આ તો કેવુ તંત્ર: ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા તો ચાલુ પણ હોસ્ટેલ બંધ, બહારગામથી આવતા વિદ્યાર્થીઓ પરેશાન


Updated: November 28, 2021, 8:46 AM IST
આ તો કેવુ તંત્ર: ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા તો ચાલુ પણ હોસ્ટેલ બંધ, બહારગામથી આવતા વિદ્યાર્થીઓ પરેશાન
ગુજરાત યુનિવર્સિટી

Ahmedabad News: બહારગામથી આવતા વિદ્યાર્થીઓ વધુ ફી ભરીને ખાનગી હોસ્ટેલ કે PGમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાં અન્ય ખર્ચા વધુ થઈ રહ્યા છે.

  • Share this:
અમદાવાદ: દિવાળી વેકેશન બાદ ગુજરાત યુનિવર્સીટીમાં (Gujarat University Exam) હાલ પરીક્ષાઓ ચાલુ થઈ છે. પરંતુ વિધાર્થીઓને પરીક્ષા (Exam) આપવા માટે સેન્ટર શોધવામાં નહિ પણ રહેવા માટે ઘર શોધવામાં તકલીફ પડી રહી છે. જેનું કારણ છે, શહેરમાં (Ahmedabad) બંધ પડેલી સમરસ હોસ્ટેલ (Samras Hostel) અને યુનિવર્સિટી સંલગ્ન હોસ્ટેલ. કોરોનાના કેસ ઘટ્યા છતાં આ હોસ્ટેલ વિધાર્થી માટે શરૂ નહીં થતા દૂરદૂરથી પરીક્ષા આપવા આવતા વિધાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.

૫૦ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે

ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારથી ઓફલાઈન પરીક્ષા ચાલી રહી છે.  કોરોના સંક્રમણ ઘટતા પ્રથમવાર ઓફલાઈન રીતે જ પરીક્ષા લેવાઇ રહી છે. અંદાજે ૫૦ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આર્ટ્સ, કોમર્સ, વિજ્ઞાન પ્રવાહ અને વિવિધ શાખાઓની પરીક્ષા ચાલી રહી છે. સેમેસ્ટર - 3 અને પીજી સેમેસ્ટર- ૬ની  પરીક્ષા વિધાર્થીઓ આપી રહ્યા છે. જોકે, એ પરીક્ષા માત્ર અમદાવાદ- ગાંધીનગરના સેન્ટરમાં જ લેવાતી હોઈ વિધાર્થીઓને હાલાકી પડી રહી છે.

વિદ્યાર્થીઓ PGમાં રહેવા મજબૂર

ગુજરાત યુનિવર્સિટીમાં કોવિડના નિયમોના પાલન સાથે પરીક્ષા તો લેવાઈ રહી છે. પણ તકલીફ છે હોસ્ટેલની. એક સેમેસ્ટર પૂરું થયું પરંતુ સમરસ હોસ્ટેલ ચાલુ ના થતા  મોંઘી ફી ભરીને વિદ્યાર્થીઓ PGમાં રહેવા મજબૂર બન્યા છે. કોરોનાના કેસ ઘટ્યા છતાં હજુ સુધી સમરસ હોસ્ટેલ શરૂ કરવામાં આવી નથી જેથી બહારગામથી આવતા વિદ્યાર્થીઓને વધુ ફી ભરીને ખાનગી હોસ્ટેલ કે PGમાં રહેવાની છે જ્યાં અન્ય ખર્ચા વધુ થઈ રહ્યા છે. જેથી તાત્કાલિક સમરસ હોસ્ટેલ ચાલુ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને રાહત થાય તેવી NSUIના આગેવાન ભાવિક સોલંકીએ માંગ કરી છે.

આ પણ વાંચો - અમદાવાદ : મનપસંદ સીમ કાર્ડ માટે 17 હજાર રૂપિયા ચૂકવ્યા, કાર્ડના મળતા યુવક ઉશ્કેરાયો અને...ભાવિક જણાવે છે કે, સમરસ બોય્સ હોસ્ટેલમાં ૧૫૦૦ વિદ્યાર્થીઓ અને ગર્લસ હોસ્ટેલમાં ૧૫૦૦ વિદ્યાર્થીનીઓ એટલે ૩૦૦૦ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ કે જેઓ હોસ્ટેલ બંધ હોવાના કારણે ૩ મહિનાનુ ભાડુ પીજીમા ૧૫૦૦૦ હજાર કે પછી સગાને ત્યા કે ભાડે મકાન લઈ રહેવા મજબૂર બન્યા છે તો વિધાર્થીઓનું કહેવું છે કે, જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી સમરસ હોસ્ટેલ વિદ્યાર્થીઓ માટે બંધ કરાવી હતી અને કેસ વધતા સમરસ હોસ્ટેલને કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું હતું, અત્યારે કેસ ઘટ્યા છતાં હજુ સુધી સમરસ હોસ્ટેલ શરૂ કરવામાં આવી નથી.

ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

જેના કારણે અમદાવાદ બહારથી આવતા તેમના જેવા અનેક વિદ્યાર્થીઓ હેરાન થઇ રહ્યા છે અને વધુ ફી ભરીને PG કે ખાનગી ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે ઉપરાંત જમવાનું પણ બહાર જમવું પડે છે જેથી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે માટે સમરસ હોસ્ટેલ શરૂ કરવા માંગણી કરવામાં આવી છે.
Published by: Kaushal Pancholi
First published: November 28, 2021, 8:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading