વડોદરા દુષ્કર્મ કેસ: CA અશોક જૈને ગૃહરાજ્ય મંત્રીને લખ્યો પત્ર, 'મને બદનામ કરીને પૈસા પડાવવાનું ષડયંત્ર છે'

News18 Gujarati
Updated: September 25, 2021, 9:23 PM IST
વડોદરા દુષ્કર્મ કેસ: CA અશોક જૈને ગૃહરાજ્ય મંત્રીને લખ્યો પત્ર, 'મને બદનામ કરીને પૈસા પડાવવાનું ષડયંત્ર છે'
કથિત આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનની ફાઇલ તસવીર

  • Share this:
વડોદરામાં (Vadodara) કોલેજિયન યુવતી પર દુષ્કર્મ કેસમાં (Vadodara college girl rape case) આરોપીઓ CA અશોક જૈન (CA Ashok Jain) અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટને (Pavagadh Temple trustee Raju Bhatt) શોધવા પોલીસની બે ટીમોની મદદમાં ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) અને અન્ય શાખાની પોલીસ ટીમો પણ જોડાશે. આ આરોપીઓને ઝડપી લેવા પોલીસે બુધવારે પણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડયા હતા પણ બંને મળી આવ્યા ન હતા. ફરિયાદ નોંધાવતી વખતે યુવતીએ તેના ઘરમાં એસીના પ્લગ સાથે લગાવેલો સ્પાય કેમેરો મળ્યો હોવાનું ફરિયાદમાં જણાવતાં પોલીસે સ્પાય કેમેરો રજુ કરવા યુવતીને જણાવ્યું હતું પણ બુધવારે રાત સુધી યુવતીએ સ્પાય કેમેરો રજુ ના કર્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અશોક જૈને પત્રમાં શું લખ્યું છે?

69 વર્ષના ફરાર આરોપી સીએ અશોક જૈને ગૃહરાજય મંત્રી તથા ડીજીપી સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખી પોતે નિર્દોષ હોવાનું જણાવી બુટલેગર અલ્પુ સિંધીએ બદનામ કરી પૈસા પડાવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. અશોક જૈને કહ્યુ છે કે, પોતે નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપીંગ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ સહિતના તમામ ટેસ્ટ કરાવવા તૈયાર છે.

ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, આ યુવતી પાંચ મહિના પહેલા તેમના મિત્ર પ્રણવ શુક્લાના રેફરન્સથી તેમની ઓફિસે આવી હતી. તે વખતે તેને ઓફિસમાં બેસી કામ કરી શકે છે તેમ કહ્યું હતું પણ કોરોનામાં યુવતી ઓફિસ આવતી ન હતી, ફરિયાદમાં આરોપી તરીકે રાજુ ભટ્ટનું નામ સંડોવાયેલું છે અને તેમણે રાજુ ભટ્ટ સાથે મિટીંગ કરાવ્યાનું જણાવેલું છે પણ તેઓ રાજુ ભટ્ટને ઓળખતા નથી અને ફોન પર પણ વાત થઇ નથી. ફ્લેટ તેમણે ભાડે અપાવ્યો હોવાનું જણાવ્યું છે પણ યુવતીએ બ્રોકર મારફતે વર્તમાનપત્રમાં જાહેરાત મારફતે શોધ્યો હતો અને તેના માલિકનું નામ રાહીલ રાજેશ જૈન હોવાનું જણાતા તેણે તેમનો સંપર્ક કરી તમારી અટક પણ જૈન હોવાથી તમે ભાડુ ઓછું કરાવી શકતા હોવાની વિનંતી કરી હતી. તેથી તેમણે રાહીલ જૈનને ફોન કરી ભાડુ ઓછું કરાવ્યું હતું.

ફ્લેટમાં તે તેના ભાઇ આસુ સાથે રહેતી હતી અને આસુ ના હોય ત્યારે તેનો બોયફ્રેન્ડ અલ્પેશ વાધવાણી ઉર્ફે અલ્પુ સિંધી સાથે રહેતી હોવાનું તેમને જાણવા મળ્યું છે. યુવતી દિલ્હી ગયા બાદ અલ્પુ સિંધીએ તેમને મોબાઇલમાં ફોટા મોકલ્યા હતા. જેમાં તેઓ યુવતીની બાજુમાં બેઠેલા હોવાનું જણાતુ હતું. અલ્પુ સિંધી દ્વારા મોકલેલા મેસેજમાં તેઓ કહે તે રીતે તમારે કરવું પડશે નહીંતર તે બળાત્કારના કેસમાં ફસાવી દેશે તેમ જણાવ્યું હતું.

આ સાથે તેમણે પત્રમાં તે પણ લખ્યુ છે કે, તેમણે તપાસ કરતાં અલ્પુ સિંધી માથાભારે અને ગુનાઇત ઇતિહાસ ધરાવતો હોવાનું અને જીદ પર આવી જાય તો કોઇ પણ ભોગે જઇ શકે તેવું તેમને જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમણે અલ્પુ સિંધીને ફોન કરતાં અલ્પુ સિંધીએ બળાત્કાર કર્યા હોવાના આરોપ લગાવી ફોટા તમે મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. અલ્પુ સિંધી તેમને બદનામ કરી તોડપાણી કરી પૈસા પડાવવા ષડયંત્ર રચ્યું હતું અને તેમણે પૈસા ચુકવવાની તૈયારી ના બતાવતા ફરિયાદ કરાવી છે.અલ્પુ સિંધી અને અશોક જૈન વચ્ચેનો ઓડિયો વાયરલ થયો હતો

આ કેસમાં પીડિતાના મિત્ર બુટલેગર અલ્પુ સિંધી અને આરોપી અશોક જૈન વચ્ચેની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ છે. જેમાં નીચે પ્રમાણેની વાતો થઇ રહી છે.

અલ્પુ સિંધી: તમે 60 વર્ષની ઉંમરે 25 વર્ષની છોકરી સાથે બળાત્કાર કર્યો છે,ભાન છે?
અશોક જૈન: બળાત્કાર કોણે કર્યો બાપા, મેં ક્યાં બળાત્કાર કર્યો છે?
અલ્પુ સિંધી: તમે જે મને ફોટા મોકલ્યા તેને બદનામ કરવા માટે તે કેમ મોકલ્યા?
અશોક જૈન: મેં ક્યાં મોકલ્યા? મારી પાસે છે જ નહીં.
અલ્પુ સિંધી: તમે તેની સાથે કાંઇ કર્યું જ નથી?
અશોક જૈન: ના
અલ્પુ સિંધી: તમે જે ફોટા મોકલ્યા છે તેમાં તો તમે બતાવતા હતા મેં આવું કર્યું છે.
અશોક જૈન: મેં મોકલ્યા જ નથી.મારી પાસે ફોટા જ નથી.
અલ્પુ સિંધી: તમારા ફ્લેટ પર છોકરી ગઇ છે, તમે જે હરકતો કરી છે તે બધું જ મારી પાસે છે.
અશોક જૈન: મેં ક્યાં મોકલ્યા છે ફોટા,તમે કીધું હતું કે, આપણે બેસીને પતાવી દઇશું.
અલ્પુ સિંધી:મારે શું પતાવવાનું છે? પેલીને ફરિયાદ કરવી છે.
અશોક જૈન: મેં કાંઇ કર્યું જ નથી.
અલ્પુ સિંધી: મેડિકલમાં બધું આવશે.તમે જે ફોટા મોકલ્યા હતા તે બધું જ છે મારી પાસે.
અશોક જૈન: મેં ક્યાં મોકલ્યા જ છે?બંને આરોપીઓ ભૂગર્ભમાં

આ બનાવમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા બંને આરોપીને શોધવા માટે પોલીસની ટીમો કામે લાગી છે અને સંભવિત આશ્રય સ્થાનો પર દરોડા પણ પાડયા છે. બીજીતરફ આ કેસમાં પોલીસ કમિશનરે પણ વિગતો મેળવી છે. જ્યારે, ગોત્રીના પીઆઇ એસ.વી. ચૌધરી દ્વારા ફરિયાદ સંબંધિત કેટલીક વ્યક્તિના નિવેદનો તેમજ સ્થળના પંચનામાની તજવીજ કરી હતી. આ ઉપરાંત પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ પીડિતા તેમજ અન્ય સબંધિત વ્યક્તિઓના કોલ્સ ડીટેલ મેળવવા પણ કાર્યવાહી કરી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.
Published by: Kaushal Pancholi
First published: September 23, 2021, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading