વડોદરા ગેંગરેપ બાદ આપઘાત: આખરે યુવતીની ખોવાયેલી સાયકલ સાથે સિક્યુરિટી ગાર્ડ મળ્યો

News18 Gujarati
Updated: November 25, 2021, 7:14 AM IST
વડોદરા ગેંગરેપ બાદ આપઘાત: આખરે યુવતીની ખોવાયેલી સાયકલ સાથે સિક્યુરિટી ગાર્ડ મળ્યો
યુવતીની મળેલી સાયકલ

Vadodara Gang Rape case: સોસાયટીના બંધ બંગલામાં આસોપાલવના ઝાડ નીચે કચરાના ઢગલામાં છુપાવેલી સાયકલ શોધી કાઢી હતી.

  • Share this:
વડોદરા: શહેરના વેક્સિન ગ્રાઉન્ડ (Vadodara Vaccine ground) પર સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી નવસારીની યુવતીની (Navsari girl) સાઇકલ આખરે (girl cycle found) મળી ગઇ છે. હાલ આ સાયયકલને રેલવે એલસીબીએ (Railway LCB) કબજે કરી છે. આ સાયકલને સંતાડી રાખનાર ખાનગી સિક્યુરિટી ગાર્ડની (security gaurd found) પણ અટકાયત કરી તેની રાત્રે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ હાથ ધરાઈ

રેલવે એલસીબીની ટીમે ઓપી રોડ પર મલ્હાર પોઇન્ટ પાસેની સોસાયટીમાં રહેતા સિક્યુરિટી ગાર્ડને યુવતીની સાયકલ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરાવતા તે યુવતીની જ સાયકલ હોવાનુ ખલ્યું હતું. સિક્યુરિટી ગાર્ડ પાસેથી બંને દુષ્કર્મીઓ વિશે પણ માહિતી મળવાની પ્રબળ આશંકા છે. રાતથી જ આ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરાઇ રહી છે.

કચરાના ઢગલામાં સાયકલ છુપાડી હતી

એલસીબીની ટીમને આ અંગેની બાતમી મળી હતી. જેના આધારે તેઓએ ઓપી રોડ પર મલ્હાર પોઇન્ટથી ડાબી તરફ જતા ગેઇલની ઓફિસની બાજુમાં આવેલી સોસાયટીના બંધ બંગલામાં આસોપાલવના ઝાડ નીચે કચરાના ઢગલામાં છુપાવેલી સાયકલ શોધી કાઢી હતી. આ સિક્યુરિટી ગાર્ડ જેનું નામ મહેશ રાઠવા છે, તે બંગલોની પાસેના મકાનમાં પરિવાર સાથે રહેતો હતો. તે સિક્યોરીટી ગાર્ડ તરીકે એટલાન્ટીસ બિલ્ડીંગમાં કામ કરતો હતો. પોલીસે હાલ તેને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો - ટ્રેનમાં આપધાત કરનાર યુવતીની ડાયરીએ કર્યા અનેક ઘટસ્ફોટ, દુષ્કર્મ બાદ હત્યા કરવાના હતા નરાધમોસાયકલના ટાયર કાઢી નાંખ્યા હતા

મળતી માહિતી પ્રમાણે, સિક્યુરિટી ગાર્ડ મહેશે પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેને વેક્સિન મેદાન પાસેથી આ સાઇકલ મળી હતી અને ત્યારબાદ તેણે આ બંધ બંગલાના આસોપાલવના ઝાડ નીચે કચરાના ઢગલા નીચે છુપાવી દીધી હતી અને ટાયર કાઢી નાંખ્યા હતા.

આ પણ વાંચો - નવસારીની યુવતીનો ટ્રેનમાં આપઘાત કે હત્યા? આટલા દિવસો પછી પણ ગૂંચવાયેલો છે કેસ

આ કેસમાં એસઆઈટીની પણ રચના કરાઈ

રેલવે પોલીસની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. આ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બે પી.આઇની ટીમ પણ આ કેસની તપાસમાં જોડાઇ. પોલીસની 35 ટીમ દ્વારા 500થી વધારે સીસીટીવી કેમેરા, બનાવ સમયના મોબાઇલ લોકેશન, 350થી વધુ રિક્ષાડ્રાઇવરો સહિત 800 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તો પણ ગેંગરેપ કરનારા બે નરાધમોની કોઇ ભાળ મળતી નથી. જેથી 9 સિનિયર પોલીસ અધિકારીઓની પસંદગી કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે.
Published by: Kaushal Pancholi
First published: November 25, 2021, 7:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading