વડોદરાની OASIS પર નવસારીના અન્ય યુવતીના પરિવારનો આક્ષેપ, 'ત્યાં બ્રેઇનવોશ થાય છે, છોકરી ઘરે આવતી નથી'

News18 Gujarati
Updated: November 23, 2021, 2:33 PM IST
વડોદરાની OASIS પર નવસારીના અન્ય યુવતીના પરિવારનો આક્ષેપ, 'ત્યાં બ્રેઇનવોશ થાય છે, છોકરી ઘરે આવતી નથી'
પરિવારે આક્ષેપ કર્યો છે કે, આ સંસ્થા બ્રેઇન વોશ કરે છે. અમારી છોકરી ઘરે આવવાની જ ના પાડે છે.

'અહીં આવે છે પરંતુ તે અમારી સાથે રહેવા માંગતી નથી. તે એવું જ કહે છે કે, આગળનું હું ત્યાં રહીને જ ભણીશ.'

  • Share this:
વડોદરા: નવસારીની યુવતીની વલસાડમાં ગુજરાત ક્વિનના ડબ્બામાં આપઘાતના મામલે પોલીસનની તપાસમાં 18 દિવસ પછી પણ કાંઇ ચોક્કસ કારણ સામે આવી નથી રહ્યું. ત્યારે મૃતક યુવતી જે સામાજિક સંસ્થામાં કામ કરતી હતી તેની પર મૃતક માતાથી લઇને તે સંસ્થામાં કામ કરતી અન્ય યુવતીઓનો પરિવાર આક્ષેપ કરી રહ્યા છે. નવસારીની અન્ય યુવતી પણ વડોદરાની OASIS સંસ્થામાં કામ કરે છે. ત્યારે તેના પરિવારે આક્ષેપ કર્યો છે કે, આ સંસ્થા બ્રેઇન વોશ કરે છે. અમારી છોકરી ઘરે આવવાની જ ના પાડે છે.

પરિવારે શું આક્ષેપ કર્યો છે?

નવસારીની અન્ય યુવતીના પરિવારે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, યુવતી ત્રણ વર્ષથી ત્યાં છે. અમે છ મહિનાથી પ્રયત્ન કરીએ છીએ કે, તે પાછી આવી જાય પરંતુ તેને હવે અમારી સાથે રહેવું નથી. તે અહીં આવે છે પરંતુ તે અમારી સાથે રહેવા માંગતી નથી. તે એવું જ કહે છે કે, આગળનું હું ત્યાં રહીને જ ભણીશ. અમે નાના હતા ત્યારે એવું શીખવાડતા હતા કે, માતા પિતા જેમ કેમ તેમ કરવાનું, પરંતુ અહીં પરિસ્થિતિ એકદમ અલગ છે. હું એકલો આવો નથી કે જે દીકરીને પાછી ઘરે બોલાવે છે. નવસારીમાં ઘણાં એવા માબાપ છે કે આ સંસ્થામાંથી પોતાની દીકરીઓને પાછી બોલાવે છે.

આ પણ વાંચો - સુરત: કોફી શોપમાં વિદ્યાર્થિનીનું મોત, વિધર્મી યુવકે ઝેર આપી મારી નાંખ્યાનો પરિવારનો આક્ષેપ

'મારી દીકરી આત્મહત્યા ન કરી શકે'

યુવતીની માતાએ જણાવ્યું હતું કે, ડાયરી અને મેસેજ પરથી મને એમ લાગે છે કે, મારી દીકરીએ આત્મહત્યા નથી કરી. એનો કોઇ પીછો કરતું હતુ અને એણે જ મારી દીકરીને આત્મહત્યા કરવા મજબૂર કરી છે એવી મને શંકા છે. તેને જબરદસ્તી મરવા માટે મજબૂર કરી છે. મારી દીકરી આત્મહત્યા કરી જ ન શકે.આ કેસની તપાસ અંગેની વાત કરીએ તો, પોલીસે ડભોઇ રેલવે પીએસઆઇની આગેવાનીમાં ઓએસિસ સંસ્થાના જૂના રેકોર્ડ ચકાસવા માટે ખાસ ટીમની રચના કરી છે. પોલીસની ટીમ આ સંસ્થા અંગેની માહિતી મેળવી રહ્યા છે.

ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

યુવતીની ગુમ સાયકલ પણ નથી મળી

આ સાથે હજી સુધી પીડિતાની ગુમ સાઇકલ પણ મળ નથી. તેને શોધવા માટે આખા વડોદરા શહેરની પોલીસને સૂચના આપવામાં આવી છે. ગેંગરેપની આ ઘટનામાં પરિચિતોની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ ઘટનાના સાક્ષીઓની પણ ઉલટ તપાસ થઇ રહી છે પણ એક વોચમેન સહિતના સાક્ષીઓ હજુ પણ પોલીસને મળી શક્યા નથી. પોલીસ તેને શોધી રહી છે. ગેંગરેપ બાદ થયા બાદ ઘટનાસ્થળે જોવા મળેલો વોચમેન દિવાળીની રજા બાદ વોચમેન જતો રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

29 ઓક્ટોબરે સાંજે વડોદરામાં જગદીશની ગલીમાંથી નીકળતી વખતે પાછળથી ધક્કો મારીને બે શખ્સે યુવતીને વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ ગયા હતા. જ્યાં બંને આરોપીને જોનાર સાક્ષીઓ મળી આવ્યા છે. પોલીસ કહે છે કે, 31 ઓક્ટોબર પછી તે નવસારી અને 3 નવમ્બરે સુરત અને ત્યાંથી વલસાડ ગઇ હતી. ત્યાંના સાક્ષીઓ પણ મળ્યા છે.
Published by: Kaushal Pancholi
First published: November 23, 2021, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading