કોંગ્રેસમાં નારાજગી : અમદાવાદમાં નિરવ બક્ષીનું પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું

News18 Gujarati
Updated: June 25, 2018, 10:35 PM IST
કોંગ્રેસમાં નારાજગી : અમદાવાદમાં નિરવ બક્ષીનું પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું
ફાઇલ તસવીર

ગુજરાત કોંગ્રેસમાં નારાજગીના શૂર પ્રબળ થતા જાય છે. હજી તો રાજકોટના દિગ્ગજ નેતા ઇન્દ્રનિલ રાજ્યગુરુને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યાના થોડા કલાક થયા છે ત્યાં વધુ એક નેતાનું કોંગ્રેસ પક્ષના તમામ હોલ્લાઓ પરથી રાજીનામું આપ્યું છે.

  • Share this:
v આજે સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતના 12 જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરી છે ત્યારે અમદાવાદના પ્રમુખ પદના દાવેદાર નિરવ બક્ષીએ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓમાંથી રાજીનામૂ આપ્યું છે. રાહુલુ ગાંધીએ અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે શશિકાંત પટેલની પસંદગી કરી છે. જેના પગલે આ પદ માટે દાવેદાર માનવામાં આવતા નિરવ બક્ષી નારાજ થયા છે. જેથી તેમણે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. આમ અમદાવાદ શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના 12 જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરી છે. રાહુલ ગાંધીએ અમદાવાદ, વડોદરા અને નડિયાદ શહેરના પ્રમુખોની પણ નિમણૂક કરી છે. મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીએ ભાવનગર, આણંદ, ભરૂચ, ડાંગ, ખેડા, રાજકોટ સહિતના જિલ્લાઓના પ્રમુખોની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ આ ફેરફાર કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે

નેતાનું નામ- જિલ્લાનું નામ

પ્રવિણ રાઠોડ - ભાવનગર
વિનુભાઈ ઠાકોર - આણંદ
પરિમલસિંહ રાણા - ભરૂચમોતિભાઈ ચૌધરી - ડાંગ
રાજેશ ઝાલા - ખેડા
હિતેષ વોરા - રાજકોટ
યશપાલસિંહ ઠાકોર - છોટાઉદેપુર
નાથાભાઈ ઓડેદરા - પોરબંદર
ભિલાભાઈ ગામિત - તાપી
શશિકાંત પટેલ - અમદાવાદ શહેર
ચિરાગ ભ્રહ્મભટ્ટ - નડિયાદ શહેર
પ્રશાંત પટેલ - વડોદરા શહેર
Published by: Ankit Patel
First published: June 25, 2018, 10:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading