અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસ્યો વરસાદ, પાંચ દિવસ રહેશે વરસાદી વાતાવરણ

News18 Gujarati
Updated: September 21, 2021, 7:20 AM IST
અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસ્યો વરસાદ, પાંચ દિવસ રહેશે વરસાદી વાતાવરણ
વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

Rain In Ahmedabad: અમદાવાદમાં અત્યાર સુધીમાં મોસમનો 23.62 ઇંચ વરસાદ વરસ્યો છે.

  • Share this:
અમદાવાદ: શહેરમાં (Ahmedabad) સોમવારની મોડીરાતથી જ વીજળીના કડાકાભડાકા (rain with lightning in Ahmedabad) સાથે વરસાદ વરસી રહ્યો છે.અમદાવાદના અનેક વિસ્તારો જેમકે સજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલમાં વીજળીના ભયંકર અવાજ સાથે વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે (Ahmedabad Weather forecast) અમદાવાદમાં આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

નોંધનીય છે કે, અમદાવાદમાં સોમવારે અસહ્ય ઉકળાટ સાથે ગાજવીજ સાથે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ઓઢવ અને વિરાટનગરમાં સોમવારે સાંજ સુધીમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

શહેરમાં મોસમનો કુલ 32.62 ઇંચ વરસાદ

શહેરમાં સોમવાર સુધીમા સરેરાશ 16.04 મિલીમીટર વરસાદ થતા મોસમનો અત્યાર સુધીમાં 23.62 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પાંચ દિવસ શહેરમાં વરસાદ વરસશે.ગુજરાત માટે 24 કલાક ભારે

હવામાન વિભાગની આગાહી પર નજર નાંખીએ તો, અમદાવાદ જિલ્લામાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સોમવારે અમદાવાદ શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી નોંધાયું હતું. આગામી 3 દિવસ અમદાવાદમાં વરસાદની આગાહીને પગલે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી જઇ શકે છે. આ સાથે રાજ્યમાં પણ આગામી 24 કલાકમાં વરસાદનું જોર યથાવત રહેશે. પંચમહાલ, મહીસાગર,નવસારી, વલસાડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની પણ આગાહીની શક્યતા છે.

શહેરમાં થોડા જ વરસાદમાં રસ્તાઓની હાલક બિસમાર

અમદાવાદ શહેરમાં આ વખતે જેટલો જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી તો પણ શહેરના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. શહેરના પૂર્વ વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 8 પર તો વાહન ચલાવી ન શકાય તે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે. આ કમરતોડ રસ્તાઓના કારણે પૂર્વ વિસ્તારના સ્થાનિકોમાં કોર્પોરેશન વિરૂદ્ધ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિકોને રસ્તાઓ પર ખાડા પડી જતા અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વરસાદ પહેલા પ્રિ મોન્સૂન પ્લાન કરે છે પણ વરસાદ ગયા પછી રોડની હાલત ખરાબ થવા છતાં તેનું રીપેરીંગ થતું નથી. રાહદારીઓ પણ તંત્રની આ બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
Published by: Kaushal Pancholi
First published: September 21, 2021, 7:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading