ગુજરાતના આ વિસ્તારોમાં ખૂટી પડ્યું પેટ્રોલ, રાજસ્થાનથી આવતા દરેક વાહન ફૂલ કરાવી લે છે ટાંકી

News18 Gujarati
Updated: November 12, 2021, 4:00 PM IST
ગુજરાતના આ વિસ્તારોમાં ખૂટી પડ્યું પેટ્રોલ, રાજસ્થાનથી આવતા દરેક વાહન ફૂલ કરાવી લે છે ટાંકી
પ્રતીકાત્મક તસવીર

હવે હાલ એવા છે કે, પેટ્રોલ પંપ પર 'પેટ્રોલ નથી'ના બોર્ડ લગાવવા પડ્યા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • Share this:
મહીસાગર: જિલ્લાના (Mahisagar) રાજસ્થાન સરહદ વિસ્તારના પેટ્રોલ પંપોમાં (petrol) પેટ્રોલની અછત જોવા મળી રહી છે. સરહદની નજીક આવેલા પેટ્રોલ પંપ (petrol pump) પર પેટ્રોલની અછત જોવા મળી રહી છે. રાજસ્થાન કરતા ગુજરાતમાં (Petrol scarcity at Gujarat Rajasthan border) પેટ્રોલ ડીઝલ સસ્તું થતાં જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર પર આવેલા પેટ્રોલપંપો ઉપર રાજસ્થાનના વાહનોની કતારો લાગતી હતી. એક સમયે ગુજરાત કરતા રાજસ્થાનમાં રૂપિયો દોઢ રૂપિયો લીટરે રાજસ્થાનમાં સસ્તું મળતું હતું જ્યારે અત્યારે એનાથી ઊલટું છે રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું મળે છે. જેથી સરહદ ઉપરના પંપો ઉપર વેચાણ વધી રહ્યું છે અને હવે હાલ એવા છે કે, પેટ્રોલ પંપ પર 'પેટ્રોલ નથી'ના બોર્ડ લગાવવા પડ્યા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજસ્થાનથી આગળ જવા માટે ગુજરાતમાં જ કરાવે છે ફૂલ ટાંકી

રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થતા પેટ્રોલ પમ્પોનું વેચાણ પણ છેલ્લા કેટલાક દિવસોથી વધ્યું હતુ. જેના કારણે રાજસ્થાનથી નાના મોટા વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ માટે ગુજરાત આવી રહયા છે. સામાન્ય રીતે, એક અંદાજ પ્રમાણે ટ્રક ચલાવતા વાહન ચાલકને એક સમય ટાંકી ફૂલ કરવામાં ત્રણથી ચાર હજાર કે તેનાથી વધુનો પણ ફાયદો થાય છે. જેથી વાહન ચાલકો ગુજરાતમાં જ પેટ્રોલ ડીઝલની ટાંકી ફૂલ કરાવીને આગળ વધી રહ્યા છે. રાજસ્થાન સરહદ નજીકના પંપો ઉપર ડીઝલ-પેટ્રોલનું વેચાણ પણ વધ્યું છે.

આ પણ વાંચો - વલસાડ: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

પેટ્રોલ 16 રૂપિયા પડી રહ્યું છે સસ્તું

રાજસ્થાન કરતા ગુજરાતમાં રાજ્ય સરકારે વેટ ઘટાડેલા ડીઝલ લીટરે 7 રૂપિયા અને પેટ્રોલ 16 રૂપિયા સસ્તું મળતું હોવાથી ગુજરાતમાંથી પરપ્રાંતમાં જતાં વાહનો ફૂલ ટાંકી કરાવીને જ જાય છે. જ્યારે રાજસ્થાનના વાહનોના ચાલકો ગુજરાતમાં જ ડીઝલ-પેટ્રોલ ભરાવવાનું પસંદ કરી રહ્યાં છે. જેના કારણે પેટ્રોલ પંપનો વેપાર વધી ગયો છે અને પેટ્રોલની અછત પણ થઇ જવા પામી છે.આ પણ વાંચો - ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે યોજાશે મતદાન

CM ગહેલોતે પેટ્રોલના ભાવ અંગે શું કહ્યુ હતુ?

રાજસ્થાનમાં પેટ્રોલના વધારે ભાવ અંગે સીએમ અશોક ગહેલોતે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારનો ટેક્સ એટલે કે વેટ ઘટાડવા માટે મને ગૃહમંત્રી અમિત શાહનો ફોન આવ્યો હતો અને તેઓ મારા પર વેટ ઓછો કરવા માટે દબાણ કરી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યુ હતુ કે, જો વેટ ઓછો કરવામાં આવશે તો રાજ્યોને બહુ નુકસાન જશે અને કેન્દ્ર સરકાર ઈચ્છી રહી છે કે, રાજ્યો નબળા પડે. કેન્દ્ર સરકાર જનતાને લૂંટી રહી છે. કેન્દ્ર સરકારની નીતિ અને દાનત ખરાબ છે. જોકે, ગહેલોતે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ ઘટાડવા માટે પણ સંકેતો આપ્યા હતા.
Published by: Kaushal Pancholi
First published: November 12, 2021, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading