હરિપ્રસાદ સ્વામી પંચમહાભૂતમાં વિલીન, હરિભક્તો ચોધાર આંસુએ રડ્યા

News18 Gujarati
Updated: August 1, 2021, 4:49 PM IST
હરિપ્રસાદ સ્વામી પંચમહાભૂતમાં વિલીન, હરિભક્તો ચોધાર આંસુએ રડ્યા
સોખડા હરિધામ મંદિર પરિસરમાં હરિપ્રસાદ સ્વામીજીની અંતિમયાત્રા નીકળી છે.

સોખડા હરિધામ મંદિર પરિસરમાં હરિપ્રસાદ સ્વામીજીની અંતિમયાત્રા નીકળી છે.

  • Share this:
વડોદરા: સોખડા હરિધામ મંદિરના (Sokhda Haridham temple ) લીમડા વનમાં હરિપ્રસાદ સ્વામીજીના (Hariprasad Swami) અંતિમ સંસ્કાર (Last ritual) કરવામાં આવ્યા. ત્યારે આખું વાતાવરણ ભાવનાત્મક બની ગયું હતું. દાસનાં દાસનાં હરિભક્તો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આ પહેલા સોખડા હરિધામ મંદિર પરિસરમાં હરિપ્રસાદ સ્વામીજી અંતિમ પાલખી યાત્રા  નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા હતા. 5 પંડિતો દ્વારા આજે સવારથી અંત્યેષ્ટિની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરાઇ હતી. સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી. આ અંતિમ પાલખી યાત્રામાં હરિભકતોને પ્રવેશ અપાયો નથી, તેઓએ ઓનલાઇન દર્શન કર્યા હતા. અંતિમ સંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

સીએમ રૂપાણીએ પુષ્પમાળા ચડાવી

પાલખી યાત્રા લીમડા વન ખાતે પહોંચી છે. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.અહીં સ્વામીજી પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને સંતોએ અને અન્ય મહાનુભાવોએ આરતી કરી હતી.

'આજે ગુજરાતને મોટી ખોટ પડી છે'મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીના હંમેશા આપણી સાથે જ રહેશે. ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી તેમને શ્રદ્ધાંજલિ અર્પુ છું. તેમના આશિર્વાદ આપણા પર વરસતા રહેશે તેવી મને શ્રદ્ધા છે. વર્ષોથી તેઓ ગુજરાતની ચિંતા કરતા આવ્યા હતા. નર્મદા ડેમ બાંધવની વાત હોય, કોમી એખલાસ, ગુજરાતના વિકાસની વાત હોય, શિક્ષણ અને વાવાઝોડાની સ્થિતિમાં તેઓ ગુજરાતની ચિંતા કરતા આવ્યા હતા. તેઓએ તમામ હરિભક્તોને કામે લગાડીને ગુજરાત સુખી થાય તેવી તેવા પ્રયત્નો હતા. આજે ગુજરાતને મોટી ખોટ પડી છે. મોટા સંત ગુમાવ્યા છે. ગુજરાત તેમને હંમેશા યાદ કરશેસ્વામીજી મહારાજના દિવ્ય વિગ્રહ પર અભિષેક કરવામાં આવ્યો

અંત્યેષ્ટિ વિધિ અંગે વાત કરતાં કૌશિકભાઈ શાસ્ત્રીએ જણાવ્યું છે કે, શાસ્ત્ર કથન અનુસાર મનુષ્ય જીવનમાં સોળ સંસ્કાર કરવાના હોય છે. જેમાં અંતિમ સોળમો સંસ્કાર અંત્યેષ્ટિ છે.જે દેવઋણ, મનુષ્યઋણ અને ગુરૂઋણમાંથી મુક્તિ અપાવે છે. પરમ પૂજ્ય સ્વામીજીના અંત્યેષ્ટિ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે. દેશભરની પવિત્ર નદીઓ તેમજ ભગવાન સ્વામિનારાયણે જે જળાશયોમાં સ્નાન કરેલું તેનાં જળથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય વિગ્રહ પર અભિષેક કરવામાં આવશે. શાસ્ત્રોક્ત મંત્રોના ગાન વચ્ચે વડીલ સંતો દ્વારા આ અભિષેક થશે.

મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યાં


'શિષ્ય સમુદાય ગુરૂઋણમાંથી મુક્ત થઈ શકે તે માટે આ વિધિ જરૂરી'

પંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ ઉપરાંત હ્રદયસ્થ આત્માના પ્રતિનિધિરૂપ ષટપિંડ પૂજન થશે. ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુભગવાનના પ્રતિનિધિરૂપ શાલિગ્રામજીણી પૂજા કરવામાં આવશે.સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરુષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે. પંડિતો દ્વારા પુરુષ સૂક્તના શ્લોકોનું સતત ગાન કરવામાં આવશે. કૌશિકભાઈ શાસ્ત્રી ઉમેર્યું હતું કે, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જેવા દિવ્ય સત્પુરુષોને આ પ્રકારની વિધિની આવશ્યકતા નથી હોતી. પરંતુ શિષ્ય સમુદાય ગુરૂઋણમાંથી મુક્ત થઈ શકે તે માટે આ વિધિ જરૂરી છે.લખો લોકોના હ્રદયમાં સ્થાન મેળવનાર આવા મહાપુરુષોની અંતિમવિધિ સમયે સંકલ્પ –પ્રાર્થના કરવાથી તમામ મનોરથ પૂર્ણ થાય છે અને ગુરૂની કૃપા સદૈવ વરસતી રહે તેવું શાસ્ત્ર કથન છે.
Published by: Kaushal Pancholi
First published: August 1, 2021, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading