વડોદરા: પ્રેમપ્રકરણમાં યુવતીના પરિવારજનોએ ઢોર માર મારી યુવકની કરી હત્યા, ચારની ધરપકડ

News18 Gujarati
Updated: November 18, 2021, 2:40 PM IST
વડોદરા: પ્રેમપ્રકરણમાં યુવતીના પરિવારજનોએ ઢોર માર મારી યુવકની કરી હત્યા, ચારની ધરપકડ
વીડિયોમાંથી લીધેલી તસવીર અને યુવકની ફાઇલ તસવીર

આ ઘટનામાં યુવતીના પિતા, ભાઇ, કાકા અને દાદાની ધરપકડ કરવામાં આવી છે.

  • Share this:
વડોદરા: જિલ્લાના પાદરા (Padra, Vadodara) તાલુકાના ચોકારી ગામની એક હચમચાવી નાંખતી ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણમાં ઢોર માર મારી યુવતીના પરિવારે યુવકની (young boy murder by lover's family) 20 વર્ષના જયેશ રાવળની હત્યા નીપજાવી છે. ગામના લોકોએ આ અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરતા આખો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં યુવતીના પિતા, ભાઇ, કાકા અને દાદાની ધરપકડ કરવામાં આવી છે.

20 વર્ષના યુવાનનું મોત

પાદરા તાલુકાના ચોકારી ગામે પ્રેમ પ્રકરણમા યુવકને તાલિબાની સજા આપવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. પ્રેમપ્રકરણ અંગે યુવતીના પરિવારજનોને ખબર પડતા તેઓએ યુવકનું તેના ઘરેથી અપહરણ કર્યુ હતું. જે બાદ તેને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. ચાર-પાંચ લોકોએ મળીને યુવકને લાકડીથી એટલો માર માર્યો કે તે બેભાન થઇ ગયો હતો. આ ઘટનામાં પ્રેમી યુવક જયેશ રાવળનું દર્દનાક મોત થયુ છે. આ યુવકને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ગામ લોકોએ આઅંગેની જાણ પોલીસને કરતા ઘટના સ્થળે દોડી હતી. હાલ આ અંગે યુવતીના પિતા સહિત ચાર લોકોની ધરકપડ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

'અમને ન્યાય જોઇએ'

મૃતક યુવાનના ભાઇ અને બહેને જણાવ્યું હતું કે, મારા ભાઇને ઢસડીને લઇ ગયા અને મારા ભાઇને મારી નાખવાની વાતો કરતા હતા. આ લોકો મારા ભાઇને લાકડીઓથી મારીને તેમના ઘરે લઇ ગયા હતા. ત્યાં જઇ એક ઝાડ પાસે બાંધી દીધો હતો અને માર મારવાનું ચાલુ જ રાખ્યુ હતુ. મારા ભાઇની આ લોકોએ હત્યા કરી છે. મારા ભાઇને જેમ મારી નાખ્યો તેમ આરોપીઓને ફાંસીની સજા થવી જોઇએ. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, અમારે ન્યાય જોઇએ છે.આ પણ વાંચો - સુપ્રીમ કોર્ટે બદલ્યો બોમ્બે હાઇકોર્ટનો નિર્ણય, કહ્યું 'સ્કિન ટુ સ્કિન ટચ વગર પણ લાગૂ થશે POCSO એક્ટ'ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઢવાયો

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે હત્યા અને અપહરણનો ગુનો દાખલ કર્યો છે. વડોદરા જિલ્લા પોલીસવડા સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે, ઘટના બાદ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. હાલ ગામમાં કોઇ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ, માર મારવાની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે.
Published by: Kaushal Pancholi
First published: November 18, 2021, 2:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading