ઇરાની ગેંગઃ ગુજરાત-મુંબઇમાં લૂંટ ચલાવતી ટોળકી, સોફ્ટ ટાર્ગેટ મહિલાઓ

News18 Gujarati
Updated: August 14, 2018, 6:01 PM IST
ઇરાની ગેંગઃ ગુજરાત-મુંબઇમાં લૂંટ ચલાવતી ટોળકી, સોફ્ટ ટાર્ગેટ મહિલાઓ
થોડા સમય પહેલા લૂંટના અંજામ આપતી વખતે ઇરાની ગેંગ સીસીટીવીમાં કેદ થઇ હતી.

આ ગેંગ શહેરમાં નકલી પોલીસ બનીને આંગડિયા પેઢી અને એકલ-દોકલ મહિલાઓ પાસેથી દાગીના લૂંટી લેવાના કામથી શહેરમાં કુખ્યાત છે

  • Share this:
નવીન ઝા, અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઈરાની ગેંગના એક સાગીરત સરતાજ હુસૈન સૌયદની મુંબઇથી ધરપકડ કરી લીધી છે. આ ગેંગ દ્રારા શહેરમાં નકલી પોલીસ બનીને આંગડિયા પેઢી અને એકલ-દોકલ મહિલાઓ પાસેથી દાગીના લૂંટી લેવાના કામથી શહેરમાં કુખ્યાત છે. આ ગેંગ દ્વારા અનેક વખત પોલીસને પડકાર ફેંકવામાં આવે છે. જાહેરમાં લૂંટની અંજામ આપ્યા બાદ ગેંગના સભ્યો ગાયબ થઇ જતા હતા.

આ ઈરાની ગેંગ દ્વારા પોલીસની ઓળખ આપી સોના ચાંદીના દાગીનાના વેપારીઓ અને આંગડિયા પેઢીના કર્મચારીઓ અને મહિલાઓ ને ટાર્ગેટ બનાવતા હોય છે. મહિલાઓને આગળ લૂંટનો બનાવ બન્યો છે તેમ કહીને મહિલાઓના દાગીના ઉતારવી લેતા હોય છે.

હાલ ઇરાની ગેંગના એક સાગરિતની મુંબઇથી ધરપકડ જ્યારે અન્ય સાગરિતો હાલ ફરાર છે


આ ગેંગના અન્ય સાગરિતો હાલ ફરાર છે અને જેને પકડવા પોલીસની ટીમ કામે લાગી છે. નોંધનીય છે કે બે અલગ-અલગ મોડસ ઓપરેન્ડી ધરાવતી આ ગેંગ બે ભાગમાં હોવાનું સામે આવ્યું છે. આ ગેંગનો મૂળ મુંબઈના આંબીવલી કલ્યાણ નજીક અડ્ડો હોવાનું કહેવામાં આવે છે. અનેક ગુનામા ફરાર આ ગેંગના એક સભ્યની પોલીસે ધરપકડ કરી છે.

ગુજરાત સહિત દેશમાં અન્ય રાજ્યોમાં લૂંટની ઘટનાઓને અંજામ આપવા માટે ઇરાની ગેંગ કુખ્યાત છે. ઇરાની ગેંગ દ્વારા અત્યારસુધીમાં સુરતમાં આઈ.બી ના અધિકારીની ઓળખ આપી ને 13 લાખ ના દાગીના સેરવી લીધા હતા, તો કાલુપુર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહીને એક વ્યક્તિને લૂંટી લેવામાં આવ્યો હતો. ભરૂચમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું જણાવી બેગ ચેક કરવાના બહાને રૂપિયા 40,000 લૂંટી લીધા, રાજકોટમાં સોની બજારમાં પોલીસ ની ઓળખાણ આપી થેલો ચેક કરવો પડશે કહી 21 લાખથી વધુને દાગીના પડાવી લીધા હતા.
Published by: Sanjay Vaghela
First published: August 14, 2018, 6:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading