વલસાડ ટ્રેનમાં આપઘાત પહેલા યુવતીની સુરત સ્ટેશન પર થઇ હતી છેડતી, યુવાનની અટકાયત

News18 Gujarati
Updated: November 18, 2021, 10:30 AM IST
વલસાડ ટ્રેનમાં આપઘાત પહેલા યુવતીની સુરત સ્ટેશન પર થઇ હતી છેડતી, યુવાનની અટકાયત
સુરત સ્ટેશન પરથી ઝડપાયેલો યુવાન

યુવતીનો જે શખ્સ પીછો કરતો હતો તે સેક્સ મેનિયાક તરીકે ઓળખાય છે તેને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ઝડપી પાડીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

  • Share this:
વડોદરા: શહેરના વેક્સિન ગ્રાઉન્ડ પર યુવતી પર બળાત્કાર અને બાદમાં વલસાડમાં ગુજરાત ક્વીનમાં પર યુવતીએ આપઘાતના કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે રેલવે પોલીસે આખરે 14 દિવસ બાદ બે નરાધમો સામે પીડિતાને આત્મહત્યાની દુષ્પ્રેરણા અને સામૂહિક દુષ્કર્મનો ગુનો નોંધવાની પ્રક્રિયા બુધવારે મોડી રાતે ચાલુ કરી હતી. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં પીડિતાના આંતરિક ભાગોમાં ઇજાના નિશાન હોવાનું જણાવાયું હતું.

એ સાંજના સાક્ષીઓ મળ્યા

રેલવે આઇજીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 29 ઓક્ટોબરે સાંજે વડોદરામાં જગદીશની ગલીમાંથી નીકળતી વખતે પાછળથી ધક્કો મારીને બે શખ્સ તેને વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ ગયા હતા. જ્યાં બંને આરોપીને જોનાર સાક્ષીઓ મળી આવ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 31 ઓક્ટોબર પછી તે નવસારી અને 3 નવમ્બરે સુરત અને ત્યાંથી વલસાડ ગઇ હતી. ત્યાંના સાક્ષીઓ પણ મળ્યા છે. પીડિતાને જલ્દી ન્યાય મળે અને આરોપીઓને પકડી પાડવા માટે સતત પ્રયત્નશિલ છીએ અને બહુ થોડા સમયમાં સમગ્ર કેસનો પર્દાફાશ કરીશું. ઘટના બાદના ત્રણ સાક્ષીઓ છે, તેમના નિવેદનોમાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ઇલેકટ્રોનીક સર્વેલન્સ, સાક્ષીઓ, સંજોગોનું નિરીક્ષણથી સ્પષ્ટ થયું હતું કે, પીડિતાને ખેંચીને અવાવરું જગ્યા પર લઇ જઇને દુષ્કર્મ કરાયું હતું.

3 તારીખે કોચમાં એકલી બેઠી હતી

31મી તારીખે તે નવસારી ગઇ હતી અને 3 તારીખે સુરત ગઇ અને રાત્રે કોચમાં તે એકલી બેસી રહી હતી. તેના સાક્ષી પણ પોલીસને મળ્યા છે. રિક્ષા ચાલકો, સીસી ટીવીના ફુટેજ, મોબાઇલ ડેટાનું એનાલીસીસ અને હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ કરાઇ રહી છે. બીજી તરફ ગેંગરેપની ઘટનામાં પરિચિતોની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો- ગુજરાત ATSને મળી મોટી સફળતા, દ્વારકામાંથી ઝડપાયું 24 કિલો હેરોઇનસુરતમાં યુવાને કરી હતી છેડતી

વડોદરામાં દુષ્કર્મનો ભોગ બન્યા બાદ યુવતી પોતાના ઘેર ગઇ હતી અને તારીખ 3ની સાંજે પાંચ વાગે તે મરોલી જઉં છું તેમ કહી ઘેરથી નીકળી હતી. બાદમાં તે બસમાં બેસી સુરત બસ સ્ટેશન પહોંચી હતી. બસ સ્ટેશન પર તે હતી ત્યારે એક યુવાને તેની પાસે આવી ઇશારા કર્યા હતાં. બાદમાં આ યુવાને યુવતીને હેરાન પણ કરી હતી. યુવતી રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે પણ આ યુવાને તેનો પીછો કર્યો હતો. આ ઘટનાથી તે શમશમી ગઇ હતી. જે બાદ તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો અંદોશો છે. રેલવેના આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુવતીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા માટેનો ગુનો આ ઉપરાંત તેની સાથે બળાત્કારની કલમનો પણ ઉમેરો કરી ફરિયાદ નોંધવામાં આવશે. મહત્ત્વનું છે કે, યુવતીનો જે શખ્સ પીછો કરતો હતો તે સેક્સ મેનિયાક તરીકે ઓળખાય છે તેને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ઝડપી પાડીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - સુરત: પોતાની 14 વર્ષની દીકરી પર પિતાએ ગુજાર્યું દુષ્કર્મ, પોલીસે 7 દિવસમાં જ ચાર્જશીટ કરી રજૂ

અમને ચોક્કસ ન્યાય મળશે

આ કેસને ઉકેલવામાં પોલીસ પીડિતાના પરિવારજનોની પણ મદદ લઇ રહી છે અને બુધવારે ફરી એક વાર વિદ્યાર્થિનીના માતા-પિતાની પૂછપરછ થઇ હતી. આ તબક્કે પીડિતાના માતા-પિતાએ મીડિયાને કહ્યું હતું કે,પોલીસની તપાસમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે.અમને ચોક્કસ ન્યાય મળશે.
Published by: Kaushal Pancholi
First published: November 18, 2021, 10:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading