેહતા, રેખા રાવલ, અભિજિત ખાંડેકર, પિયુષ પરમાર, રિષભ દોશી, હેલી ભટ્ટ, માનસી દેસાઈ, ત્વરા કીકાણી, રુચા ચૌહાણ, કેતકી ગોડબોલે જસકિયા, અનુષ્કા પંડિત, ધનાશ્રી પાધ્યે, જ્યોતિ ઐયર, રિયા ઓઝા, શિવાની મેહતા, અક્ષવિકા શાહ, સ્વરિત કેળકર, મહર્ષિ પંડ્યા, હાર્દિક પરમાર, ચિરાગદીપ ઘોષ, ચંદન પૃથી, ચિંતન મંગુકિયા, અનિકેત આરોંદેકર, આલાપ જાનવે, સૌમિલ સોલંકી, અભિષેક ત્રિવેદી અને જીગ્નેશ દવે છે.