દાહોદ: 15 ઇસમોએ સગીરા પર આચર્યું દુષ્કર્મ, બે મહિલાઓએ પણ કરી મદદ, 54 દિવસ ચાલી હેવાનિયત

News18 Gujarati
Updated: September 27, 2021, 10:38 AM IST
દાહોદ: 15 ઇસમોએ સગીરા પર આચર્યું દુષ્કર્મ, બે મહિલાઓએ પણ કરી મદદ, 54 દિવસ ચાલી હેવાનિયત
પ્રતીકાત્મક તસવીર

Dahod News: એક મહિનાને 22 દિવસ સુધી સગીરા પર બળાત્કાર ગુજાર્યો છે.

  • Share this:
દાહોદ: શહેરમાંથી (Dahod) ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. દાહોદમાં 15 ઈસમો સામે એક સગીરા ઉપર (gang rape on minor girl) સામુહિક દુષ્કર્મ ગુજાર્યા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ સાથે બે મહિલાઓ વિરૂદ્ધ પણ ગુનો નોંધાયો છે. આશરે 1 મહિનો અને 22 દિવસ સુધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ દાહોદ શહેર પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ ઘટનાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે.

પહેલા પોલીસે ન લીધી ફરિયાદ

પહેલા પોલીસે સામૂહિક બળાત્કારની આ ગંભીર ઘટનાની ફરિયાદ નહીં નોંધતા દાહોદ કોર્ટમાં કેસ નોંધાયો હતો. દાહોદની એડીશનલ સેશન્સ કોર્ટે તા.25-9-2021ના રોજ બળાત્કારની ફરિયાદ નોંધવા હુકમ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસને આ ફરિયાદ નોંધી છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની આપતા હતા ધમકી

દાહોદની સગીરા ઉપર વર્ષ 2019માં તારીખ 2 જુનથી તારીખ 25 જુલાઈ સુધી શહેરના નુર મસ્જીદ પાસે પિંજારવાડ, કસ્બા, પિંજારવાડ, મેમુ નગર ખેરૂનીશા મસ્જીદ પાસે રહેતાં 15 જેટલા યુવકોએ દુષ્કર્મ ગુર્જાયુ હતું. આ 15 યુવકો સહિત આ ગુનામાં 2 મહિલાઓ પણ સામેલ છે. બળાત્કાર ગુજાર્યાના વીડિયો તેમજ ફોટો આ આરોપીઓએ મોબાઇલ ફોનમાં ઉતાર્યા બાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપીને બ્લેકમેઇલ પણ કરતા હતા. આ ઉપરાંત કોઈને કહીશ કે, પોલીસમાં ફરિયાદ આપીશ તો જાનથી મારી નાંખીશું એવી ધમકીઓ પણ આપતા હતા.

બળાત્કારી આરોપીઓના નામએક મહિનાને 22 દિવસ સુધી સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપોઓના નામો નીચે મુજબ છે. દાહોદ શહેરના નુર મસ્જીદ પાસે પિંજારવાડ, મેમુનગર ખેરૂનીશા મસ્જીદ પાસે રહેતા (1) મતિ નયમભાઇ કાજી (2) નિજામ રાજુભાઇ કાજી (3) જુનેદ ઉર્ફે લલ્લી બાબુભાઇ શેખ (4) અબ્દુલ અજીજ ઉર્ફે અદુલ મોહમદ જાહીર કુરેશી (5) સાહીદબેગ ઉર્ફે સાહીદબાબા સબ્બીરબેગ મિર્જા (6)મોઇનુદ્દીન ખતરી (7) અજરૂદ્દીન ખતરી (8) હસનબાબા (9) મઝહરકાજી (10) હૈદર કુરેશી

(11) સહેબાજ શેખ (12) જાબીર સૈયદ (13) ઇશરાર ઉર્ફે ઇસ્સુ (14) ગુજ્જુ ઘાંચી (15) મુસ્કાન (16) બીરજોશી નિજામ રાજુભાઇ કાજીની પત્ની (17) નિજામ રાજુભાઇ કાજીની માતા
Published by: Kaushal Pancholi
First published: September 27, 2021, 10:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading