વડોદરામાં પત્ની- દીકરી ડબલ મર્ડર કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, પતિનો એકતરફી પ્રેમ જવાબદાર?

News18 Gujarati
Updated: October 14, 2021, 8:41 AM IST
વડોદરામાં પત્ની- દીકરી ડબલ મર્ડર કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, પતિનો એકતરફી પ્રેમ જવાબદાર?
પત્ની શોભના, દીકરી કાવ્યા અને પતિ તેજસની તસવીર

Vadodara news: તેજસની ગૂગલ અને યુ ટયૂબ પરની સર્ચ હિસ્ટ્રી જોઇ પોલીસ પણ ચોંકી ગઇ હતી

  • Share this:
વડોદરા : શહેરના (Vadodara) ન્યૂ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં માતા-પુત્રીના ચકચારી હત્યા કેસમાં (wife daughter murder case in Vadodara) અનેક ખુલાસા સામે આવ્યા છે. પતિ તેજસ પટેલે (Tejas Patel kills wige and daughter) જ પત્ની શોભના અને પુત્રી કાવ્યાને (Husband kills wife shobhna and daughter kavya ) આઈસ્ક્રિમમાં ઝેર ખવડાવી ગળું દબાવી હત્યા કરી હોલાની ચોંકાવનારી વિગતોનો સામે આવી છે. તેજસે પત્ની અને પુત્રીને ગળું દબાવી અને ઝેર આપી મારી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ મામલે પતિ સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કર્યો છે. મૃતક મહિલાના ગળે ઈજાનું નિશાન જોવા મળ્યા હતા. 6 વર્ષની દીકરી કાવ્યા અને તેની માતાની હત્યા પતિએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેજસે જ્યારે આ ખૂની ખેલ ખેલ્યો ત્યારે તેના નખ પત્નીના ગળામાં વાગ્યા હતા. પત્નીનું ગળું દબાવ્યા બાદ તેને દીકરીનું ગળું દબાવી દીધું હતું.પોલીસ તપાસમાં માતા-પુત્રીની બેવડી હત્યા પતિના અન્ય મહિલા સાથે આડા સબંધ, ઘર જમાઇ તરીકે રહેવાની મજબૂરી તેમજ પત્નીની અજુગતી માગણીઓ જેવાં વિવિધ કારણો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.

ઉંદરની દવા ઘરમાંથી મળી આવી

આ કેસમાં અનેક વિગતોનો ખુલાસો થયો છે. જેમાં ઉંદરનો ત્રાસ નહીં હોવા છતાં મકાનમાંથી ઉંદરની દવા મળતાં પોલીસને શંકા ઉપજી હતી અને તેજસ તેનો ખૂલાસો કરવામાં ફસાયો હતો. આ ડબલ મર્ડરમાં પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી.બંનેના શરીરમાં ઝેરી દવા હોવાનું ખૂલતાં પોલીસ અને ફોરેન્સિકની ટીમો તેજસના મકાનમાં ફરી વળી હતી. આ દરમિયાન ચોથે માળે તેજસ રહેતો હતો તેની ઉપરના દાદર પર કાટમાળમાંથી ઉંદર મારવાની દવા મળી આવી હતી.જેી પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું કે, અહીં ઉંદરનો ત્રાસ નથી. જેથી તેજસ પરનો શક વધુ મજબૂત બન્યો હતો.

આરોપી પતિની તસવીર


મોબાઇલ હિસ્ટ્રી પરથી ખૂલ્યો રાઝ પરથી પડદો

પોલીસે તેજસની મોબાઇલ હિસ્ટ્રી ચેક કરી તેમાં પણ અનેક રાઝ ખૂલ્યા હતા. ગૂગલ અને યુ ટયૂબ પરની સર્ચ હિસ્ટ્રી જોઇ પોલીસ ચોંકી હતી. આ સર્ચ હિસ્ટ્રીમાં રેટ કિલર,ઝહર કૌન સા હોતા હૈ..મોત કૈસે હોતી હૈ, હાઉ ટુ ગીવ ડેથ, રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મેન પોઇઝન, ધ રેટ કિલર પોઇઝન, હાઉ ટુ કિલ અ મેન વિથ પીલો વગેરે જેવા વિષયો મળ્યા હતા.
દીકરીની તસવીર


એકતરફી પ્રેમમાં કરી હત્યા?

આ કેસમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેજસનું અન્ય યુવતી સાથે અફેર હોવાની જાણ તેના સાળાને થઇ હતી.જેથી તેના સાળા શૈલેન્દ્રસિંહે બહેન શોભનાને તેજસના અફેરની વાત કરી હતી. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. જેથી પોલીસ તેજસના કથિત પ્રેમપ્રકરણના મુદ્દે પણ તપાસ કરી રહી છે. જેમાં તેજસ એકતરફી પ્રેમમાં હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - ગાંધીનગર : શાતિર સચિને પ્રેમિકાની હત્યા કરી પુત્રને ત્યજી દીધો, બાદમાં પત્ની સાથે ગયો હતો મોલમાં

શોભના પતિ તેજસથી વધુ શિક્ષિત હતી

આ કેસમાં મળતી માહિતી પ્રમાણે, આરોપી તેજસ પાંચ વર્ષથી ઘરજમાઇ તરીકે રહેતો હતો. શોભના અને તેજસ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બારમા ધોરણ સુધી અભ્યાસ કરનાર તેજસ પટેલના લગ્ન તેની જ્ઞાાતિના રિવાજ મુજબ થયા હતા.તેની પત્ની શોભના તેનાથી છ વર્ષ મોટી હતી.
Published by: Kaushal Pancholi
First published: October 14, 2021, 8:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading